________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
વં ચ સ્મરણાત્ = આ પ્રમાણે ભાવિમાં ગોદર્શનનું સ્મરણ થતું હોવાથી તે ગોદર્શન નિયમા વ્યવસાયાત્મક જ સિધ્ધ થાય છે. તેથી અશ્વચિંતનકાળે થતુ ગોદર્શન નિયમા સવિકલ્પક જ છે. વ્યવસાયવાળું જ છે. કોઈ પણ એક વ્યવસાય અન્ય વ્યવસાયાન્તરની સાથે સમાન કાલે થતા નથી જ. જ્યારે અશ્વચિંતનમાં મન કામ કરે છે ત્યારે ગોદર્શનમાં મન કામ કરતું નથી અને ગોદર્શનમાં મન કામ કરે છે ત્યારે અશ્વચિંતનમાં મન કામ કરતું નથી. આ બન્ને વિકલ્પો સમાનકાલે ન હોવાથી અર્થાત્ કાળાન્તરે ત્વરાથી ફરતા હોવાથી ‘વિજ્યેનાપિ સહોત્વદ્યમાનાત્' ઇત્યાદિ તમારો હેતુ ‘પ્રત્યક્ષ' નામના પક્ષમાં અવૃત્તિમાન બનવાથી અસિધ્ધિ નામની વ્યભિચારિણી સ્ત્રીના સંબંધવાળો થવાથી બાધિત છે. એમ સિધ્ધ થાય છે.
બૌધ્ધ પૂર્વે અનુમાન કહ્યું છે કે ‘પ્રત્યક્ષ, વ્યવસાયશૂન્યમ્, વિજ્યેનાપિ મહોત્વદ્યમાનત્વાત્' આ અનુમાનમાં જે હેતુ છે તે પ્રત્યક્ષ નામના પક્ષમાં વર્તતો નથી. કારણ કે અશ્વચિંતનકાળે ગોદર્શન નથી અને ગોદર્શનકાળે અશ્વચિંતન નથી આ પ્રમાણે સમાનકાલત્વનો અભાવ હોવાની હેતુની પક્ષમાં અવૃત્તિ થવાથી સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ થાય છે. અશ્વચિંતનકાળે ગોદર્શન અને અશ્વચિંતન આમ બન્ને જે સાથે એકકાળે દેખાય છે તે ભ્રમ છે. ત્વરાથી થાય છે જેમ એક ઉંબાડીયું (બળતું કાષ્ઠ) અતિશય ત્વરાથી ગોળગોળ ફેરવવામાં આવે તો એક જગ્યાએ આગ રહેલી હોવા છતાં પણ સર્વત્ર આગ હોવાનો ભ્રમ થાય છે. તેવી જ રીતે આ બન્ને વિકલ્પો કાળભેદે ભિન્ન હોવા છતાં ત્વરાથી થાય છે માટે ભ્રમ છે એમ જાણવું.
૯૭
अथ न व्यवसायस्वभावत्वेन समारोपपरिपन्थित्व - प्रमाणत्वहेत्वोर्व्याप्तिस्पापादि, तदभावेऽपि व्यवसायजनकत्वमात्रेण तयोः क्वचिद्भावाविरोधात् । अनुमानं हि व्यवसायस्वभावं सत् समारोपपरिपन्थि, प्रमाणं च । प्रत्यक्षं तु व्यवसायजनकमिति को વિરોધ: ? કૃતિ શ્વેત્ -
इह तावत् प्रमाणत्वहेतोर्व्याप्तिस्प्रदर्श्यते प्रमाणं खल्वविसंवादकमवादिषुः सौगताः । अविसंवादकत्वं चार्थप्रापकत्वेन व्याप्तम् । अर्थाप्रापकस्याविसंवादित्वाभावाद् निर्विषयज्ञानवत् । तदपि प्रवर्तकत्वेन व्यापि, अप्रवर्तकस्यार्थाप्रापकत्वात् । तद्वदेव । तदपि विषयोपदर्शकत्वेन व्यानशे, स्वविषयमुपदर्शयतः प्रवर्तकत्व-व्यवहारविषयत्वसिध्धेः । न हि पुरुषं गृहीत्वा ज्ञानं प्रवर्तयति, स्वविषयं तूपदर्शयत् प्रवर्तकमुच्यतेऽर्थप्रापकं चेति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org