________________
૧૩૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૨ થી ૧૪
રત્નાકરાવતારિકા
उल्लिख्यमानस्थाणुत्वपुरुषत्वाद्यनेकांशगोचरयोः साधकबाधकप्रमाणयोरनुपलम्भादनवधारितनानांशावलम्बिविधिप्रतिषेधयोरसमर्थं संवेदनं संशय इत्यर्थः, समिति समन्तात् सर्वप्रकारैः शेत इवेति व्युत्पत्तेः ॥१२॥ - સાધક કે બાધકપ્રમાણના અભાવને કારણે અનિશ્ચયપણે અનેક અંશોને સ્પર્શ કરનારૂં જે જ્ઞાન થાય છે. તે સંશય કહેવાય છે. I/૧ર/
“આ સ્થાણુ છે કે પુરૂષ છે” ઇત્યાદિ ઉલ્લેખ કરાતા અનેક અંશોને વિષય કરનારા જ્ઞાનમાં આ સ્થાણુ જ છે પરંતુ પુરૂષ નથી અથવા પુરૂષ જ છે પરંતુ સ્થાણુ નથી એવા પ્રકારના સાધક પ્રમાણનો કે બાધક પ્રમાણનો અનુપલંભ થવાથી અનવધારિતપણે (અનિશ્ચયપણે) અનેક અંશોને અવલંબન કરનારૂં એવું, તથા આમ જ છે અથવા આમ નથી જ એવા પ્રકારની વિધિ-નિષેધ કરવામાં અસમર્થ એવું જે ડોલાયમાન જ્ઞાન થાય છે તે સંશય કહેવાય છે.
સંશય” શબ્દમાં સદ્ ઉપસર્ગ સમન્તાત્ અર્થમાં છે. અને શય શબ્દમાં શી ધાતુનું રૂપ છે. ચોતરફથી = સર્વ રીતે શ રૂ = જાણે આત્મા સૂતો હોય શું? એવી સ્થિતિ તે સંશય, એમ વ્યુત્પત્તિ અર્થ જાણવો. I/૧રા સાહન્તિ = ઉદાહરણ આપે છે કે -
यथाऽयं स्थाणुर्वा पुरुषो वा ॥१३॥ व्यक्तम् । अयं च प्रत्यक्षविषये संशयः । परोक्षविषये तु यथा - क्वाऽपि विपिनप्रदेशे शृङ्गमात्रदर्शनात् किं गौरयं स्यात् गवयो वा ? इत्यादि ॥१३॥
જેમ કે શું આ સ્થાણું (ઠુંઠું) છે કે પુરૂષ છે ? I૧૩.
મૂળસૂત્રનો અર્થ અત્યંત સ્પષ્ટ છે. આ દૃષ્ટાન્ત પ્રત્યક્ષપ્રમાણના વિષયમાં સંશયને સમજાવનારુ છે. પરંતુ પરોક્ષપ્રમાણના વિષયમાં સંશયને સમજાવનારુ દૃષ્ટાન્ત આ પ્રમાણે છે. જેમ કોઈ પણ જંગલના પ્રદેશમાં શૃંગ માત્ર દેખવાથી શું આ ગાય હશે કે ગવય હશે? આવા પ્રકારનો જે સંશય થાય તે ઈત્યાદિ દષ્ટાનો સ્વયં સમજી લેવાં. ૧૩ ૩થાનધ્યવસાયન્દ્ર પ્રસ્પત્તિ = હવે અનધ્યવસાયનું સ્વરૂપ જણાવે છે.
किमित्यालोचनमात्रमनध्यवसायः ॥१४॥ अस्पृष्टविशिष्टविशेष किमित्युल्लेखेनोत्पद्यमानं ज्ञानमात्रमनध्यवसायः प्रोच्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org