________________
૧૧૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
વ્યાવૃત્તિને લીધે સમારોપાક્રાન્ત અને અસમારોપાક્રાન્ત કહેવાય છે. કારણ કે જગતમાં જે જે પદાર્થો સમારોપાશ્ચાત્તથી (અયથાર્થથી) વ્યાવૃત્ત હોય છે તે તે અસમારોપાશ્ચાત (યથાર્થ) હોય છે અને જે જે પદાર્થો અસમારોપાક્રાન્ત (યથાર્થાનુભવ) થી વ્યાવૃત્ત હોય છે તે તે પદાર્થો સમારોપાક્રાન્ત (અયથાર્થ) હોય જ છે.
સારાંશ એ છે કે એકની એક વસ્તુ બે પદાર્થોથી વ્યાવૃત્ત વિચારીએ તો વ્યાવૃત્તિભાવે એક જ વસ્તુમાં બે સ્વરૂપ પણ હોય છે. જેમ કે એક ઘટ છે તે ઘટરૂપે એક જ છે. છતાં પટથી વ્યાવૃત્ત છે માટે “અપટ' પણ છે. અને ઇતર એવા ઘટથી વ્યાવૃત્ત છે માટે “અઘટ’ પણ છે જ, તેવી રીતે અનંશ એવું દર્શન ક્ષણક્ષયાદિની બાબતમાં અસમારોપથી વ્યાવૃત્ત છે માટે “સમારોપવાળું છે. અને તે જ નીલાદિદર્શન નીલાદિની બાબતમાં સમારોપથી વ્યાવૃત્ત છે માટે “અસમારોપ' વાળું પણ છે, એમ એક દર્શનમાં અવંશ હોવા છતાં પણ વ્યાવૃત્તિના બળે અસમારોપ અને સમારોપ એમ બન્ને સ્વરૂપ હોઈ શકે છે.
આવું બૌધ્ધનું કહેવું તે પણ સૂપપાદ (યુક્તિસંગત) નથી. કારણ કે વ્યાવૃત્તિ પણ વસ્તુમાં રહેલા કોઈને કોઈ અંશને આશ્રયીને કલ્પાય છે કે એમને એમ કલ્પાય છે? જો “અન્યથા' વાળો પક્ષ કહો એટલે “વસ્તુની સાથે સાધમ્ય વિના એમને એમ વ્યાવૃત્તિ કલ્પાતી હોય તો ચિત્રભાનુ (અગ્નિ) પણ અચન્દ્રથી (ચન્દ્રાદિથી ઈતર એવા સૂર્યાદિથી) વ્યાવૃત્ત છે. એવી કલ્પના વડે ચન્દ્રપણાને પામવો જોઈએ. પરંતુ અગ્નિ ચંદ્રપણાને પામતો નથી. માટે વ્યાવૃત્તિ પણ ગમે તેની ગમે તેમાં થતી નથી. (કંઈક અંશનું સાધર્યુ હોય તો જ થાય છે.) હવે વસ્તુનો કંઈક અંશ હોય તો જ વ્યાવૃત્તિ થાય છે એ પક્ષ જો સ્વીકારવામાં આવે તો વિરૂધ્ધધર્મોનો યોગ આપોઆપ સિધ્ધ થઈ જ જાય છે. તે આ પ્રમાણે -
तद्दर्शनं येन स्वभावेन समारोपाक्रान्तेभ्यो व्यावर्तिष्ट, न तेनैव असमारोपाक्रान्तेभ्योऽपि, येन चामीभ्यो व्यावर्तत, न तेनैव तेभ्योऽपि, तयोर्द्वयोरपि व्यावृत्तयोरैक्यापत्तेः । यदि पुनः स्वभावभेदोऽपि वस्तुनोऽतत्स्वभावव्यावृत्त्या कल्पित एवेति मतम्, तदा कल्पितस्वभावान्तरकल्पनायामनवस्था स्थेमानमास्तिघ्नुवीत । ततो न व्यवसायजननादस्य प्रामाण्यमनुगुणम् । किन्तु व्यवसायस्वभावत्वादेव । एवं प्रामाण्यसहचरं समारोपपरिपन्थित्वमपि वाच्यम् ॥७॥
જેમ સ્ત્રી અને પુરૂષમાં મનુષ્યપણે સમાનતા હોવા છતાં પણ તે બન્નેમાં અનુક્રમે સ્ત્રીત્વ અને પુરૂષત્વ જે અંશો રહેલા છે તેને આશ્રયીને વ્યાવૃત્તિ સંભવી શકે છે. તથા તે બન્નેમાં જે મનુષ્યત્વ અંશ વર્તે છે તે અંશને આશ્રયી અવ્યાવૃત્તિ પણ સંભવે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org