________________
૧૩૧
પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન
तत्र तस्यैव प्रतिभासः, त्रिकोणतादिव्यावर्तकधर्माणापि प्रतिभासादिति चेत् ? तर्हि सावधारणः साधारणधर्मप्रतिभासः प्रकृतरजतबोधेऽपि नास्त्येव, रजतगतस्य रजतत्वस्यैव, शुक्तिगतस्य त्वनियतदेशकालस्मर्यमाणरजतासंभविनियतदेशकालत्वस्य व्यावर्तकधर्मस्य प्रतिभानादिति । ग्रहणस्मरणसंवित्ती अपि स्वसंविदिते प्रभाकराणाम् । ते च यदि स्वरूपेण प्रतिभातः, तदा न रजतार्थिनस्तथा प्रवृत्तिः स्यात् ।
अथ ग्रहणं स्मरणरूपतया प्रतिभाति, तदा विपरीतख्यातेरस्पष्टतया प्रतिभानम् । अनुभूतरजतदेशे प्रवृत्तिश्च स्यात् । अथ स्मरणं ग्रहणस्पतया तदापि विपरीतख्यातिरेव । प्रभूतं चात्र वक्तव्यम्, तच्चोक्तमेव बृहद्वृत्तौ वितत्य श्रीपूज्यैः ॥११॥
1
પ્રશ્ન :- ભેદાપ્રતિભાસમાં ભેદ એટલે વ્યાવર્તકધર્મનો યોગ, જે ધર્મ એકમાં હોય, બીજામાં ન હોય, અને એના કારણે બીજી વસ્તુનું જે વ્યાવર્તન કરે-વ્યવચ્છેદ કરે તે વ્યાવર્તકધર્મ, જેમ કે શુક્તિમાં ત્રિકોણત્વધર્મ, જે આ ત્રિકોણત્વ ધર્મ છે. તે શુક્તિમાં હોય છે પરંતુ રજતમાં હોતો નથી. તેથી તે ધર્મ રજતનું વ્યાવર્તન કરે છે. તેવી રીતે રજતમાં “પરિમંડળ” આકાર જે છે તે રજતમાં છે શુક્તિમાં નથી તેથી તે પરિમંડળાકાર શુક્તિનું વ્યાવર્તન કરે છે. આવા પ્રકારના વ્યાવર્તક ધર્મનો એટલે વિશેષધર્મનો અપ્રતિભાસ થવો. તે વ્યાવર્તકધર્મ ન દેખાવો તેનો અર્થ એ કે જ્યાં શુક્તિ-રજત બન્નેમાં રહેનારા સાધારણધર્મનો પ્રતિભાસ થાય પરંતુ વિશેષ ધર્મનો પ્રતિભાસ ન થાય આનું નામ અમે ભેદાખ્યાતિ કહીશું. સાર એ છે કે ભેદનો અપ્રતિભાસ એટલે ભેદના પ્રતિભાસનો અભાવ એવો જો અર્થ કરીએ તો તુચ્છ રૂપ અભાવ આવી જાય છે. અને અમે અભાવ માનતા નથી. તથા અભેદનો પ્રતિભાસ એવો અર્થ જો કરીએ તો ભેદ હોવા છતાં અભેદ જણાય તે વિપરીત ખ્યાતિ થઈ જાય છે. માટે ઉપરના બન્ને અર્થો ત્યજીને ભેદાપ્રતિભાસનો અર્થ વ્યાવર્તકધર્મનો અપ્રતિભાસ- એટલે ‘સાધારણ ધર્મનો પ્રતિભાસ' એમ અમે અર્થ કરીશું -
ઉત્તર ઃ- “સાધારણ ધર્મનો પ્રતિભાસ' આટલો જ અર્થ ભેદાખ્યાતિનો જો તમે કરશો તો જ્યારે શુક્તિ હોય અને તેમાં શુક્તિનું જ જ્ઞાન થયું હોય એવા શુક્તિસંબંધી સત્યજ્ઞાનમાં પણ તે સાધારણ ધર્મનો પ્રતિભાસ તો છે. કારણ કે દીપ્રતાદિ (ચળકાટ
૧. અહીં ટીકાપાઠમાં રત્નતાતસ્ય રત્નતત્વચૈવ એવો જે પાઠ છે. ત્યાં રત્નતત્વચૈવ ને બદલે રત્નતત્વચેવ હોય તેમ લાગે છે. અર્થાત્ વ ને બદલે વ હોય તો અર્થસંગતિ વધારે થાય છે. એટલા માટે જ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલા પુસ્તકમાં ૭૨મા પાના ઉપર ફુટનોટમાં રજ્ઞતવ સૂચવેલ પણ છે. છતાં બન્ને પાઠો પ્રમાણે અર્થસંગતિ કરવા અમે યથામતિ પ્રયત્ન કર્યો છે. તત્ત્વ શ્રીબહુશ્રુત જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org