________________
૧૦૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
(વ્યવસાય-નિર્ણય-વિકલ્પ-આ આમ જ છે એવો નિશ્ચય) ઉત્પન્ન થાય છે. એટલે આ અધ્યવસાય (વ્યવસાય) પ્રગટ થાય ત્યાં સુધી દર્શનનો વ્યાપાર ચાલુ રહે છે. હવે જે દર્શનમાંથી અધ્યવસાય પ્રગટ થવા રૂપ વ્યાપાર જન્મ, અર્થાત્ જે દર્શન અધ્યવસાયાત્મક વ્યાપારવાળું હોય તે જ દર્શન વિષયોપદર્શક બને, અને જે દર્શન થવા છતાં તેમાંથી અધ્યવસાયાત્મક વ્યાપાર ન જન્મે, તે દર્શન વિષયોપદર્શક ન બને એમ અમે માનીશું, જે દર્શનની (નિર્વિકલ્પકજ્ઞાનની) પાછળ અધ્યવસાય (વ્યવસાય) રૂપ વ્યાપાર ન આવે તે નીલાદિદર્શન વિષયો પદર્શક (અને પ્રમાણ) નથી. એમ અમે માનીશુ. પરંતુ વિષયોપદર્શકતા અને પ્રમાણતા તો નીલાદિદર્શનમાં (નિર્વિકલ્પકજ્ઞાનમાં) જ માનીશું. પાછળ થનારા વ્યવસાયિ જ્ઞાનમાં નહીં.
જૈન :- બૌધ્ધોની ઉપરની જે વાત છે. તેથન્યમ્ = તે વાત પણ અલ્પ છે અર્થાત્ તુચ્છ છે - નિરર્થક છે. કારણ કે નિર્વિકલ્પકજ્ઞાનમાંથી અધ્યવસાય (વ્યવસાય-નિર્ણય) જન્મે છે. એમ તમે કહો છો. એટલે નિર્વિકલ્પકજ્ઞાન પૂર્વસમયવર્તી છે અને કારણ કહેવાય છે. તથા વ્યવસાય એ ઉત્તરસમયવર્તી અને કાર્ય કહેવાય છે. આ પ્રમાણે વ્યવસાય એ નિર્વિકલ્પકજ્ઞાનનું કાર્ય થવાથી ભિન્નકાલવર્તી થવાથી તેન = તે વ્યવસાયવડે તસ્ય = તે નિર્વિકલ્પકજ્ઞાનને વ્યાપારવાળાપણું તમે જે ઘટાવા જાઓ છો. તે ઘટી શકશે નહિ. કારણ કે જ્યાં સુધી દર્શન છે ત્યાં સુધી વ્યવસાય આવતો નથી. અને જ્યારે વ્યવસાય આવે છે ત્યારે દર્શન રહેતું નથી. માટે “અધ્યવસાયાત્મક વ્યાપારવાળું આ દર્શન' આવું વિશેષણ દર્શનમાં ઘટતું જ નથી.
તુ વા તત્ = અથવા આ વિશેષણ જો કે દર્શનમાં ઘટતું નથી. તેથી તમારો આ બચાવ વ્યાજબી નથી. છતાં માનો કે એમ હો તો પણ અમે તમને પૂછીએ છીએ કે જે નિર્વિકલ્પકજ્ઞાન છે. અર્થાત્ દર્શન છે. તેને જ તમારે વિષયોપદર્શક અને પ્રમાણ જો માનવું જ છે અને કહેવું જ છે. તો પછી તેની પાછળ “અધ્યવસાયાત્મક વ્યાપાર' આવે તો જ દર્શન પ્રમાણ અને અન્યથા નહી. આ પ્રમાણે પાછળ “અધ્યવસાયાત્મક વ્યાપારવાળો વ્યવસાય જોડવાની જરૂર શું ? તે દર્શનના વ્યાપારભૂત એવો આ વ્યવસાય દર્શનના વિષયનો ઉપદર્શક છે ? એટલે વ્યવસાય જોડો છો ? કે તે વ્યવસાય દર્શનના વિષયનો અનુપદર્શક છે ? એટલે તે વ્યવસાય દર્શનમાં જોડો છો? - હવે જો પ્રથમપક્ષ કહો કે પ્રથમ સમયવર્તી થયેલ નિર્વિકલ્પકજ્ઞાનાત્મક દર્શન વ્યવસાયશૂન્ય છે પરંતુ તેનામાંથી સમયાન્તરે ઉત્પન્ન થનારો અધ્યવસાયાત્મક વ્યાપારવાળો વ્યવસાય એ દર્શનના જ વિષયનો ઉપદર્શક છે એટલે ભાવિમાં આવનારો આ વ્યવસાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org