________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
હવે કદાચ કે બૌધ્ધ ! તમે એમ કહો કે અનાદિકાલીન પોતાના મનના વિકલ્પોની (મિથ્યા) વાસનાના બળથી ઉત્પન્ન થતા ‘આ અક્ષણિક છે, આ અક્ષણિક છે' ઇત્યાદિ રૂપ સમારોપનો (ભ્રમનો) તેમાં અનુપ્રવેશ થયેલો હોવાથી ત્યાં અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય થતો નથી. એમ જો કહેશો, તો એટલે નીલાદિદર્શન થયા પછી રૂવું નીતમ્, તું નીતમ્, ઇત્યાદિ વિષયક અનુરૂપ વિકલ્પોવાળો વ્યવસાય થાય છે, તેમ નીલાદિદર્શનમાં રહેલા ક્ષળિત્વ માં અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય થતો નથી, કારણ કે આ જગતના તમામ પદાર્થો ક્ષણિક હોવા છતાં ક્ષણે ક્ષણે સર્વથા અપૂર્વ થતા હોવા છતાં પણ અનાદિકાળથી લાગેલી જે મિથ્યાવાસના છે અસાન છે તેના બળે ક્ષણિકવસ્તુ પણ અક્ષણિક જ દેખાયા કરે છે તેથી આવા પ્રકારની અક્ષણિકપણાની જે ભ્રાન્તિ છે તે અંદર પ્રવેશેલી છે. માટે ક્ષણક્ષયિમાં અને સ્વર્ગપ્રાપણશક્તિમાં આવા પ્રકારના અનુરૂપ વિકલ્પવાળો વ્યવસાય થતો નથી એમ જો તમે બૌધ્ધો કહેશો તો તે તમારૂં કહેવું અમનોહર છે તે આ પ્રમાણે -
નીલાદિદર્શનમાં પણ તેનાથી વિપરીત સમારોપ (વિપરીતભ્રમ) થઈ શકે છે. એટલે કે જેમ નીલાદિદર્શનના ક્ષણિકપણામાં અનાદિમિથ્યાવાસનાના કારણે અક્ષણિકપણાનો ભ્રમ થાય છે. તેવી જ રીતે નીલાદિદર્શનની બાબતમાં પણ મોહની વાસનાને લીધે તું અનૌત્તમ્, પીતં શ્વેત વા ઇત્યાદિ સમારોપ સંભવી શકે છે. તેથી તેમાં પણ ભ્રમ થવાથી વિષયોપદર્શકતા આવશે નહિ, વ્યવસાયજનકતાને બદલે ભ્રમજનકતા ત્યાં પણ સંભવી શકે છે. અન્યથા = જો એમ નહી માનો તો એક જ પ્રકારના ‘નીલાદિદર્શનમાં’ નીલાદિની બાબતમાં અભ્રમ અને ક્ષણિકત્વની બાબતમાં ભ્રમ એમ ઉભય, પરસ્પર વિરૂધ્ધ ધર્મોનો યોગ થવાથી દર્શનભેદ કેમ નહી થાય ? અર્થાત્ એક જ દર્શનના બે ખંડ થઈ જશે કારણ કે અનંશ એવું (અખંડ એવું) એક જ દર્શન કવચિદ્ (ક્ષણક્ષયની બાબતમાં) સમારોપથી આક્રાન્ત (ભ્રમવાળું), અને કવચિદ્ (નીલાદિની બાબતમાં) તેવુ નહી, અર્થાત્ સમારોપથી રહિત (અર્થાત્ ભ્રમ વિનાનું) હોય આવું કહેવું તે યુક્તિસંગત નથી.
૧૦૯
નીલાદિવિષયક એક જ દર્શન અખંડ હોય તો એક જગ્યાએ ભ્રમવાળું અને બીજી જગ્યાએ ભ્રમ વિનાનું એમ પરસ્પર વિરૂધ્ધ ધર્મોનો યોગ ન હોઈ શકે, અને જો પરસ્પર વિરૂધ્ધ ધર્મોનો યોગ કહેશો તો નીલાદિદર્શન અખંડ રહેશે નહિ.
હવે કદાચ તમે એમ કહો કે અનંશ (અખંડ) એવું પણ દર્શન તે તે વ્યાવૃત્તિના વશથી તેવું કલ્પવામાં આવે તો અમને કોઈ દોષ આવતો નથી. એટલે કે સમારોપથી (ભ્રમથી) વ્યાવૃત્ત છે માટે અસમારોપથી આક્રાન્ત છે. અને અસમારોપથી (અભ્રમથી) વ્યાવૃત્ત છે માટે સમારોપથી આક્રાન્ત છે. એમ તે દર્શન એક જ હોવા છતાં પણ અન્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org