________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
૧૦૭
જેમ રાવણ રામચંદ્રજીને પહોંચવા અસમર્થ છે તેમ અહીં સમજવું. (= રાક્ષસ, રાવણ. વાશરથ = રામચંદ્રજીને). સારાંશ કે દ્વિતીયસમયવર્તી વિકલ્પજ્ઞાનરૂપી રાવણરાક્ષસ, પૂર્વસમયવર્તી દશ્યવસ્તુરૂપી રામચંદ્રજીને વિષય કરવાને = એકરૂપે જાણવાને અપર્યાપ્ત છે.
ત્રીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે ત્રીજા પક્ષમાં જે જ્ઞાનાનત્તર કહેશો તે જ્ઞાન પણ શું સવિકલ્પક ? કે નિર્વિકલ્પક? એમ બે યુગલની કલ્પના કરવી જ પડશે, તે બે વિકલ્પયુગલની કલ્પનાને કર્યા વિના એક જ જ્ઞાનમાત્રથી દશ્ય અને વિકપ્ય એમ બે વિષય માનવામાં વિરોધ આવશે, જો એક જ જ્ઞાન માનો તો પરસ્પર વિરોધી એવા બન્ને વિષયો એક જ્ઞાનમાં ઘટી શકે નહી. અને જો નિર્વિકલ્પક તથા સવિકલ્પક એવાં બે જ્ઞાનોનું અતિક્રમણ (ઉલ્લંઘન) ન કરો, અનતિક્રમણ કરો એટલે કે બન્ને જ્ઞાનો અલગ અલગ માની બે વિકલ્પો કરો તો હાલ જે ચર્ચા ચાલે છે તેમાં પ્રથમસમયવર્તી જ્ઞાન નિર્વિકલ્પક છે અને ઉત્તરસમયવર્તી જ્ઞાન સવિકલ્પક છે માટે વિષયોપદર્શકતા ઘટતી નથી. તે બેસાડવા જે આ જ્ઞાનાન્તર કહ્યું તે જ્ઞાનાન્સર પણ જો નિર્વિકલ્પક-સવિકલ્પક એમ બે વિકલ્પયુગલવાળું થશે તો પાછા ત્યાં પણ તે જ દોષો પુનઃ આવશે. તથા વળી બીજો એ પણ દોષ આવશે કે બે પ્રકારનાં આ નવાં જ્ઞાનો માનવાથી તે નવાં બન્ને જ્ઞાનો દશ્ય અને વિકણને એમ ક્રમશઃ એકેકને જ વિષય કરશે, આ બન્નેમાંનું કોઈ પણ એકજ્ઞાન ઉભયને જણાવનાર તો બનશે જ નહી અને જે જ્ઞાન ઉભયનું અગોચર હોય તે ઉભયવિષયની એકતાને સમજાવવાને કેવી રીતે કુશળતા ધરાવનારું કહેવાય ? જે જ્ઞાન ઉભયવિષયને ન જાણે તે જ્ઞાન ઉભયની એકતા કરવાને પણ સમર્થ થતું નથી. તે આ પ્રમાણે -
જે જે જ્ઞાન જે જે વિષયનું અગોચર હોય તે તે જ્ઞાન તે તે વિષયની એકતા કરવાને કુશળ થતું નથી. જેમ કે ઘટજ્ઞાન (કલશજ્ઞાન) વૃક્ષત્વ અને શિશપાત્વને વિષય કરતું નથી તેથી તે બન્ને વિષયોની એકતા પણ કરાવી શકતું નથી. તેવી રીતે અહીં તમે માનેલું આ પ્રસ્તુત જ્ઞાનાન્સર પણ ઉભયવિષયને ન જાણતું હોવાથી ઉભયની એકતા કેમ કરાવી શકે? માટે ત્રીજો પક્ષ પણ ઉચિત નથી.
આ પ્રમાણે વ્યવસાય ઉત્પન્ન કરનાર હોવાથી પ્રત્યક્ષ પ્રમાણની પ્રમાણતા સિધ્ધ થતી નથી. જેનોએ જે સમારોપપરિપબ્ધિ હોય તે તે વ્યવસાયાત્મક હોય છે અને જે જે પ્રમાણ હોય છે તે તે વ્યવસાયાત્મક હોય છે. એમ બે વ્યાપ્તિ પૂર્વે મૂળસૂત્રમાં બતાવી હતી. તેમાં બૌધ્ધ અતિવ્યાપ્તિ આપી હતી કે આ બન્ને હેતુઓ વ્યવસાયાત્મક સાધ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org