________________
८४
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
છે. આવું જ એક અખંડ-નિરંશ જ્ઞાન થયું છે તે પ્રત્યક્ષજ્ઞાન તમારા વડે નિરંશ-અખંડએક સ્વીકારાયું છે અને જે જ્ઞાન નિરંશ હોય-અખંડ હોય-એક હોય તેમાં પરસ્પરવિરોધી બે ધર્મો ન હોઈ શકે, તેથી “આ નીલાદિદર્શન ક્ષણિક છે” એવું જે નિરંશજ્ઞાન છે તેમાં નીલાદિના દર્શનમાં બુધ્ધિપટુતા, અને તેના ક્ષણક્ષયિના જ્ઞાનમાં અપટુતા એમ પરસ્પરવિરોધી ધર્મો હોતા નથી. જો નીલાદિદર્શનમાં પટુતા હોય તો તેનાથી અભિન્ન એવા ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં પણ પટુતા જ હોય. એટલે સહકારી બનશે જ, અથવા ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં જો બુધ્ધિની અપટુતા જ છે તો નીલાદિદર્શનમાં પણ અપટુતા જ રહેશે એટલે સહકારી ન મળવાથી નીલાદિદર્શનનું પણ પ્રત્યક્ષજ્ઞાન ન થવું જોઈએ. અન્યથા = જો તેમ નહી માનો અને નીલાદિદર્શનમાં પટુતા તથા ક્ષણક્ષયિત્વજ્ઞાનમાં અપટુતા એમ ભિન્ન ભિન્ન માનશો તો વિરૂદ્ધ ધર્મોનો યોગ થવાથી તે બન્ને જ્ઞાનોને ભિન્ન માનવાની આપત્તિ આવશે. અને બન્ને જ્ઞાનો ભિન્ન થવાથી તમારી માનેલી નિરંશતા-અખંડિતતાએકતા ખંડિત થઈ જશે.
(૪) હવે ચોથુ કારણ અર્થિવ કહો તો તે અર્થિત્વ બે પ્રકારનું છે. (૧) જિજ્ઞાસિતત્વ અને અભિલષિતત્વ રૂપ. જિજ્ઞાસિતત્વ એટલે વસ્તુને જાણવાની ઈચ્છા, તમન્ના, અર્થાત્ જિજ્ઞાસા. ગોદર્શન અને નીલાદિદર્શનમાં આવા પ્રકારની જિજ્ઞાસા રૂપ અર્થિવ સહકારી કારણ છે. માટે સંસ્કાર અને સ્મૃતિનું કારણ બને છે. એમ જો કહો તો ક્ષણિકવાદી એવા બૌધ્ધને તો ક્ષણિકત્વ, (એ પોતાનો સિધ્ધાન્ત હોવાથી એ) જાણવામાં પણ જિજ્ઞાસા લક્ષણવાળું અર્થિત્વ તો સારી રીતે હોઈ શકે અને આ અર્થિત્વ સહકારી કારણ હોવાથી ત્યાં પણ સંસ્કાર અને સ્મૃતિ થવી જોઈએ.
હવે “અભિલષિતત્વ' રૂપ અર્થિત્વ જો સહકારી કારણ કહો તો તે વ્યવસાયને ઉત્પન્ન કરવામાં અનિમિત્ત છે. કારણ કે કોઈ વસ્તુ જાણવાની અભિલાષા ન હોય એવા અનભિલષિત વસ્તુમાં પણ કોઈ કોઈ પુરૂષોને તે તે વસ્તુનો વ્યવસાય (નિર્ણય) થતો દેખાય છે. ઘણી વખત જે વસ્તુ જાણવાની ઈચ્છા ન હોય તે વસ્તુ જાણવા અને તેનો નિર્ણય કરવા આત્મા મોહવશ પ્રેરાય છે. માટે અભિલષિતત્વ રૂપ અર્થિત્વ સહકારી કારણ જ નથી. જેમકે સામે મિત્ર આવતો હોય તો તે મિત્રને જાણવો અને તેનો નિર્ણય કરવો એ અભિલષિત છે તેથી તે વ્યવસાય કરવા આત્મા પ્રેરાય છે તેવી જ રીતે સામે શત્રુ આવતો હોય તો તે અભિલષિત નથી. છતાં શત્રુને જાણવા અને તેનો નિર્ણય કરવા આત્મા પ્રેરાય જ છે. એટલે અનભિલષિતમાં પણ વ્યવસાય જનનતા હોય છે. તેથી અભિલષિતતા રૂપ અર્થિત્વ સંસ્કાર-સ્મરણનું કારણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org