________________
૧ ૨૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા
ગયો છે પોતાનો વિશેષાકાર જેમાં એવી, અને ચાકચિકયાદિ રૂપ સાધારણધર્મ દેખાવાથી સમુપત્તિરનતવિIR = પ્રાપ્ત કર્યો છે રજતનો આકાર જેણીએ એવી શુક્તિ જ ત્યાં રજતજ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. વાસ્તવિકપણે તો તે શુક્તિ જ છે. પરંતુ શુક્તિનો ત્રિકોણત્વાદિ વિશેષ ધર્મ ગ્રહણ ન થવાથી સંવૃત્તસ્થાકારવાળી થઈ, અને ચાકચિક્યાદિ સાધારણધર્મ માત્ર દેખાવાથી, ઉત્પન્ન થયેલા રજતના (પૂર્વાનુભૂતના) સ્મરણથી જાણે રજતાકાર હોય શું એમ કલ્પિત રજતાકાર બનવાથી સમુપાત્તરજતાકારવાળી આ શક્તિ કહેવાય છે.
જે પદાર્થ જે જ્ઞાનમાં કર્મ તરીકે પ્રતિભાસિત થાય છે તે પદાર્થ ત્યાં આલંબન રૂપે ગણાય છે. શ્રદ્ગગ્રાહિકા (અંગુલીનિર્દેશ) વડે બતાવાતી શુતિમાં આ આલંબનપણું છે જ, કારણ કે તે શુક્તિ જ ઇન્દ્રિયના દોષના વશથી તથા = રજત રૂપે દેખાય છે. જગતમાં પણ દોષના વશથી વિપરીતકાર્યની ઉત્પત્તિ થતી દેખાયેલી જ છે જેમ કે = કોઈ કુલવાનું બાળા હોય, જ્યાં સુધી તેના દેહમાં વાસનાનો દોષ ઉત્પન્ન થયો ન હોય ત્યાં સુધી ઉત્તમકુળને શોભે તેવી લજ્જા આદિ ગુણોની શોભા તેમાં હોય છે. પરંતુ જ્યારે દેહમાં વાસનાનો દોષ ઉત્પન્ન થયો હોય છે. ત્યારે તે વાસનાના દોષને કારણે લજ્જા આદિ ગુણોનો ત્યાગ કરી કામોત્તેજક દૃષ્ટિથી જોવાનું અને બોલવાનું શું નથી જણાતું? અર્થાત્ જણાય જ છે.
યથા = જેમ “મોક્ષ' = ચારે બાજુથી ત્યજી દીધી છે મન્તાક્ષ = મંદ આંખવાળી નીચી નજર રાખવા રૂપી લજ્જા, નક્ષ્મીલા = શોભા જેણીએ એવી ઘટ્યૂનાક્ષ્મી: = સ્નેહભરી દૃષ્ટિવાળી સ્ત્રીમાં તત્ તત્ = તેવાં તેવાં (કામુક-કામોત્તેજક) વિદ્ધવીક્ષા = વિરૂદ્ધ કટાક્ષોથી જોવાપણું, વાંકી નજરે દેખવાપણું, ભાષાદ્રિ = અને તેવું બોલવાપણું દેખાય જ છે.
વળી હે પ્રભાકરો! તમે પણ ઇન્દ્રિયદોષથી વિરૂધ્ધકાર્યોત્પત્તિ થાય છે તે સ્વીકારેલું જ છે તે આ પ્રમાણે - પ્રત્યક્ષ દેખાતી આ શક્તિમાં તમે રજતનું સ્મરણ માનો છો પરંતુ પૂર્વકાળમાં કોઈ સ્થાનમાં રજતમાં રજતનું જ્ઞાન જેણે કરેલું હોય છે તેને જ આ શુક્તિમાં રજતનું સ્મરણ થાય છે. જેણે પૂર્વકાલમાં કદાપિ રજત જોયું જ નથી તેને શુક્તિ જોવા છતાં રજતનું સ્મરણ થતું નથી. એટલે આ રજતસ્મરણ પૂર્વે અનુભવેલા રજતથી ઉત્પન્ન થયેલું છે. માટે ઔત્સર્ગિક માર્ગે તે રજતસ્મરણ પૂર્વે અનુભવેલા રજતમાં જ પ્રવૃત્તિ કરાવનારૂં બનવું જોઈએ અને તો જ સાચી યથાર્થ કાર્યોત્પત્તિ છે. તેને બદલે પ્રસ્તુત રજત સ્મરણ પૂર્વે અનુભવેલા રજતવાળા દેશમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ ઔત્સર્ગિક (મૂળ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org