________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
૮૯
પદાર્થો પ્રત્યક્ષપ્રમાણ બન્યા હતા તેમાં રહેલા ક્ષણાયિત્વને પણ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય કરશે જ. પોતાનું સ્વરૂપ જ્યારે દેખાય ત્યારે તેમાં જેમ પદાર્થ જણાય તેમ પદાર્થનું (ક્ષણક્ષયિત્વ) સ્વરૂપ પણ જણાય જ. તથા અહિંસાચિત્ત અને દાનચિત્ત જો પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવાય છે તો તેમાં રહેલું સ્વર્ગપ્રાપણનું સામર્થ્ય પણ સ્વસંવેદનથી અનુભવાય જ. તેથી આ સામર્થ્ય પણ પ્રત્યક્ષ જણાય એવી તમને આપત્તિ આવશે. સ્વરૂપ દેખાડવા દ્વારા જેમ નીલાદિ દર્શનને તમે પ્રત્યક્ષપ્રમાણ માન્યું તેની જેમ ક્ષણક્ષયિત્વ અને સ્વર્ગપ્રાપણસામર્થ્ય જે તમારા મતે અનુમેય છે તે પણ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય માનવાની આપત્તિ આવશે.
હવે જો આ ચોથા પક્ષનો બીજો પક્ષ કહો તો એટલે કે અનુરૂપ વિકલ્પ ઉત્પાદક હોવાથી સ્વસંવેદન પ્રત્યક્ષપ્રમાણ છે એમ કહો તો તે પણ વ્યાજબી નથી. કારણ કે સંહૃતસકલવિકલ્પવાળી અવસ્થામાં સૌ પ્રથમ “નીલાદિ દર્શન” (જેને તમે નિર્વિકલ્પક માનો છો તે) થયા પછી તુરત જ “આ નીલાદિજ્ઞાન છે' એવા પ્રકારના “નીલાદિ' અર્થના ઉલ્લેખમાં શિખરભૂત “સવિકલ્પકતા' નો જ પ્રાયઃ અનુભવ થાય છે. એટલે કે નિર્વિકલ્પક જ્ઞાન પછી સવિકલ્પકતા જ અનુભવાતી હોવાથી “અનુરૂપવિકલ્પોત્પાદકતા રહેલી નથી. નિર્વિકલ્પક જ્ઞાન કર્યા પછી જો તેને અનુરૂપ નિર્વિકલ્પકને નિર્વિકલ્પક જ ધારાવાહી જો ઉત્પન્ન થતી હોત તો અનુરૂપ વિકલ્પોત્પાદકતા કહેવાત. પરંતુ નીલાદિદર્શન થવા રૂપ પ્રથમ નિર્વિકલ્પક પ્રત્યક્ષજ્ઞાન કર્યા પછી અનન્તરસમયે “આ નીલાદિજ્ઞાન છે” એમ, અથવા મને નીલાદિનું જ્ઞાન ઉત્પન્ન થયું. ઇત્યાદિ વિકલ્પવાળું જ = સવિકલ્પક જ જ્ઞાન થાય છે. પરંતુ અનુરૂપ વિકલ્પધારા થતી નથી. કારણ કે જે નિર્વિકલ્પક હોય છે તે જાતિ આદિના ઉલ્લેખથી રહિત હોય છે. તેથી નિર્દેશ કરવો જ શક્ય નથી અને મને નીલદર્શન થયું એવો ઉલ્લેખ અહીં તો થાય છે. માટે સવિકલ્પ જ્ઞાન થાય છે.
તથા “મને નીલાદિનું જ્ઞાન ઉત્પન્ન થયું” આવા પ્રકારનો જ્ઞાનના ઉલ્લેખવાળો, નીલપત આદિ વિશેષધમોના ઉલ્લેખવાળો જ્યાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. ત્યાં પણ એવા પ્રકારના નીલ-પીત આદિ વિશેષધર્મોના ઉલ્લેખવાળા જ્ઞાનમાત્રનો ઉલ્લેખ હોવાથી આ સ્વસંવેદનની ત્યાં જ = સવિકલ્પકાવસ્થામાં જ પ્રમાણતા સિદ્ધ થાય છે. પરંતુ પૂર્વકાલવર્તી નિર્વિકલ્પકાવસ્થામાં પ્રમાણતા સિધ્ધ થતી નથી. કારણ કે નિર્વિકલ્પક પછી સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ નિર્વિકલ્પક અને નિર્વિકલ્પક એવી અનુરૂપધારા ઉત્પન્ન થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org