________________
સંશય અને અનધ્યવસાયનાં લક્ષણ
समारो परूपत्वं चास्यापचारिकम्, अतस्मिंस्तदध्यवसायस्य तल्लक्षणस्याभावात् समारोपनिमित्तं तु यथार्थापरिच्छेदकत्व् ॥१४॥
“આ શું છે” એવું આલોચનામાત્ર જ્ઞાન તે અનધ્યવસાય છે.” ॥૧૪॥
વિશિષ્ટ એવા જે વિશેષધર્મો છે. તેનો જ્યાં સ્પષ્ટપણે બોધ નથી એવું, ‘આ શું છે.’ એવા પ્રકારના ઉલ્લેખવડે ઉત્પન્ન થતું, (અર્થાવગ્રહ જેવું) જ્ઞાનમાત્ર તે અનધ્યવસાય કહેવાય છે. આ અનધ્યવસાય જ્ઞાન અતિ અસ્પષ્ટ છે. એટલે તેમાં સૂત્ર ૮માં કહેલું “અતમાં તબુદ્ધિ થવી'' આ લક્ષણનો અભાવ હોવાથી આ અનધ્યવસાયની સમારોપતા ઔપચારિક જાણવી. આ અનધ્યવસાયી જ્ઞાન પણ સમારોપનો ત્રીજો ભેદ છે. તેથી તેમાં સમારોપનું આઠમા સૂત્રમાં કહેલું લક્ષણ પણ સંભવવું જોઈએ. પરંતુ અવિશિષ્ટજ્ઞાન હોવાથી આ લક્ષણ સ્પષ્ટપણે સંભવતું નથી.
૧૩૫
તો સમારોપનો ભેદ કેમ કહેવાય ? તેથી સમજાવે છે કે અહીં સમારોપપણું ઔપચારિક રીતે છે. કારણ કે સમારોપનું જે નિમિત્ત-યથાર્થ પરિચ્છેદ ન થવો, તે લક્ષણ આ અનધ્યવસાયમાં છે. તેથી અતમાં તબુદ્ધિ થવી એવું વિશિષ્ટ લક્ષણ ન હોવા છતાં પણ યથાર્થપરિચ્છેદના અભાવરૂપ સમારોપનું નિમિત્ત હોવાથી ઉપચા૨ે સમારોપ કહેવાય છે. જેમ “નદી’’નું જલપ્રવાહ એ લક્ષણ છે. તટભાગ ઉપર તે લક્ષણ નથી. છતાં શીતળતા રૂપ નિમિત્તતા તટભાગમાં પણ છે. તેથી તટભાગમાં નદીપણાનો ઉપચાર કરાય છે. તેમ અહીં સમજવું.
उदाहरन्ति = આ અનધ્યવસાયનું ઉદાહરણ સમજાવે છે -
यथा गच्छत्तृणस्पर्शज्ञानम् ॥१५॥
गच्छतः प्रमातुस्तृणस्पर्शविषयं ज्ञानमन्यत्राऽऽसक्त चित्तत्वात् "एवं जातीयकमेवंनामकमिदं वस्तु" इत्यादि विशेषानुल्लेखि " किमपि मया स्पृष्टम् " इत्यालोचनमात्रमित्यर्थः । प्रत्यक्षयोग्यविषयश्चायमनध्यवसायः । एतदुदाहरणदिशा च परोक्षयोग्यविषयोऽप्यनध्यवसायोऽवसेयः । यथा - कस्यचिदपरिज्ञातगोजातीयस्य पुंसः क्वचन वननिकुञ्जे सास्नामात्रदर्शनात् पिण्डमात्रमनुमाय " को नु खल्वत्र प्रदेशे प्राणी સ્વાત્'' નૃત્યાદ્રિ શ્યા
જેમ કે ગતિ કરનારા પુરૂષને ગમન કરતાં તૃણના સ્પર્શનું જ્ઞાન થાય તે ॥૧૫॥ એક ગામથી બીજા ગામ જતા એવા પ્રમાતાને તૃણના સ્પર્શનું જે જ્ઞાન થાય છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org