________________
૧ ૩૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા
તથા વળી આ જ્ઞાન રજતવિષયક છે. તેમાં શુક્તિની અપેક્ષા કેમ રખાઈ ? રજતની જ અપેક્ષા રાખવી જોઈએ એવી પ્રભાકરની શંકાનો ઉત્તર આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે “પ્રત્યભિજ્ઞાન વડે રજતનું જ્ઞાન શુક્તિવિષયક છે” એમ સ્થાપિત કરાય છે. તે આ પ્રમાણે - જે પદાર્થ પહેલાં મને રજતપણે જણાયો હતો. તે જ આ શુતિશકલ (છીપનો ટુકડો) છે. આવા પ્રકારનું તે પ્રત્યભિજ્ઞાન ભાવિમાં ઉત્પન્ન થાય છે. તેથી રજતવિષયક જ્ઞાનમાં શુક્તિ કમપણે (જાણવાલાયક પણે) અપેક્ષિત બને છે.
તથા અનુમાનથી પણ રજતજ્ઞાનનો વિષય શુક્તિ સિધ્ધ થઈ શકે છે. તે આ પ્રમાણે - વિવાદાસ્પદ એવું આ રજતજ્ઞાન (પક્ષ), શુક્તિના વિષયવાળું છે (સાધ્ય), કારણ કે તે જ્ઞાન ત્યાં જ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી (હેતુ), જે જ્ઞાન જ્યાં પ્રવૃત્તિ કરાવનાર હોય તે જ્ઞાન તેના વિષયવાળું હોય છે. (આ અન્વયવ્યાપ્તિ) જેમ કે સત્ય એવું રજતજ્ઞાન રજતમાં જ પ્રવૃત્તિ કરાવે છે માટે રજતના વિષયવાળું છે એમ સિદ્ધ થાય છે. (આ અન્વય દૃષ્ટાન્ત
છે.)
રૂતિ વિવારેT = આવા પ્રકારની વિચારણા કરવા દ્વારા છીપમાં થતું રજતનું જ્ઞાન “વિપરીત” છે એમ યુકિત દ્વારા સિધ્ધ થવાથી તમારો હેતુ અસિધ્ધિથી (અસિધ્ધ હેત્વાભાસથી) ભરેલો હોવાના કારણે દુર્ગન્ધયુક્ત છે એમ નક્કી થયું. - તથા વળી શુકિત અને રજતની વચ્ચે, તથા પ્રત્યક્ષ અને સ્મૃતિની વચ્ચે, ભેદાપ્રતિભાસ હોવાથી ભેદાખ્યાતિ છે એવું જે તમે પૂર્વે કહ્યું છે. ત્યાં અમે તમને પુછીએ છીએ કે આ ભેદાપ્રતિભાસ શબ્દનો અર્થ તમે શું કરો છો ? શું ભેદજ્ઞાનનો અભાવ, એટલે શશશૃંગની જેમ જ્ઞાનનો કોઈ તુચ્છરૂપ અભાવ કહો છો કે અભેદનો પ્રતિભાસ કહો છો ? જો ભેદનો અપ્રતિભાસ એટલે પ્રતિભાસનો અભાવ એમ પહેલો પક્ષ કહો, તો તે તમે કહી શકશો નહિ. કારણ કે તમોએ (પ્રભાકરોએ) અભાવ સ્વીકાર્યો જ નથી. વસ્તુનો તુચ્છ રૂપ અભાવ તમારા દર્શનમાં માનવામાં આવ્યો નથી. હવે જો શુક્તિ-રજત વચ્ચે અને પ્રત્યક્ષસ્મૃતિ વચ્ચે “અભેદનો પ્રતિભાસ છે એમ જો કહો તો એ વિપરીતખ્યાતિ જ થવાનો પ્રસંગ આવશે. કારણ કે ઉપરોક્ત બન્ને વચ્ચે સાચો છે ભેદ, પરંતુ તેનાથી વિપરીત એવો અભેદ જ જણાય છે. એટલે યથાર્થપણે ભિન્ન એવા ઉપરોક્ત બન્નેમાં વિપરીત એવો અભેદ જણાવાથી વિપરીત ખ્યાતિ જ થઈ.
___ अथ भेदो व्यावर्तकधर्मयोगः, तस्य चाप्रतिभासः, साधारणधर्मप्रतिभास इति चेत् ? न, शुक्तिज्ञाने सत्येऽपि तस्य भावाद्, दीप्रतादेस्तत्राऽपि प्रतिभासात्, अथ न
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org