________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
પ્રમાણતાનું કારણ તમે માનો છો, હવે આ વિષયોપદર્શકતા આવે ક્યારે ? શું નીલાદિદર્શન ઉત્પન્ન થયા પછી સમયાન્તરે વ્યવસાય જન્મે ત્યારે આવે કે નીલાદિદર્શન જે સમયે જન્મે છે તે જ સમયે તેની સાથે જ આ વિષયોપદર્શકતા આવે ?
૧૦૦
જો પહેલો પક્ષ કહો તો - પ્રથમ સમયે જે નીલાદિદર્શન ઉત્પન્ન થયું છે. તે દર્શન સમયાન્તરે વ્યવસાયાત્મક વિકલ્પ ઉત્પન્ન થવા કાલે વિષયોપદર્શક બને તો તમારા મતે સર્વે વસ્તુઓ ક્ષણિક હોવાથી તે નીલાદિદર્શન તો વિનાશ પામી ગયું. કારણ કે નીલાદિદર્શન પણ ક્ષણિક હોવાથી માત્ર સમયવર્તી જ છે. હવે જો નીલાદિદર્શન જ નષ્ટ થઈ ચુક્યું તો તેમાં આવનારૂં વિષયોપદર્શકપણું (અને તેનાથી આવનારી પ્રમાણતા) પણ ક્યાં ઠેરશે ? તમારે જે નીલાદિદર્શનને વિષયોપદર્શક કરવું હતું અને તેનાથી તેને પ્રમાણ કહેવું હતું. પરંતુ જ્યારે પ્રથમ-સમયમાં નીલાદિદર્શન હતું ત્યારે વિષયોપદર્શકતા અને પ્રમાણતા આવી નહિ, અને જ્યારે સમયાન્તરે વ્યવસાય ઉત્પન્ન થયો અને વિષયોપદર્શકતા તથા પ્રમાણતા આવવા લાગી ત્યારે તે જેમાં આવવાની હતી તે આધારભૂત નીલાદિદર્શન જ ક્ષણિક હોવાથી નષ્ટ થઈ ગયું. તેથી કેવી રીતે નીલાદિદર્શનને તમે વિષયોપદર્શક અને પ્રમાણ કહી શકશો ?
હવે જો બીજો વિકલ્પ કહો - તો એટલે કે જે સમયે નીલાદિદર્શન ઉત્પન્ન થાય છે તે જ સમયમાં તેની સાથે જ વિષયોપદર્શકતા પ્રગટ થઈ જાય છે અને તેના કારણે પ્રમાણતા પણ ઉત્પન્ન થઈ જ જાય છે તો પછી સમયાન્તરે તેમાં વ્યવસાય (નિર્ણય-વિકલ્પ) ઉત્પન્ન થાય છે એમ કહેવાની શી જરૂર રહી ? જેમ કોઈ આત્માને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય પરંતુ દીક્ષા લીધી ન હોય તો તો તેની દીક્ષાની વિધિમાં આવતું જે મુંડન છે તેના માટેનું મુહૂર્ત જોવાનું હોય. પરંતુ ભાવ વિશેષાદિ કોઈ પણ કારણોસર પ્રથમ દીક્ષા લઈ લીધી અને તેની સાથેનું મુંડન, મુહૂર્ત જોયા વિના તે જ કાલે કરી લીધું તો પછી તેના માટે મુહૂર્ત જોવાનો અર્થ શું ? એટલે કે - કર્યુ છે ક્ષૌરકર્મ (મુંડન ક્રિયા) જેણે એવા આત્માને નક્ષત્રાદિ જોવા તુલ્ય પાછળથી પ્રગટ થતા નીલાદિદર્શનના વિકલ્પ (વ્યવસાય)ની અપેક્ષા રાખવાની શી જરૂર ? કારણ કે તમન્તરેપિ તે વ્યવસાય વિના પણ પ્રથમ સમયે જ નીલાદિદર્શનની ઉત્પત્તિ સાથે ‘વિષયોપદર્શકતા' અને તેનાથી થનારી પ્રમાણતા’ તો સિધ્ધ થઈ જ ચુકી પછી વ્યવસાય થાય તો શું અને ન થાય તો પણ શું ?
=
તથા વળી તમારો બૌધ્ધોનો આવો જે સિધ્ધાન્ત છે કે નીલાદિદર્શનમાં ‘‘ત્રૈવ જે સમયે જ નાં = આ વ્યવસાયની ઉત્પત્તિને નનયેત્ = જન્મ આપે તે જ સમયે અન્ય = આ નીલાદિદર્શનની પ્રમાણતા સમજવી” આવું જે રાદ્ધાન્ત
સિધ્ધાન્તવચન છે. તેનો
Jain Education International
For Private & Personal Use Only
=
=
www.jainelibrary.org