________________
૧ ૨૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા ઉત્તરકાળમાં ઉત્પન્ન થનારૂં તે જ્ઞાન સજાતીય હોય કે ભલે વિજાતીય હોય, એકવિષયક હોય કે ભલે ભિન્નવિષયક હોય, એના એ જ પુરૂષને થયું હોય કે ભલે બીજો પુરૂષ તે પુરૂષને જણાવે, ગમે તેવું ઉત્તરજ્ઞાન હોય પરંતુ જો પૂર્વના જ્ઞાનનું ઉપમર્દન કરવા વડે તે ઉત્તરજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો તે સઘળું (સકલ ભેદોવાળું કોઈપણ પ્રકારનું) ઉત્તરજ્ઞાન પૂર્વના જ્ઞાનનું બાધક થયું છતું તસ્ય = તે પૂર્વજ્ઞાનની તથાë = તથાપણાની = વિપરીતતાની પ્રતીતિ પ્રગટ કરે જ છે. બાધક એવું ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનું ઉપમર્દન કરવા દ્વારા તેની વિપરીતતાને જણાવે છે.
તથા ઉપમર્દનનો અર્થ પ્રધ્વંસ થતો નથી. કે જેથી પટજ્ઞાનનો પ્રધ્વંસ કરીને ઉત્પન્ન થતું ઘટજ્ઞાન (પૂર્વના પટજ્ઞાનનું) બાધક બને, જો ઉપમર્દનો અર્થ વિનાશ થતો હોત તો પાછળ આવનારૂં ઘટજ્ઞાન પૂર્વના પટજ્ઞાનનું બાધક બનત, પરંતુ ઉપમર્દ શબ્દનો અર્થ વિનાશ કે વિધ્વંસ થતો નથી.
પ્રશ્ન :- ઉપમર્દ શબ્દનો અર્થ વિનાશ ન થતો હોય તો તેનો સાચો અર્થ શું થાય?
ઉત્તર :- ઉપમર્દ એટલે કે “પૂર્વજ્ઞાનમાં પ્રતિભાસિત થયેલી વસ્તુનું “અસતુ” પણું જણાવવું તે છે. શુક્તિમાં પ્રથમ રજતનું જ્ઞાન થયું હતું પરંતુ જ્યારે કાળાન્તરે ખબર પડી કે મારા જ્ઞાનમાં આ રજત છે એવો જે બોધ થયો છે તે વસ્તુ ખરેખર રજત નથી. આવા પ્રકારનું રજતની અસત્તાને બતાવનારૂં જે કાળાન્તરે ઉત્તરજ્ઞાન થાય છે તેને જ ઉપમઈ કહેવાય છે. આવો ઉપમર્દ શક્તિમાં થયેલા રજતજ્ઞાનમાં કાળાન્તરે (રજત વેચવા જતાં મૂલ્ય ન ઉપજે ત્યારે) થાય છે. માટે આ ઉપમર્દ વિપરીતતાને જ જણાવે છે. પરંતુ પટજ્ઞાન પછી થનારૂં ઘટજ્ઞાન પટની અસત્તાને જણાવનારૂં નથી તેથી ત્યાં ઉપમર્દતા ઘટતી જ નથી, તેથી તે ઘટજ્ઞાન પૂર્વના પટજ્ઞાનની વિપરીતતાને કેવી રીતે જણાવે ? માટે તમોએ (પ્રભાકરોએ) અમારી વાતને વગર સમયે જ ખોટું ખંડન કરેલું છે.
તથા અમે જૈનો વિપરીતખ્યાતિ જેને કહીએ છીએ તેનું ખંડન કરવા માટે તે વિપરીતખ્યાતિનું જ્ઞાન શું સ્વવડે થાય? પૂર્વજ્ઞાન વડે થાય? કે ઉત્તરજ્ઞાન વડે થાય ? ઇત્યાદિ તમે ઘણા વિકલ્પો રજુ કર્યા છે. પરંતુ તે જ શુતિમાં થતું રજતનું જે જ્ઞાન થાય છે તેને તમે ભેદાખ્યાતિ કહો છો તેનો અર્થ પ્રત્યક્ષ અને સ્મૃતિ વચ્ચેના ભેદની અખ્યાતિ છે. એમ તમે જણાવો છો તો ત્યાં અમે પણ તમને તે જ પ્રકારે પૂછી શકીએ છીએ કે આ ભદાખ્યાતિનું જ્ઞાન શું સ્વજ્ઞાન વડે થાય ? કે પૂર્વજ્ઞાનવડે થાય ? કે શું ઉત્તરજ્ઞાનવડે થાય ? એમ તમારા કર્ભેલા તમામ પક્ષો તમારી સામે રજુ કરીશું અને તમે જે પક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org