________________
પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન
૧ ૩૩
રૂવ અવ્યય હોય એમ કલ્પીએ તો આ પ્રથમ વાક્ય ઉપમાવાચી કરવું. જેમ રજતત્વ ધર્મ રજતમાં જ રહેનાર છે માટે વ્યાવકધર્મ છે. તેની જેમ અનિયત દેશકાળના સ્મરણમાં આવતા રજતમાં ન સંભવે એવો જે “નિયતદેશકાલ–” આ શુતિમાં જ થતા રજતના સ્મરણમાં રહેવાવાળો જે શક્તિગત એવો “નિયતદેશકાલત્વ” રૂપ વ્યાવર્તકધર્મ છે. તે પણ જણાય છે. માટે સાધારણ-અસાધારણ ઉભયધર્મ પ્રતિભાસ હોવાથી ભેદાખ્યાતિ કહેવાશે નહિ.
તથા વળી શુક્તિનું જ્ઞાન તમારા મતે પ્રત્યક્ષ છે અને રજતનું જ્ઞાન સ્મરણરૂપ છે. આ પ્રત્યક્ષગ્રહણ, અને સ્મરણસંવેદન એમ બન્ને જ્ઞાનો પ્રભાકરોના મતે સ્વસંવેદિત છે. એટલે કે શુકિતનું ગ્રહણ ચક્ષુર્ગોચર હોવાથી પ્રત્યક્ષરૂપે સંવેદિત થાય છે. અને મને પ્રત્યક્ષજ્ઞાન થયું છે એવો અનુભવ પણ થાય છે. તથા રજતનું સ્મરણ સ્મરણરૂપે અનુભવાય છે. કારણ કે સ્વરૂપે સંવેદિત થાય છે. હવે રજતનું સ્મરણ સ્વરૂપે અનુભવાય છે. એમ તમે માનો છો તેથી શુક્તિમાં રજતસ્મરણ થાય ત્યારે સ્મરણ કરનાર સમજશે જ કે આ માત્ર રજતનું સ્મરણ જ છે. પરંતુ સત્ય રજત છે નહી, તેથી રજતના અર્થી જીવની તેને રજત સમજીને લેવાની પ્રવૃત્તિ ઘટશે નહી અને પ્રવૃત્તિ તો કરે છે. માટે આ પણ તમારી વાત યુકિતસંગત નથી.
કદાચ તમે હવે એમ કહો કે જે આ ચક્ષુર્જન્ય પ્રત્યક્ષગ્રહણ છે તે જ રજતના સ્મરણ સ્વરૂપ છે. જે શુક્તિનું પ્રત્યક્ષગ્રહણ થયું છે તે જ રજતના સ્મરણરૂપે પ્રતિભાસિત થાય છે. તો તે અસ્પષ્ટપણે વિપરીત ખ્યાતિનો જ પ્રતિભાસ માનવો પડશે અને પૂર્વે અનુભવેલ રજતસ્થળમાં પ્રવૃત્તિ પણ સ્વીકારવી પડશે. પ્રત્યક્ષ-સ્મરણમાં એકરૂપતા થતાં પ્રત્યક્ષની સ્મરણવિષયક અનુભવેલા રજતદેશમાં પ્રવૃત્તિ થઈ જશે. કદાચ એમ બચાવ કરો કે જે રજતનું સ્મરણ છે. તે શુક્તિરૂપે પ્રત્યક્ષગ્રહણ થાય છે. તો તે પણ વિપરીતખ્યાતિ જ સિધ્ધ થઈ કહેવાશે. માટે હવે કંઈક સમજો કે ભેદાખ્યાતિ નથી પરંતુ વિપરીતખ્યાતિ જ છે.
આ પ્રસંગમાં ઘણું ઘણું કહેવા જેવું છે. પરંતુ ગ્રન્થગહનતાના ભયથી કહેવાતું નથી. તથા બૃહદ્રવૃત્તિમાં (સ્યાદ્વાદરત્નાકરમાં) શ્રી પૂજ્યો વડે (ગ્રન્થકારશ્રી વાદિદેવસૂરિજીવડે) વિસ્તારથી કહેવાયેલું જ છે. અથ સંશવં નક્ષત્તિ = હવે સંશયને સમજાવે છે.
साधकबाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्शि ज्ञानं संशयः ॥१२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org