________________
પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન
૧ ૨૫
હવે અમે જેનો પ્રભાકરને ઉત્તર આપીએ છીએ કે - તમારા સાધનની (હેતુની) અસિદ્ધિના વિધ્વંસ માટે તમારા વડે જે જે વિકલ્પો (પક્ષો-ચિત્રમાં બતાવ્યા મુજબ ૧ થી ૧૯) કલ્પાયા છે, તે વિકલ્પોમાં શક્તિ આદિ રૂપ પણા વડે અન્યથા રૂપે રહેલા પદાર્થની અન્યથા એવા રજતાદિ પદાર્થના પ્રકારે જે પ્રસિધ્ધિ થવી તે સ્વરૂપ જે વિપરીત જ્ઞાન છે. તે જ્ઞાનનું “આ રજત નથી” એ પ્રમાણે ઉપમર્દન કરતા અને પાછળથી (કાળાન્તરે) પ્રગટ થતા એવા બાધક જ્ઞાનવડે જણાય છે એમ અમે જૈનો (૧૪ નંબરનો પક્ષ) કહીએ છીએ. જે શુક્તિમાં રજતનું જ્ઞાન થયું છે તે શુક્તિ ખરેખર શુક્તિ છે પરંતુ રજત નથી માટે અન્યથા રૂપે રહેલા પદાર્થમાં આ જ્ઞાન થયું. વળી જે રજતનું જ્ઞાન થયું છે. તે ખરેખર રજત નથી પરંતુ શુક્તિ છે. તેથી અન્યથા એવા રજતાદિ પ્રકારે થયેલું આ જ્ઞાન “વિપરીતતાવાળું” જ છે. એટલે “અન્યથા પ્રથન” કહેવાય છે. પરંતુ તે વિપરીતતાઅન્યથાપ્રથન ક્યારે પ્રગટ થાય છે. જ્યારે બનેલું રગતમ્' આ રજત નથી એવું બાધકશાન જ્યારે થાય છે ત્યારે તે જ્ઞાન પૂર્વજ્ઞાનનું ઉપમર્દન કરીને વિપરીતતાને જણાવે છે. એમ અમે જૈનો માનીએ છીએ. તેથી અન્યથાપ્રથનવાળા પક્ષમાં આવેલા ઉત્તરજ્ઞાનરૂપ પેટાપક્ષ, અને તેમાં પણ તદુપમકિત્વ, નામના વિશેષપેટાપક્ષ (ચિત્રમાં આપેલા નંબરો પ્રમાણે નંબર-૧૪) એમ મૂળ અને તેનો આ પેટાપક્ષ, એમ બે વિકલ્પો વિનાના શેષ ૧ થી ૧૯ સુધીના તમારા વડે રજુ કરાયેલા તમામ વિકલ્પોનો સમૂહ, કે જે તમે અમારી સામે અમારા ખંડન માટે નવી નવી સ્વયં કલ્પનાઓ કરીને બોલ બોલ કર્યું છે તે તુus = તમારા મુખને, તાઇવ = ફફડાવવાના સાવર = આડંબરની વિડંવ = પીડા આપવાના જ માત્ર ફળવાળું છે. અર્થાત્ કેવળ મુખે થુંક ઉડાડી નિરર્થક બોલી ગાલ દુઃખવા લાવવા જેવું જ છે. કારણ કે શેષ પક્ષો અમે માનતા જ નથી. પછી ખંડન કરવાનો અર્થ શું? અને તેથી જ અમે શેષપક્ષોનો પ્રત્યુત્તર પણ આપતા નથી.
હવે કદાચ તમે પ્રભાકરો અમને (જૈનોને) એમ પુછશો કે તમે “અન્યથા પ્રથમ વાળો જે પક્ષ સ્વીકાર્યો છે. તેમાં પણ સ્વેન, પૂર્વજ્ઞાનેન, ઉત્તરજ્ઞાનેન, તથા તેના પેટા પક્ષોમાં તે જ્ઞાન વિજાતીય છે કે સજાતીય છે ? અને આદિ શબ્દથી એકવિષયક કે ભિન્નવિષયક, એકસત્તાનીય કે ભિન્નસંતાનીય વિગેરે અમે જે પક્ષો પાડેલા હતા. અને તે પૈકી જે પક્ષ માનશો તેમાં તમને દોષો બતાવેલા હતા. તેથી તમે તેમાં કયા પક્ષો માનશો? અને તેમાં તમને અમારાવડે અપાયેલા દોષો કેમ નહી આવે ? એ બાબતમાં તમારો (જૈનોનો) ઉત્તર શું? આવા પ્રકારનું જો પ્રાભાકરો અમને કહે તો વિતવ = તો તેનો ઉત્તર અપાઈ જ ચુક્યો છે કે બાધક વિના તમામ પક્ષો અમે માનતા જ નથી. પછી દોષ આવવાની વાત જ ક્યાં ઉભી રહે છે. છતાં યત્કિંચિત્ ઉત્તર આપીએ છીએ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org