________________
૧૧૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા
संवाददत्तहस्तावलम्बं कथं वैपरीत्यावबोधधुराधौरेयतां दधीत ? भिन्नविषयमप्येकसन्तानम्, भिन्नसतानं वा ? उभयत्रापि पटज्ञानं पटान्तरज्ञानस्य तथा भवेत् ?
(આ વિવેકાખ્યાતિની ચર્ચામાં પક્ષો ઘણા છે તેથી પૃષ્ઠ ૧૧૫ ઉપર તેનું ચિત્ર આપેલ છે. તેમાં પક્ષોના નંબરો પણ આપ્યા છે તે જોઈને આ પાઠ સમજવો.)
હવે ‘૩થાપથન' એવો પહેલાં પાડેલો પુરસ્યરપક્ષ (બીજો પક્ષ) જો કહેતા હો તો અમે (પ્રભાકરો) તમને (જૈનોને) પુછીએ છીએ કે શક્તિમાં થયેલું રજતનું આ જ્ઞાન અન્યથા છે. વિપરીત છે એવું તમને કોના વડે જણાયું ? શું તે થયેલું રજતજ્ઞાન પોતે જ એમ જણાવે છે કે હું મિથ્યાજ્ઞાન છું? અર્થાતુ પોતાના વડે જ પોતાનું વિપરીતપણું જણાય છે ? કે પૂર્વકાળમાં થયેલા જ્ઞાનવડે આ રજતજ્ઞાન અન્યથા છે એમ જણાય છે ? કે ઉત્તરકાળમાં થનારા જ્ઞાનવડે રજતના જ્ઞાનનું અન્યથાપણું જણાય છે? આ ત્રણ પક્ષોમાંથી કયા પક્ષ વડે તમે રજતના જ્ઞાનનું “અન્યથા પ્રથન” જણાવો છો ? - જો “વેનૈવ” એ પ્રથમપક્ષ કહો તો તે યુકિતસંગત નથી. કારણ કે તે જ રજતના જ્ઞાનવડે પોતાની જ વિપરીતતા જણાવાતી હોય તો કોઈ પ્રમાતાની તે જ્ઞાનમાં પ્રવૃત્તિ જ ન થાય. કારણ કે “આ રજત છે” એવું હાલ હું જે જોઉં છું તે મારૂ જ્ઞાન મિથ્યા છે. શક્તિમાં મને થતો રજતનો બોધ બ્રાન્ત છે એવું જો પ્રમાતાને જ્ઞાન થતું હોય તો કોઈ પ્રમાતા રજત સમજીને લેવા માટે પ્રવૃત્તિ કરે નહિ. હવે જો “પૂર્વજ્ઞાન' આવો બીજો પક્ષ કહો તો, એટલે કે ભૂતકાળમાં થયેલા જ્ઞાનવડે અત્યારે વર્તમાનકાળમાં થતું રજતનું આ જ્ઞાન વિપરીત છે આવું જણાય છે એમ જો કહો તો પૂર્વકાળનું જ્ઞાન રજતજ્ઞાનની વિપરીતતાને જે જણાવે છે. તે પૂર્વકાલીન જ્ઞાન શું પોતાના કાળમાં (ભૂતકાળમાં જયારે પોતે ઉત્પન્ન થયું હતું તે સમયમાં) રહ્યું છતું રજતના જ્ઞાનની વિપરીતતાને જણાવે છે કે જ્યારે તે રજતનું જ્ઞાન ઉત્પન્ન થયું તે કાળમાં રહ્યું છતું રજતના જ્ઞાનની વિપરીતતાને જણાવે છે?
આ બે પક્ષમાંથી જો “સ્વાસ્થર” વાળો પક્ષ કહો તો જ્યારે ભૂતકાળમાં રજતના જ્ઞાનને વિપરીત તરીકે જાણનારૂં જ્ઞાન હતું ત્યારે જેની વિપરીતતા જાણવી છે' તે વિપરીતતાના આશ્રયભૂત “ફર્વ રગતમ્' આવા પ્રકારનું વર્તમાનકાળમાં થતું સંવેદન હતું જ નહિ. કારણકે જ્ઞાન તો પછી જ થયું છે. માટે ભૂતકાલીનજ્ઞાન ભૂતકાળમાં રહ્યું છતું વર્તમાનકાળમાં થતા “રૂ નતમ્' આવા પ્રકારના જ્ઞાનની વિપરીતતાને જાણી શકતું નથી.
હવે જો “તનિઘેન' વાળો બીજો પક્ષ કહો તો, એટલે ભૂતકાળમાં થયેલું જ્ઞાન જ્યારે “રૂટું નતમ્' આવું જ્ઞાન વર્તમાનકાળ ઉત્પન્ન થાય છે. ત્યારે તે વર્તમાનકાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org