________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
સાકર લીંબડાથી વ્યાવૃત્ત છે. સાકરમાં જે મધુરસ છે તે નિંબમાં નથી અને નિંબમાં જે કટુરસ છે તે શર્કરામાં નથી. છતાં બન્નેમાં ‘રસ’ નામનો સામાન્ય અંશ તો છે જ. વિશેષરસની અપેક્ષાએ વ્યાવૃત્ત છે. આ પ્રમાણે વસ્તુમાં રહેલા કોઈને કોઈ અંશને આશ્રયી જો તમે ઇતરથી વ્યાવૃત્તિ જણાવતા હો તો તે દર્શન જે સ્વભાવવડે સમારોપાક્રાન્ત (ભ્રમથી) વ્યાવૃત્તિવાળુ છે, તે જ સ્વભાવ વડે અસમારોપાક્રાન્તથી વ્યાવૃત્ત નથી, અને જે સ્વભાવવડે આ અસમારોપથી વ્યાવૃત્ત છે, તે જ સ્વભાવ વડે તે સમારોપથી વ્યાવૃત્ત નથી, જો એક જ સ્વભાવવડે સમારોપ અને અસમારોપથી વ્યાવૃત્ત હોય તો તે બન્ને વ્યાવૃત્તિ એક જ થવાનો પ્રસંગ આવે.
૧૧૧
નીલાદિદર્શન જે સ્વભાવવડે ક્ષણક્ષયની બાબતમાં અસમારોપથી (અભ્રમથી) વ્યાવૃત્ત છે. (ભ્રમવાળું છે) તે જ સ્વભાવથી નીલાદિની બાબતમાં સમારોપથી (ભ્રમથી) વ્યાવૃત્ત નથી. પરંતુ સ્વભાવાન્તરથી વ્યાવૃત્ત છે. માટે તેમાં સ્વભાવભેદ છે. એક જ સ્વભાવથી બે વ્યાવૃત્તિ હોતી નથી. સ્ત્રીમાં જે સ્વભાવથી પુરૂષથી વ્યાવૃત્તિ છે તે સ્વભાવ વડે ઇતરસ્ત્રીથી વ્યાવૃત્તિ નથી. ઘટમાં જે સ્વભાવથી પટથી વ્યાવૃત્તિ છે તે જ સ્વભાવ વડે ઘટાન્તરથી વ્યાવૃત્તિ નથી. પરંતુ બીજા સ્વભાવથી વ્યાવૃત્તિ છે. માટે વ્યાવૃત્તિ ભિન્ન ભિન્ન હોવાથી એક જ નીલાદિદર્શનમાં સ્વભાવભેદ અવશ્ય થશે જ.
હવે કદાચ બૌધ્ધ અહીં આવો બચાવ કરે કે એક વસ્તુમાં સ્વભાવભેદ અવશ્ય હોય છે પરંતુ તે કલ્પિત છે. અર્થાત્ યથાર્થ સ્વભાવભેદ નથી. અતસ્ત્વભાવની વ્યાવૃત્તિ વડે તત્સ્વભાવ, અને તત્ત્વભાવની વ્યાવૃત્તિ વડે અતસ્વભાવ છે. એમ અમે કલ્પિત સ્વભાવભેદ માનીશું, નીલાદિદર્શનમાં ક્ષણક્ષયની બાબતમાં જે સ્વભાવ છે તે અભ્રમ સ્વભાવથી વ્યાવૃત્ત છે અને નીલાદિની બાબતમાં જે સ્વભાવ છે તે ભ્રમસ્વભાવથી વ્યાવૃત્ત છે એમ કલ્પિત સ્વભાવભેદ અમે કહીશું. એટલે કે વસ્તુનો આ સ્વભાવભેદ પણ અતસ્ત્વભાવની વ્યાવૃત્તિથી કલ્પિત જ છે એમ અમારો મત છે એવું જો કહો તો આવા પ્રકારના વારંવાર કલ્પિત સ્વભાવાન્તરોની કલ્પના કરાયે છતે અનવસ્થા દોષ જ આવશે; કારણ કે વારંવાર નવા નવા સ્વભાવો કલ્પવા જતાં અનવસ્થા દોષ જ આવે માટે તમારી આ વાત સંગત નથી. તે કારણથી ‘વ્યવસાયજનક' હોવાથી આ નીલાદિદર્શનની પ્રમાણતા માનવી તે અનુકૂળ (યુક્તિયુક્ત) જ નથી. પરંતુ જે જ્ઞાન વ્યવસાયસ્વભાવાત્મક છે તે જ જ્ઞાન પ્રમાણતાવાળું છે અને જે સવિકલ્પકપ્રત્યક્ષ જ્ઞાન છે તે જ વ્યવસાયસ્વભાવાત્મક છે માટે તે જ સાચું પ્રમાણ છે. પરંતુ નિર્વિકલ્પકજ્ઞાન વ્યવસાયજનક હોવાથી પ્રમાણ તેવી બૌદ્ધની વાત વ્યાજબી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org