________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
૧૦૩
દર્શનના વિષયનો ઉપદર્શક છે. માટે જ આવા વ્યવસાયવાળા એવા દર્શનને અમે પ્રમાણ અને પ્રવર્તક માનીએ છીએ. તો જે દર્શન પોતે વ્યવસાયશૂન્ય છે અને તેનામાંથી ભાવિમાં થનારા વ્યવસાયમાં વિષયો પદર્શકતા આવતી હોય તો વ્યવસાયમાં રહેલી તે વિષયોપદર્શકતા વડે પૂર્વસમયવર્તી દર્શનને પ્રમાણ અને પ્રવર્તક મનાય નહિ. કારણ કે તે દર્શન તો ક્ષણિક હોવાથી નષ્ટ જ થયું અને વળી ઇતરમાં રહેલા ગુણવડે પૂર્વસમયવર્તી દર્શન ગુણવાનું કહેવાય નહી. પરંતુ તે વ્યવસાય જ વિષયોપદર્શક બન્યો માટે તે વ્યવસાય જ ત્યાં પ્રમાણ બનશે અને તે વ્યવસાય જ પ્રવર્તક અને પ્રાપક થશે, તતોfપ = તે કારણથી પણ આ વ્યવસાય જ સંવાદક બનવાથી પ્રમાણ કહેવાશે, પરંતુ તે વ્યવસાયના કારણપણાને ભજનારું પૂર્વસમયવર્તી એવું દર્શન પ્રમાણ કહેવાશે નહીં.
હવે જો બીજો પક્ષ કહો કે પાછળ સમયાન્તરે આવનારો આ વ્યવસાય પૂર્વ સમયવર્તી દર્શનના વિષયનો અનુપદર્શક છે. એમ જો કહો તો આ નીલાદિદર્શન તેવા પ્રકારના વિષયના અનુપદર્શક એવા વ્યવસાયને જન્માવવાથી કેવી રીતે સ્વવિષયનું ઉપદર્શક બને? અર્થાત્ ન જ બને, છતાં બને એમ માનશો તો અતિવ્યાપ્તિ આવશે જ. તે આ પ્રમાણે - જે આ નીલાદિદર્શન થયું છે તે નિર્વિકલ્પક છે. વ્યવસાય શૂન્ય છે. માટે સ્વતઃ પણ વિષયોપદર્શક અને પ્રમાણ-પ્રવર્તક નથી જ.તથા તે દર્શનમાંથી જન્મ પામનારો ઉત્તર સમયવર્તી વ્યવસાય પણ વિષયનો અનુપદર્શક જ તમે માન્યો. તેથી આવા પ્રકારના વિષયના અનુપદર્શક વ્યવસાયને જન્મ આપનારું આ નીલાદિદર્શન તેવા વ્યવસાયથી કેવી રીતે વિષયોપદર્શક બને ? સ્વતઃ વિષયોપદર્શક નથી. અને જે પરથી વિષયોપદર્શક આ દર્શનને કરવા માગો છો તે પર એવો વ્યવસાય પણ વિષયોપદર્શક નથી. છતાં જો તમે આ પ્રમાણે વિષયના અનુપદર્શક એવા ઉત્તરસમયવર્તી વ્યવસાયથી પૂર્વસમયવર્તી દર્શનને વિષયનું ઉપદર્શક માનશો અને તેથી તેને પ્રમાણ અને પ્રવર્તક કહેશો તો તે જ પ્રમાણે જે દર્શનમાંથી સંશય અને વિપર્યયાત્મક અજ્ઞાન જન્મે, તે બન્ને વિષયના અનુપદર્શક છે. માટે તે બન્નેના કારણભૂત એવા પૂર્વસમયવર્તી દર્શનમાં પણ કેમ સ્વવિષયની ઉપદર્શકતા નહી આવે? અને તેથી તેમાં પણ પ્રમાણતા અને પ્રવર્તકતા કેમ નહી ઘટે?
સારાંશ કે જે દર્શનની પાછળનો તેના કાર્યભૂત વ્યવસાય વિષયનો અનુપદર્શક હોવા છતાં પણ જો પૂર્વસમયવર્તી અને કારણભૂત એવું દર્શન સ્વવિષયનું ઉપદર્શક બને છે. તો તેવી જ રીતે જે દર્શનની પાછળ થનારા તેના કાર્યભૂત એવા સંશય-વિપર્યય બન્ને અજ્ઞાનાત્મક હોવાથી વિષયના અનુપદર્શક છે. છતાં તેના કારણભૂત અને પૂર્વસમયવર્તી એવું દર્શન સ્વવિષયોપદર્શક બનવું જોઈએ અને તેથી તેવા દર્શનને પણ પ્રમાણ, પ્રવર્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org