________________
૯ ૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
વ્યવસાયાત્મક જ્ઞાન વિના ન હોય, તેથી નક્કી થાય છે કે ગાયનું જે પ્રત્યક્ષજ્ઞાન થયું છે. તે કાલાન્તરે સ્મરણનું કારણ બનતું હોવાથી વ્યવસાયાત્મક જ પ્રત્યક્ષજ્ઞાન પ્રસિધ્ધ છે. જે નિર્વિકલ્પક જ્ઞાન હોય છે તે સંસ્કારનું કારણ બનતું જ નથી. જેમ કે ક્ષણિકત્વાદિનું જ્ઞાન, સર્વે પદાર્થો ક્ષણિક છે એવું ક્ષણિકત્વનું જે જ્ઞાન છે તે જ્ઞાન નિર્વિકલ્પક હોવાથી સંસ્કારનું આધાયક બનતું નથી અને તેથી જ તેનું સ્મરણ પણ કાલા-તરે બનતું નથી. તેવી જ રીતે જો ગોદર્શન પણ નિર્વિકલ્પક જ હોત તો સંસ્કારનું અનાધાયક બનતું છતું કાળાન્તરે
સ્મૃતિનું અકારણ જ બનત, પરંતુ એમ બનતું નથી માટે ગોદર્શન વ્યવસાયાત્મક છે. નિર્વિકલ્પક નથી. તેથી અમને જૈનોને તમારા પ્રતિસ્પર્ધી અનુમાન વડે “અનુમાનબાધા' પણ આવતી નથી.
अथाभ्यासप्रकरणबुद्धिपाटवार्थित्वेभ्यो निर्विकल्पकादपि प्रत्यक्षाद् गवादौ संस्कार: स्मरणं च समगंस्त, न तु क्षणक्षयादौ, तदभावादिति चेत् ? तदप्यल्पीयः, भूयोदर्शनलक्षणस्याभ्यासस्य क्षणक्षयादावक्षोदीयसः सद्भावात् । पुनः पुनर्विकल्पोत्यादरूपस्य चाभ्यासस्य परं प्रत्यसिद्धत्वात्, तत्रैव विवादात् । क्षणभिदेलिमभावाभिधानवेलायां क्षणिकप्रकरणस्यापि भावात् । बुद्धिपाटवस्य क्षणिकत्वादौ नीलादौ च समानत्वात् । तत्प्रत्यक्षस्य निरंशत्वेन कक्षीकारात्, अन्यथा विरुद्धधर्माध्यासेन तस्य भेदापत्तेः । अर्थित्वस्यापि जिज्ञासितत्वलक्षणस्य क्षणिकवादिनः क्षणिकत्वे सुतरां सद्भावाद् नीलादिवत् । अभिलषितत्वत्पस्य तु तस्य व्यवसायजननं प्रत्यनिमित्तत्वात्, अनभिलषितेऽपि वस्तुनि कस्यापि व्यवसायसम्भवात् । ततो नानंशवस्तुवादिनः क्वचिदेव स्मरणं समगत ।
બૌધ્ધ :- હવે કદાચ બૌધ્ધ આ પ્રમાણે કહે કે - ક્ષણક્ષયિત્વનું જ્ઞાન નિર્વિકલ્પક છે. માટે જેમ સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન કરી શકતું નથી તેવી જ રીતે “ગોદર્શન' પણ નિર્વિકલ્પક જ છે. વ્યવસાયવધ્ય જ છે. સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન કરવામાં અસમર્થ જ છે. પરંતુ (૧) અભ્યાસ, (૨) પ્રકરણ, (૩) બુધ્ધિની પટુતા, અને (૪) અર્થિત્વ, ઇત્યાદિ સહકારી કારણોને લીધે નિર્વિકલ્પક એવા પણ પ્રત્યક્ષ થકી ગવાદિમાં સંસ્કાર અને સ્મરણ ઉત્પન્ન થાય છે. પરંતુ ક્ષણક્ષયિ આદિ જ્ઞાનમાં તે અભ્યાસાદિ સહકારી કારણો ન હોવાથી તેવા પ્રકારના સંસ્કાર અને સ્મરણ થતાં નથી. અર્થાત્ ગોદર્શન સંસ્કારસ્મરણ જન્માવતું હોવા છતાં પણ નિર્વિકલ્પક જ છે. વ્યવસાયશૂન્ય જ છે. (એટલે અનુમાનબાધા તમને આવશે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org