________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
આ પ્રમાણે અભ્યાસ, પ્રકરણ, બુદ્ધિપટુતા અને અર્થિત્ય ઇત્યાદિ ચારે સહકારી કારણો નિર્વિકલ્પકજ્ઞાનમાં સહકાર કરે છે પણ ક્ષણક્ષયિત્વ-સ્વર્ગપ્રાપણશક્તિના જ્ઞાનમાં સહકાર કરતાં નથી. એવી બૌધ્ધની યુક્તિ વ્યાજબી નથી. તેથી નિરંશ વસ્તુવાદી એવા બૌધ્ધને કોઈ એક અંશમાં સંસ્કાર-સ્મરણ હોય (અને બીજા અંશમાં ન હોય) એ વાત સંગત થશે નહિ. જો સહકારીકારણો સહકાર કરતાં હોય અને સંસ્કારસ્મરણ કરાવતાં હોય તો બન્ને જગ્યાએ કરાવનાર બને અને સહકાર ન કરતાં હોય તો એકે જગ્યાએ પણ ન કરે, માટે વિ ક્યાંક જ કરે તે વાત વ્યાજબી નથી.
=
तथा च - यद् व्यवसायशून्यं ज्ञानं, न तत् स्मृतिहेतुः । यथा क्षणिकत्वादिदर्शनम् । तथा चाश्वविकल्पकाले गोदर्शनमिति प्रसङ्गः । तथा च तत्स्मृतिहेतुर्न स्याद् । भवति च पुनर्विकल्पयतस्तदनुस्मरणम् । तस्मात् तद् व्यवसायात्मकमिति प्रसङ्गविपर्ययः । एवं च स्मरणात् तस्य व्यवसायात्मकस्यैव सिद्धेर्व्यवसायस्य च व्यवसायान्तरेण समानकालत्वाभावाद् विकल्पेनापि सहोत्पद्यमानत्वादिति हेतुरसिद्धिबन्धकीसम्बन्धबाधित इति સિદ્ધમ્ ।
Jain Education International
ઉપર કરેલી ચર્ચાથી બૌધ્ધને બે દોષો આવે છે. (૧) પ્રસંગદોષ અને (૨) પ્રસંગવિપર્યયદોષ. વાદી જે માન્યતા ધરાવતા હોય તેનાથી વિપરીત અનિષ્ટ માનવાની આપત્તિ પ્રતિવાદીવડે અપાય તે પ્રસંગદોષ, અને વાદી જે માન્યતા ધરાવતા હોય તેની માનેલી ઇષ્ટ માન્યતામાં પ્રતિવાદીવડે વ્યાઘાત કરાય તે પ્રસંગવિપર્યયદોષ કહેવાય છે. અનિષ્ટની આપત્તિ તે પ્રસંગદોષ અને ઇષ્ટનો વ્યાઘાત તે પ્રસંગવિપર્યય દોષ કહેવાય છે. (૨) પ્રસંગદોષ અર્થાત્ અનિષ્ટ આપત્તિદોષ બૌધ્ધ પૂર્વે ‘અથ યંત્ર નિવિઋત્વ તન્નેવ વિલ્પેન મહોત્વદ્યતે યથા વિજ્રો વિલ્પાન્તરેળ' ઇત્યાદિ પદોવાળા વાક્યપ્રબંધમાં કહ્યું છે કે જે જ્ઞાન નિર્વિકલ્પક નથી હોતુ તે ઇતરવિકલ્પોની સાથે ઉત્પન્ન થતું નથી. એટલે કે જે ઇતરવિકલ્પોની સાથે ઉત્પન્ન થાય છે તે નિર્વિકલ્પક હોય છે. જેમકે અશ્વવિકલ્પ મનમાં ચાલતો હોય ત્યારે ગોદર્શન થાય છે માટે ગોદર્શન નિર્વિકલ્પક છે. મનમાં અશ્વવિકલ્પ અને ચક્ષુથી ગોદર્શન બન્ને સાથે થાય છે. જો મનમાં થતા અશ્વવિકલ્પ કાલે ચક્ષુથી ગોદર્શન થતું ન હોત તો કાલાન્તરે ગાયનું સ્મરણ થાત નહિ અને કાળાન્તરે ગાયનું સ્મરણ થાય છે. માટે અશ્વવિકલ્પકાલે ગોદર્શનનું પ્રત્યક્ષ નિર્વિકલ્પક
છે.
આ વાક્યપ્રબંધમાં કહેલી વાતનો સાર એ છે કે બૌધ્ધે અશ્વવિકલ્પકાલે થતા
૯૫
=
For Private & Personal Use Only
www.jainelibrary.org