________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
ગોદર્શનાદિ પ્રત્યક્ષજ્ઞાનો (૧) નિર્વિકલ્પક માન્યાં છે અને કાળાન્તરે (૨) સ્મૃતિ હેતુ માન્યાં છે. આ બન્ને માન્યતામાં ટીકાકારશ્રી બૌધ્ધને દોષ આપે છે.
‘તથા ત્ર-ચંદ્ર વ્યવસાયન્ચ' ઇત્યાદિ પાઠમાં વ્યાપ્તિ, દૃષ્ટાન્ન, ઉપનય અને નિગમન છે. પરંતુ પ્રતિજ્ઞા અને હેતુવાળું અનુમાન રજુ કર્યું નથી તે સ્વયં સમજી લેવું. તે આ પ્રમાણે છે - અશ્વવન્યાને મવત્ વત્ નો (પક્ષ), તદ્ન મૃતિદેતુઃ (સાધ્ય), વ્યવસાયભૂત્વીત્ “આ અનુમાન ટીકાકારશ્રીનું છે. તેઓ જણાવે છે કે બૌધ્ધને અશ્વચિંતનકાળે થનારૂં જે પ્રત્યક્ષગદર્શન છે તે સ્મૃતિનું કારણ બનશે નહિ, કારણ કે તે ગોદર્શનને તેઓએ વ્યવસાયશૂન્ય માન્યું છે. તેની અન્વયવ્યાપ્તિ આ પ્રમાણે છે - તથા ૨ ઇત્યાદિ ટીકા પાઠ જોડવો - જે જે જ્ઞાન વ્યવસાય શૂન્ય હોય છે તે તે જ્ઞાન સ્મૃતિ હેતુ બનતું નથી. જેમ કે તેઓનું માનેલું ક્ષણિકત્વાદિદર્શન, અશ્વવિકલ્પકાલે થનારૂં ગોદર્શન પણ તેઓએ તેવું જ નિર્વિકલ્પક (વ્યવસાયશૂન્ય) માનેલું છે. આ ઉપનયવાક્ય છે. તથા ૨ તસ્મૃતિદેતુને યાત્ = તેથી તે ગોદર્શન તેઓને સ્મૃતિહેતુ બનશે નહિ, આ નિગમનવાક્ય છે. ગોદર્શનને તેઓ સ્મૃતિ હેતુ માને છે તે આપણે પૂર્વે જણાવેલા વાક્યપ્રબંધમાં જોઈ ગયા છીએ. એટલે ગોદર્શન એ સ્મૃતિ હેતુ છે. આ વાત તેઓને ઇષ્ટ છે. તેથી ગોદર્શન સ્મૃતિ હેતુ બનતુ નથી આ વાત તેઓને અનિષ્ટ છે. પરંતુ ઉપરોક્ત અનુમાનથી ગોદર્શન વ્યવસાયેશૂન્ય હોવાથી સ્મૃતિનો અહેતુ છે. આ વાત તેઓ ન માનતા હોવા છતાં, તેઓને અનિષ્ટ હોવા છતાં માનવાની આપત્તિ આવી પડશે એવી અનિષ્ટ આપત્તિ - એટલે કે પ્રસંગદોષ આવે છે.
भवति च पुनर्विकल्पयतस्तदनुस्मरणम् तस्मात् तद् व्यवसायात्मकमिति પ્રવિપર્યયઃ આ પંક્તિમાં પ્રસંગવિપર્યય દોષ આપ્યો છે. તે બૌધ્ધો અશ્વવિકલ્પકાલે થતા ગોદર્શનને વ્યવસાયશૂન્ય માને છે. આ તેઓને ઇષ્ટ છે. તેનો વ્યાઘાત હવે બતાવે છે કે - વળી કાળાન્તરે તે ગાયનું દર્શન કર્યા પછી વિચારણા કરતાં કરતાં તે ગાયનું અનુસ્મરણ થાય જ છે. તેથી નક્કી થાય છે કે પૂર્વે થયેલું ગોદર્શન વ્યવસાયાત્મક જ હતું. વ્યવસાય શૂન્ય ન હતું. આ પ્રમાણે ગોદર્શનમાં પોતાને ઇષ્ટ વ્યવસાય શૂન્યતાનો વ્યાઘાત થવા રૂપ પ્રસંગ વિપર્યય દોષ આવ્યો. વાતનો સારાંશ એ છે કે “ગોદર્શનમાં જે સ્મૃતિ હેતુતા પોતે માની હતી. તેને બદલે 'સ્મૃતિ અહેતુતા' આવી પડી જે અનિષ્ટ છે માટે અહીં અનિષ્ટની આપત્તિ રૂપ પ્રસંગદોષ થયો તે જ ગોદર્શન વ્યવસાય શૂન્ય માનતા હતા. જે તેઓને ઇષ્ટ હતું તે ઉડી ગયું અને વ્યવસાયાત્મકતા સિધ્ધ થઈ માટે આ ઇન્ટવ્યાઘાત રૂપ પ્રસંગવિપર્યય દોષ આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org