________________
૧૦૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
સાથે વ્યાપ્ત નથી પરંતુ તેના અભાવમાં પણ પ્રત્યક્ષ પ્રમાણમાં વ્યવસાયજનકત્વની સાથે વ્યાપ્ત છે એટલે બન્ને હેતુઓ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી અનેકાતિક છે એમ બૌધ્ધ જે કહેલું. તેનું જૈનદર્શનકારે આટલી સૂક્ષ્મચર્ચા કરવા વડે ખંડન કર્યું છે કે પ્રત્યક્ષ પ્રમાણમાં પણ આ બન્ને હેતુઓ વ્યવસાયજનકસ્વભાવતાની સાથે કોઈ પણ રીતે સિધ્ધ થતાં નથી. પરંતુ વ્યવસાયાત્મકતાની સાથે જ સિધ્ધ થાય છે માટે અમારા આ બન્ને હેતુ સાધ્યાભાવવવૃત્તિ નથી. પણ સાધ્યની સાથે જ વ્યાપ્ત છે.
कथं चैतत् क्षणक्षय-स्वर्गप्रापणशक्त्यादावप्यनुरूपं विकल्पं कदाचिद् नोत्पादयति ? स्वविकल्पवासना-बलसमुज्जृम्भमाणाक्षणिकत्वादिसमारोपानुप्रवेशादिति चेत् ? तदपेशलम्, नीलादावपि तद्विपरीतसमारोपप्रसक्तेः। कथमन्यथा विरुद्धधर्माध्यासात् तद्दर्शनभेदो न भवेत् ? न ह्यनंशं दर्शनं क्वचित् समारोपाक्रान्तं, क्वचिन्नेति वक्तुं युक्तम् ।
अथ तत्तद्व्यावृत्तिवशादनंशस्यापि दर्शनस्य तथा परिकल्पनाददोषः समारोपाक्रान्तेभ्यो हि व्यावृत्तमसमारोपाक्रान्तम्, असमारोपाक्रान्तेभ्यस्तु व्यावृत्तं समारोपाक्रान्तं तदुच्यत इति । तदप्यसूपपादम्, यतो व्यावृत्तिरपि वस्त्वंशं कञ्चिदाश्रित्य कल्प्यते, अन्यथा वा ? अन्यथा चेत्, चित्रभानुरप्यचन्द्रव्यावृत्तिकल्पनया चन्द्रतामाद्रियेत । वस्त्वंशाश्रयणपक्षे तु सिद्धे विरुद्धर्माध्यासः । तथाहि -
તથા હે બૌધ્ધ ! તમને બીજા દોષો પણ આવે છે તે આ પ્રમાણે - જેમ પ્રથમસમયવર્તી નીલાદિદર્શનાત્મક નિર્વિકલ્પકશાન ઉત્તરસમયમાં તેને જ વિષય કરનારૂં અનુરૂપ વિકલ્પવાળું વ્યવસાયાત્મક જ્ઞાન કરે છે, અને આ રીતે વ્યવસાયજનક હોવાથી તમે દર્શનને પ્રમાણ કહેવા ઈચ્છો છો તેવી જ રીતે ક્ષણક્ષય, અને સ્વર્ગપ્રાપણની શક્તિ આદિમાં પણ તેને જ અનુરૂપ વિકલ્પને આ દર્શન કેમ ઉત્પન્ન કરતું નથી? નીલાદિદર્શનના વ્યવસાયનું જનક વિકલ્પજ્ઞાન ઉત્તરસમયમાં થાય છે, તેવી જ રીતે રૂદ્ધ નીતાવિનં ક્ષા, આવા પ્રકારનું તે નીલાદિદર્શનમાં જે ક્ષણક્ષયનું જ્ઞાન છે, તેનો ઉત્તરસમયે રૂદ્ર ક્ષૐિ દ્ર ક્ષાત્ આવા પ્રકારનો અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય તે દર્શન કેમ નથી જન્માવતું? તેવી જ રીતે અહિંસાચિત્તક્ષણ અને દાનચિત્તક્ષણમાં જે સ્વર્ગપ્રાપણશક્તિ છે. તેનો ઉત્તરસમયે અનુરૂપવિકલ્પવાળો વ્યવસાય કેમ ઉત્પન્ન થતો નથી ? નીલાદિદર્શનની જેમ ક્ષણક્ષય અને સ્વર્ગપ્રાપણશક્તિમાં પણ અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય ઉત્તરસમયમાં કોઈ વખત પણ કેમ ઉત્પન્ન થતો નથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org