________________
પ્રમાણ વ્યવસાય સ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
૯૧
ગ્રન્થકારશ્રીએ જૈનાનુમાનમાં પ્રત્યક્ષપ્રમાણથી બાધિતતા આવતી નથી તે સમજાવ્યું. હવે જૈનાનુમાનમાં “અનુમાનપ્રમાણથી બાધિતતા આવે છે એમ બૌધ્ધ જણાવે છે. જેનું ખંડન તે કહી રહે પછી કરાશે) બૌધ્ધ કહે છે કે તમારા જૈનોના અનુમાનમાં “અનુમાનવડે - (પ્રતિસ્પર્ધી અનુમાનવડે) બાધિતતા આવે છે.” - તે આ પ્રમાણે છે. પૂર્વે કહેલું તમારું અનુમાન આ પ્રમાણે હતું - પ્રમ, વ્યવસાયેશ્વમાવ, અમારો પરિપસ્થિત્વીત્ પ્રભાવિત્ Gી આ અનુમાનમાં પક્ષીકૃત પ્રમાણનો જે એકઅંશ પ્રત્યક્ષપ્રમાણ છે. તે વ્યવસાય સ્વભાવવાળો નથી પરંતુ વ્યવસાયવધ્ય છે અર્થાત્ નિર્વિકલ્પક છે. કારણ કે તે પ્રત્યક્ષજ્ઞાન ઈતરવિકલ્પોની સાથે ઉત્પન્ન થાય છે. તે હેતુથી તે નિર્વિકલ્પક છે. જેમ સામે ઘાસ ચરતી ગાય ઉપર આપણી નજર પડી હોય ત્યારે ચક્ષુથી ગાયનું પ્રત્યક્ષજ્ઞાન થતું હોય છે અને મન કોઈ કારણે બીજા વિચારોમાં રોકાયેલું હોય છે એટલે મનમાં ગન્ધર્વના (અશ્વના) વિચારો ચાલતા હોય છે. હવે જો ગાયનું થયેલું ચાક્ષુષજ્ઞાન સવિકલ્પક જ હોત તો મનમાં ગાયથી ઈતર (અશ્વના) વિકલ્પો કેમ ચાલત? માટે પ્રત્યક્ષજ્ઞાન હંમેશાં નિર્વિકલ્પક = વ્યવસાયશૂન્ય હોય છે. અનુમાનનો પ્રયોગ તથા તેની વ્યાપ્તિ આ પ્રમાણે સમજવી -
પ્રત્યક્ષ, નિરવ = (વ્યવસાયવચ્ચ), વિવઃ સહોત્વમનસ્વીત્ (ટીકામાં અન્વયવ્યામિ દર્શાવી નથી પરંતુ વ્યતિરેક વ્યાપ્તિ દર્શાવી છે, જેમ કે જે જે જ્ઞાન નિર્વિકલ્પક નથી, તે તે જ્ઞાન ઈતર વિકલ્પની સાથે ઉત્પન્ન થતું નથી. જેમ કે એક વિકલ્પકજ્ઞાન ચાલતું હોય છે ત્યારે તે જ્ઞાન બીજા વિકલ્પાન્તરની સાથે ઉત્પન્ન થતું નથી. (આ વ્યતિરેક દાત્ત છે). પ્રત્યક્ષજ્ઞાન તો ઈતર વિકલ્પોની સાથે ઉત્પન્ન થાય છે (આ ઉપનય છે). તેથી તે પ્રત્યક્ષજ્ઞાન નિર્વિકલ્પ છે. વ્યવસાયશૂન્ય છે. એમ સાબિત થયું. (આ નિગમન છે.) તમે જૈનો કદાચ એમ કહેશો કે અમારો (બૌધ્ધોનો) - 7 ઘેટું ન સિધ સાધનમ્ = આ હેતુ પક્ષમાં સિધ્ધ નથી. અર્થાત્ અસિધ્ધ છે. તો એમ તમારે કહેવું નહિ. કારણ કે મનમાં ગધર્વના (અશ્વના) વિકલ્પો ચાલતા હોય ત્યારે તે દિશામાં પણ ચક્ષુથી ગાયનું સાક્ષાદ્દર્શન થઈ શકે છે. જો મનમાં અશ્વવિકલ્પો ચાલતે છતે ગાયનું સાક્ષાદ્દર્શન થયું ન હોત તો કાલાન્તરે તે ગાયનું સ્મરણ થઈ આવે છે તે સ્મરણ ઘટી શકે નહિ. આ પ્રમાણે અમારા બૌધ્ધોના પ્રતિસ્પર્ધી અનુમાનવડે જૈનોના અનુમાનના પક્ષનો એકદેશ બાધિત થાય છે. આ પ્રમાણે બૌધ્ધ કહે છે
જૈન - બૌધ્ધ રજુ કરેલું તે કથન પણ કાળવડે કવલિત થઈ જાય છે કાળનો કોળીયો જ બની જાય છે. અમારી સામે ટકી શકતું નથી. કારણ કે ગાયનું કાલાન્તરે સ્મરણ થાય છે તેમ તમે જ કહો છો, કોઈ પણ સ્મરણ સંસ્કાર વિના ન હોય, અને સંસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org