________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
પણ તમને વિરોધ આવશે. કારણ કે વ્યવસાય એટલે વિકલ્પ-નિર્ણય જે સમયાન્તરે આવવાનો હતો, તેના વિના પ્રથમ સમયે જ નીલાદિદર્શનનીસાથે જ વિષયોપદર્શકતા આવી ગઈ, અને તે વિષયોપદર્શકતાનો સદ્ભાવ થયે છતે (તેની સાથે આવનારી) પ્રમાણતા પણ તે વ્યવસાય વિના પ્રથમસમયે જ પ્રગટ થઈ ગઈ, તો હવે વ્યવસાય માનવાનો કોઈ અર્થ જ નથી. કારણ કે તે પ્રમાણતા વિષોયપદર્શકતાના નિમિત્તથી જ થવાની હતી તે પહેલેથી જ થઈ ચુકી.
તથા તમને બીજો એ પણ દોષ આવશે કે જો સમયાન્તરે થનારા વ્યવસાય વિના નીલાદિદર્શનની સાથે પ્રથમસમયે જ વિષયોપદર્શકતા અને પ્રમાણતા આવતી હોય તો તેવી જ રીતે ક્ષણક્ષયમાં અને સ્વર્ગપ્રાપણ શક્તિમાં પણ આવા પ્રકારના નિર્વિકલ્પકજ્ઞાનરૂપ દર્શનની વિષયોપદર્શકતા (અને તેનાથી તે બન્નેની પ્રમાણતા) કેમ સિધ્ધ નહી થાય ?
अथाध्यवसानपर्यवसानो व्यापारो दर्शनस्य- इत्यध्यवसायव्यापारवत एवास्य विषयोपदर्शकत्वमवतिष्ठते, न पुनस्तमन्तरेणेति चेत् ? तदप्यल्पम् निर्विकल्पककार्यत्वेन व्यवसायस्य ततो भिन्नकालत्वात् तेन तस्य व्यापारवत्त्वानुपपत्तेः । अस्तु वैतत् । तथाऽपि तद्व्यापारभूतोऽसौ व्यवसायो दर्शनगोचरस्योपदर्शकः, अनुपदर्शको वा स्यात् ? यद्युपदर्शकः, तदा स एव तत्र प्रवर्तकः प्रापकश्च स्यात् । ततोऽपि संवादकत्वात् प्रमाणम्, न पुनस्तत्कारणीभूयमाभेजानं दर्शनम् । अथानुपदर्शकः कथं दर्शनं तज्जननात् स्वविषयोपदर्शकम्, अतिप्रसङ्गात् संशयविपर्ययकारणस्यापि तस्य स्वविषयोपदर्शकत्वापत्तेः ? दर्शनविषयसामान्यव्यवसायित्वाद् विकल्पस्य तज्जनकं दर्शनं दर्शनविषयसामान्यस्याऽन्यापोस्वविषयोपदर्शकम्, नेतरदिति चेत् ? तदशस्यम् हलक्षणस्यावस्तुत्वात्, तद्विषयव्यवसायजनकस्य वस्तूपदर्शकत्वविरोधात् ।
૧૦૧
-
હમણાં જ પૂર્વે આપણે જણાવ્યું કે નિર્વિકલ્પકજ્ઞાનરૂપ દર્શન તેના પછીના સમયે થનારા વ્યવસાય વખતે વિષયોપદર્શક બને ? કે દર્શન પોતે જે સમયે ઉત્પન્ન થાય છે તે જ સમયે પોતાની સાથે જ વિષયોપદર્શક બને ? બન્ને રીતે દોષ છે. પ્રથમપક્ષમાં દર્શન ક્ષણિક હોવથી વ્યવસાયકાળે રહેશે નહિ અને બીજા પક્ષમાં દર્શન જ જો વિષયોપદર્શક બને તો પ્રમાણતા આવી જવાથી હવે પાછળ મુંડન કરાયા પછી મુર્હુત દેખવા સમાન પાછળથી વ્યવસાય કરવા વડે શું ? ઇત્યાદિ જે દોષો બૌદ્ધને આપ્યા, તેમાંથી બચવા માટે હવે બૌધ્ધ આ પ્રમાણે કદાચ બચાવ કરે કે
Jain Education International
બૌધ્ધ :- પ્રથમ નીલાદિદર્શન થાય છે. જે નિર્વિકલ્પક જ્ઞાનાત્મક છે. તેમાંથી આ વસ્તુ શું છે ? કેમ છે ? કેવી છે ? ઇત્યાદિ વિચારધારા પ્રવર્તે છે. તેનાથી અધ્યવસાય
For Private & Personal Use Only
www.jainelibrary.org