________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
૧૦૫
न च तदुभयागोचरं ज्ञानं तदुभयैक्यमाकलयितुं कौशलमालम्बते । तथाहि -यद् यद् न गोचरयति, न तत् तदैक्यमाकलयितुं कुशलम् । यथा - कलशज्ञानं वृक्षत्वशिंशपात्वयोः । तथा च प्रकृतमिति । तन्न व्यवसायजननात् प्रत्यक्षस्य प्रामाण्यमुपपादकम् ।
હવે ઉપરની વાત સાંભળ્યા પછી બૌધ્ધ સ્વબચાવ માટે કદાચ આવી દલીલ કરે કે - પૂર્વસમયમાં થનારા નીલાદિદર્શનનો જે વિષય છે. તે “ફર્વ ક્ષિત્રિ' આ કંઈક છે એવો સામાન્ય વિષય છે અને તે દર્શનનો વિષય હોવાથી દેશ્ય છે અને બીજા ક્ષણે થનારા વિકલ્પજ્ઞાનનો વિષય પણ તે જ સામાન્ય છે. પરંતુ તે “અવસ્તુ' રૂપ છે. કારણ કે વિકલ્પજ્ઞાનનો વિષય હંમેશાં વ્યવસાય છે. વિકલ્પજ્ઞાન વ્યવસાયને જ જણાવે છે અને જે આ સામાન્ય છે તે તેનાથી ઇતર એવા વિશેષના અભાવાત્મક છે. વિકલ્પજ્ઞાનનો વિષય જે વ્યવસાયરૂપ વિશેષ, તેના અભાવાત્મક હોવાથી આ સામાન્ય અવસ્તુ રૂપ છે. આ પ્રમાણે પૂર્વસમયવર્તી દર્શનનો વિષય દશ્ય અને ઉત્તર સમયવર્તી વિકલ્પજ્ઞાનનો વિષય અવસ્તુ છે. તથાપિ દશ્ય એવી વસ્તુ અને વિકપ્ય એવી અવસ્તુ, એ બન્નેનું એકીકરણ અમે માનીશું, તેથી વિકલ્પજ્ઞાન “અવસ્તુરૂપ સામાન્ય” ને જણાવતું હોવા છતાં પણ દર્શનના વિષયભૂત સામાન્ય જે દશ્ય છે તે વસ્તુરૂપ છે. તેની સાથે ભળેલો હોવાથી આ વ્યવસાય પણ વસ્તુનો જ ઉપદર્શક બનશે. દશ્ય એવુ સામાન્ય વસ્તુસ્વરૂપ છે અને વિકપ્ય એવું સામાન્ય અવસ્તુસ્વરૂપ છે પરંતુ બન્નેનું એકીકરણ થવાથી અવસ્તુ પણ વસ્તુરૂપ બનવાથી વ્યવસાય જે સામાન્યને બતાવે છે તે પણ વસ્તુરૂપ એવા જ સામાન્યનો ઉપદર્શક બનશે.
આવું જો બૌધ્ધ કહે તો અમે તેમને પુછીએ છીએ કે પ્રથમસમયવર્તી દશ્યસામાન્ય, અને ઉત્તરસમયવર્તી અવસ્તુરૂપ વિકધ્ય સામાન્ય, આ બન્નેનું તમે જે એકીકરણ કહ્યું તે એકીકરણ કેવું માનો છો ? શું તે એકીકરણ એકરૂપતાનું આપાદન છે? એટલે કે બન્ને મળીને એકરૂપ જ બની જાય છે? કે એકપણાનો અધ્યવસાયમાત્ર છે? એટલે કે છે તો ભિન્ન-ભિન્ન, માત્ર એકરૂપે ઉપચારથી માનેલ છે? જો પ્રથમપક્ષ કહો તો આ બેમાંથી ગમે તે એકનું જ અસ્તિત્વ રહેશે. અર્થાત્ જે દશ્યસામાન્ય છે તે વસ્તુરૂપ છે અને જે વિકર્ણસામાન્ય છે એ અવસ્તુરૂપ છે. હવે જ્યારે વસ્તુરૂપ દેશ્ય અને અવસ્તુરૂપવિષ્ય આ બન્ને જો એક જ બની જતા હોય તો બન્ને કાં તો વસ્તુરૂપ થવા જોઈએ, અને કાં તો બન્ને અવસ્તુરૂપ થવા જોઈએ, અન્યથા એકીકરણ ઘટી શકે નહી. (જો બન્નેને વસ્તુરૂપ માનવામાં હા પાડશો તો વિકલ્પજ્ઞાન પણ પ્રમાણ થઈ જશે અને જો બન્નેને અવાસ્તુરૂપ માનવામાં હા પાડશો તો નિર્વિકલ્પકજ્ઞાન પણ અપ્રમાણ થઈ જશે એમ ઉભયથા તમને દોષ આવશે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org