________________
૧૧૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા
આ અનુમાન છે. છીપમાં જે રજતનો બોધ થાય છે. તેને જૈનો વિપરીત ખ્યાતિ કહે છે અને પ્રભાકરો વિવેકાખ્યાતિ માને છે. એટલે બન્ને વચ્ચે આ વિવાદનું સ્થળ બને છે. અહીં જેનોની સામે પ્રભાકરો પોતાના પક્ષની સિદ્ધિ માટે આ પ્રમાણે અનુમાન કરે છે કે - આવા પ્રકારનું વિવાદનું સ્થળ કે જે “છીપમાં આ રજત છે” એવા પ્રકારનો જે બોધ થાય છે તે વિપરીત પણે જણાય છે અર્થાત્ વિપરીતખ્યાતિ છે. એમ સ્વીકારવું જોઈએ નહિ. કારણ કે વિચાર કરતાં તેમ ઘટી શકતું નથી. (આ હેતુ છે) જે વસ્તુ વિચાર કરતાં જે રીતે ન ઘટી શકે તે વસ્તુ તેમ સ્વીકારવી જોઈએ નહિ. (આ વ્યાતિ છે, જેમ કે સ્તન્મ (થાંભલો) તે વિચાર કરતાં કુંભપણે (ઘટપણે) ઘટી શકતો નથી તો તેને કુંભપણે સ્વીકારવો જોઈએ નહિ.
આ અનુમાનથી જૈનોની માનેલી વિપરીત ખ્યાતિ (વિપર્યય)નું પ્રભાકરે ખંડન કર્યું. વળી તે જ પ્રભાકર જણાવે છે કે જે રેવં સાધનમસિદ્ધિમધારયત્ મેં આપેલા અનુમાનમાં મારો જે હેતુ છે તે હેતુ અસિધ્ધતાને ધારણ કરતો નથી. અર્થાત્ “આ હેતુ પક્ષમાં અવૃત્તિ હોય” એવો સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ નથી તે આ પ્રમાણે -
છીપમાં જે રજતનો બોધ છે” જેને તમે (જૈનો) વિપરીતતા કહો છો તે વિપરીતતા એટલે શું ? તમે આ જ્ઞાનની વિપરીતતાનો શું અર્થ કરો છો ? (૧) શું અર્થક્રિયાને કરનારા પદાર્થનું અજાણપણું છે? કે (૨) વસ્તુ જે રૂપે છે તે રૂપે દેખાતી નથી અને અન્યથારૂપે દેખાય છે તે છે? આ બે પક્ષોમાંથી કયો પક્ષ સ્વીકારો છો? જો પ્રથમપક્ષ કહો તો વિવાદાસ્પદ એવા સ્થળમાં થયેલા આ જ્ઞાનથી જાણેલા પદાર્થમાં શું કોઈ પણ જાતનું અર્થક્રિયાકારિત્વ માત્ર જ નથી? કે રજતપણાનો બોધ થયો છે માટે “રજત’ વિશેષ તરીકે જે અર્થક્રિયા થવી જોઈએ તે વિશેષસાધ્ય એવી અર્થક્રિયા નથી વર્તતી ? પહેલો પક્ષ (અર્થક્રિયામાત્ર થતી નથી એ પક્ષ) જો કહો તો તે બરાબર નથી. (એટલે કે તે જ્ઞાન વખતે કોઈપણ જાતની અર્થક્રિયા થતી નથી એવો પ્રથમપક્ષ કહો તો તે વ્યાજબી નથી) કારણ કે શુક્તિથી સાધ્ય જે અર્થક્રિયા છે તે અર્થક્રિયા તો તે જ્ઞાનમાં ચોક્કસ છે જ. એટલે કે રજત સંબંધી અર્થક્રિયા ભલે ન હોય પરંતુ શુક્તિસંબંધી અર્થક્રિયા હોવાથી સર્વથા અર્થક્રિયાનો અભાવ છે” એ પક્ષ વ્યાજબી નથી.
હવે બીજો પક્ષ કહો તો એટલે કે “રજત વિશેષ સાધ્ય અર્થક્રિયા નથી” એ પક્ષ જો કહો તો જે સમયે શુકિતમાં રજતનું ભાન થયું તે કાળે સા = તે રજત સંબંધી અર્થક્રિયા નથી કે કાળાન્તરે રજતસંબંધી અર્થક્રિયા નથી ? હવે જો આ બેમાંથી પ્રથમપક્ષ કહો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org