________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
૯૩
જૈન :- જો બૌધ્ધો આ પ્રમાણે કહે તો તે પણ તુચ્છ છે - અસાર છે. જેમ ગોદર્શનમાં અભ્યાસ આદિ ચારે સહકારી કારણો તમને દેખાય છે અને તેનાથી તે ગોદર્શનમાં સંસ્કાર અને સ્મરણજનકતા દેખાય છે. તેની જેમ જ ક્ષણક્ષય આદિ જ્ઞાનોમાં પણ અભ્યાસ આદિ ચારે સહકારી કારણો બરાબર ઘટી શકે છે. વિશેષે ઘટે છે.
(૧) અભ્યાસ બે પ્રકારનો હોય છે. (૧) ભૂયોદર્શન = વસ્તુને વારંવાર જોવી અને (૨) પુનઃ પુનઃ વિજ્યોત્પતિશત્વ = વારંવાર વિકલ્પો ઉત્પન્ન કરવા તે. કહો આ બે અભ્યાસમાંથી અહીં કયો અભ્યાસ સહકારી કારણ તમે કહો છો ? જો ભૂયોદર્શન રૂપ અભ્યાસ ગોદર્શનમાં સહકારી કારણ છે માટે સંસ્કાર અને સ્મરણ થાય છે એમ જો કહો તો ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં પણ આ ભૂયોદર્શનરૂપ અભ્યાસ તો સહકારી કારણ છે જ. જેમ ગાય વારંવાર દેખાય છે. સતત ગાય સામે જોયા જ કરીએ તો પ્રતિસમયે ત્યાં ભૂયોદર્શન છે. તેવી જ રીતે સર્વે પદાર્થો ક્ષણિક છે. ક્ષણે ક્ષણે ક્ષય પામનાર છે. આવું જ્ઞાન પણ શાસ્ત્રબળે, સ્વદર્શનના આગ્રહ બળે, (અક્ષોલીયર:) ઘણા લાંબા કાળ સુધી પણ આ ભૂયોદર્શન થાય જ છે. માટે ત્યાં સહકારી કારણ નથી એમ તમે ભૂયોદર્શનની અપેક્ષાએ કહી શકશો નહિ.
હવે અભ્યાસનો “પુનઃ પુનઃ વિજ્યોત્વિ ' એવો બીજો અર્થ જો કરશો તો એટલે ગોદર્શનમાં આ અભ્યાસ સહકારી કારણ છે અને ક્ષણક્ષયમાં આવા પ્રકારના વિકલ્પોની ઉત્પાદકતા રૂપ અભ્યાસ સહકારી કારણ નથી. એમ જો તમે બૌધ્ધ કહેતા હો તો તે અભ્યાસની બાબત (તમારી અપેક્ષાએ) પર એવા અમને જૈનોને અમાન્ય છે. કારણ કે એવી વારંવાર વિકલ્પોની ઉત્પત્તિ થતી હોય એવું બનતું નથી. અમે હજુ એ સ્વીકારતા નથી. તે બાબતમાં અમારે તમારી સાથે વિવાદ છે. જે વાત વિવાદવાળી હોય, પ્રતિવાદીને માન્ય ન હોય તે સિધ્ધરૂપે રજુ કરાતી નથી.
(૨) ગોદર્શનનું જ્યારે નિરૂપણ કરાય ત્યારે જેમ તેનો પ્રસંગ ચાલે અર્થાત્ પ્રકરણ ચાલે છે માટે પ્રકરણ તેમાં સહકારી કારણ છે). તેવી જ રીતે ક્ષણ-ભિદલિમ = ક્ષણક્ષયના ભાવનું કથન જ્યારે ચાલે ત્યારે તે ક્ષણિકવાદનું પ્રકરણ પણ વિદ્યમાન જ છે પ્રકરણતા તો બન્ને સ્થાને તુલ્ય જ છે. માટે તે પણ સહકારી કારણ બને છે.
(૩) હવે બુદ્ધિપટુતા એ ત્રીજુ સહકારીકારણ જો કહો તો ગોદર્શનમાં જેમ બુદ્ધિની ચતુરાઈ સહકારી કારણ છે. તેમ લયક્ષયના અને નીલાદિદર્શનના જ્ઞાનમાં પણ બુધ્ધિની પટુતા સહકારી કારણપણે સમાન જ છે. એટલે કે આ જે નીલાદિદર્શન થયું છે તે ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org