________________
૧૦૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
અને પ્રાપણ માનવું પડશે. આવી અતિવ્યાપ્તિની આપત્તિ આવશે.
હવે કદાચ તમે એમ કહો કે નીલાદિદર્શનમાંથી વ્યવસાય પણ ઉત્પન્ન થાય છે અને સંશયાદિ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ વ્યવસાયને ઉત્પન્ન કરનારૂં જે દર્શન છે તે જ દર્શન સ્વવિષયોપદર્શક બને છે. કારણ કે દર્શનકાળે જણાયેલ જે વિષય છે તેના સામાન્યનો વ્યવસાય કરાવનાર જ વિકલ્પજ્ઞાન (વ્યવસાયજ્ઞાન) છે. માટે તેવા પ્રકારના પોતાના સામાન્યનો વ્યવસાય કરાવનાર જે જ્ઞાન હોય, તેનું જનક જે દર્શન હોય તે દર્શન સ્વવિષયોપદર્શક બને. પરંતુ સંશયાદિમાં પોતાના સામાન્યનો વ્યવસાય થતો નથી. સંશય જ રહે છે અથવા વિપર્યયજ્ઞાન થાય છે. પરંતુ સંશયાદિમાં સ્વવિષયના સામાન્યનો નિર્ણય થતો નથી. તેથી તેવા સંશયાદિનું જનક જે દર્શન છે તે દર્શન સ્વવિષયોપદર્શક બનશે નહી માટે પ્રમાણ ગણાશે નહી. હે બોદ્ધો ! જો તમે આવો બચાવ કરો તો તે પણ અપ્રશંસનીય છે કારણ કે વિકલ્પજ્ઞાનને ઉત્પન્ન કરનારું જે દર્શન છે તેને તમે દર્શનના વિષયભૂત એવા સામાન્યનું વ્યવસાયક થયું છતું વિકલ્પજ્ઞાનને ઉત્પન્ન કરતું હોવાથી સ્વવિષયોપદર્શક માનો છો. પરંતુ આ જે સામાન્ય છે તે પણ અજવસ્તુના અપોહરૂપ છે. એટલે ઇતરપદાર્થના અભાવાત્મક છે અને જે અભાવાત્મક હોય છે તે અવસ્તુ હોય છે. જેમ સંશયજ્ઞાન સંશયાદિ ઉત્પન્ન કરે છે. પરંતુ યથાર્થવ્યવસાય ઉત્પન્ન કરતું નથી. આ પ્રમાણે જે વિકલ્પજ્ઞાન છે તે પણ અન્યાપોહ રૂપ એવા અવસ્તુ સ્વરૂપ સામાન્યનો વ્યવસાય કરાવનાર હોવાથી તેને ઉત્પન્ન કરનારું દર્શન પણ સ્વવિષયોપદર્શક બની શકશે નહી. માટે તેવા વિકલ્પજ્ઞાનનું જનક એવું દર્શન પણ સ્વવિષયોપદર્શક બનશે નહિ. તેથી નીલાદિદર્શન પ્રમાણ અને પ્રવર્તક બનશે નહી. જો વિકલ્પજ્ઞાને યથાર્થવ્યવસાય ઉત્પન્ન કર્યો હોત તો હજુ કદાચ દર્શન સ્વવિષયોપદર્શક બનત. પરંતુ એમ તમે માન્યું નથી માટે તમારી આ વાત ઉચિત નથી.
__ अथ दृश्यविकल्प्ययोरेकीकरणाद् वस्तूपदर्शक एव व्यवसाय इति चेत् ? नन्वेकीकरणमेकरूपतापादनम्, एकत्वाध्यवसायो वा ? प्राचि पक्षे, अन्यतरस्यैव सतत्त्वं (सत्त्वं ?) स्यात् । द्वितीये तु, उपचरितमेवानयोरैक्यम् । तथा च कथमेष व्यवसायो विषयोपदर्शकः स्यात् ? न हि षण्डः कुण्डोघ्नीत्वेनोपचरितोऽपि पयसा पात्री पूरयति ।
किञ्च, तदेकत्वाध्यवसायो दर्शनेन, विकल्पेन, ज्ञानान्तरेण वा भवेत् ? नाऽऽद्येन, दर्शनश्रोत्रियस्याऽध्यवसायश्वपाकसंस्पर्शासंभवात् । न च तस्य विकल्प्यं विषयतामेति । न द्वितीयेन, विकल्पकौणपस्य दृश्य-दाशरथिं गोचरयितुमपर्याप्तत्वात् । नापि तृतीयेन, निर्विकल्पक-सविकल्पकविकल्पयुगलानतिक्रमेण दृश्य-विकल्प्यद्वय विषयत्वविरोधात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org