________________
પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન
૧ ૨૯
માર્ગ છોડીને સામે દેખાતા દેશમાં (શુક્તિમાં) જ પ્રવૃત્તિ કરાવવાપણું તમે પણ સ્વીકાર્યું જ છે.
જેમ કોઈ કુલાંગના સ્ત્રી પોતાના પતિની સાથે ગમે તે ચેષ્ટા કરે તો પણ તે ઓત્સર્ગિકમાર્ગ કહેવાય. પરંતુ તે જ સ્ત્રી વાસનાના દોષને કારણે પરપુરૂષ સાથે કટાક્ષવીક્ષણાદિ જે કંઈ કરે તે વિરૂધ્ધ કાર્યોત્પત્તિ છે. તેવી જ રીતે રજતમાં રજતનું જ્ઞાન થાય તે ઔત્સર્ગિકમાર્ગ છે. પરંતુ ઇન્દ્રિયદોષથી શક્તિમાં રજતનું જે જ્ઞાન થાય છે તે વિરૂધ્ધ કાર્યોત્પત્તિ છે. આ રીતે દોષવશથી વિરૂદ્ધકાર્ય થાય છે તે વાત તમને પણ સમ્મત જ છે. - હવે પ્રભાકરો ! તમે કદાચ એમ કહો કે જો કે રજતસ્મરણ હકીકતથી તો પૂર્વે અનુભવેલા રજતપ્રદેશમાં જ પ્રવૃત્તિ જનક બનવું જોઈએ, પરંતુ પુરોદેશવર્તિ (સામે રહેલા શુક્તિવાળા) પ્રદેશમાં પ્રવૃત્તિજનક બનવું જોઈએ નહિ, પણ તેમ નહી થવામાં “ભેદાગ્રહણ” સહકારી કારણ છે. પ્રત્યક્ષ અને સ્મરણ વચ્ચે રહેલો જે ભેદ છે તેનું જો ગ્રહણ થયું હોત તો આમ બનત નહી, પરંતુ તે ભેદ ગ્રહણ થયો નહી, તેના સહકારની અપેક્ષાએ પ્રકૃત એવી શુક્તિમાં રજતનું સ્મરણ થયું તે પણ કંઈ ખોટું નથી. અવિરૂધ્ધ જ છે. યોગ્ય જ છે. એમ જો કહો તો દોષોના સહકારને લીધે (સહકારી એવા દોષની અપેક્ષાએ) પીવાસ્થપિ = ઇન્દ્રિયોનું તે જ્ઞાન પણ તથા = વિપરીતકાર્યકારી (રજતમાં રજતબોધને બદલે શુક્તિમાં રજતબોધ થવા રૂ૫) થાય તો તેમાં આશ્ચર્ય શું ? અથવા દોષ શું ? દોષોના કારણે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારૂ જ્ઞાન અયથાસ્થાને થવા રૂપ વિપરીતકાર્યકારી પણ હોય છે. સારાંશ કે - ભેદાગ્રહણ રૂપ સહકારીની અપેક્ષાએ જો આ રજતસ્મરણ અવિરૂદ્ધ છે અર્થાત્ સાચું છે. તો પછી દોષો રૂપ સહકારની અપેક્ષાએ આ ઇન્દ્રિયજ્ઞાનપણ (વિપરીતખ્યાતિ રૂ૫ ઇન્દ્રિયજ્ઞાન પણ) તથા = તેવું-અવિરૂદ્ધ હો. એમ માનવામાં પણ શું દોષ ?
किञ्च, प्रत्यभिज्ञानेन रजतसंवित्तेः शुक्तिगोचरत्वमवस्थाप्यते, यदेव मम रजतत्वेन पूर्वमचकात्, तदेवेदं शुक्तिशकलम् - इत्येवं तस्योत्पादात् अनुमानेन च - विवादपदं रजतज्ञानं शुक्तिगोचरम्, तत्रैव प्रवर्तकत्वात्, यदेवं तदेवं, यथा सत्यरजतज्ञानं रजतगोचरम् - इति विचारेण वैपरीत्यस्योपपत्तेरसिद्धिदुर्गन्धमेव त्वत्साधनमिति स्थितम् ।
यच्चोक्तम् - शुक्तिरजतयोः प्रत्यक्षस्मरणयोश्च भेदाप्रतिभासादिति तत्र भेदाप्रतिभासस्तुच्छः कश्चिदुच्येत, अभेदप्रतिभासो वा ? नाद्यः, प्राभाकरैरभावानभ्युपगमात् । नापि द्वितीयः विपरीतख्यातिप्रसक्तेः भिन्नयोरभेदेन प्रतिभासात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org