________________
પ્રમાણ વ્યવસાયસ્વભાવવાળું જ હોય છે તે બાબતમાં બૌદ્ધની સાથે ચર્ચા
તે વ્યવસાયવધ્ય હોવાથી વ્યવસાયસ્વભાવવાળું છે એવું સાધવું તે અમનોહર છે. બાધિત દોષથી દુષ્ટ છે.
જૈન - તે નીલાદિનું દર્શન વ્યવસાયરહિત છે એવું જે તમે ઉપર કહ્યું તે યથાર્થ નથી, ચત: = કારણ કે તસ્ય = તે નીલાદિદર્શન તાક્ષચ = તેવા પ્રકારનું વ્યવસાય સ્વભાવથી વધ્યું છે એવો અનુભવ તમને કયા પ્રત્યક્ષવડે થાય છે.
(૧) શું ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષવડે? (૨) શું માનસપ્રત્યક્ષવડે? (૩) શું યોગિસંબંધી પ્રત્યક્ષવડે? કે (૪) શું સ્વસંવેદન પ્રત્યક્ષવડે ?
(૧) પહેલો પક્ષ જો કહો કે પાંચ ઇન્દ્રિયોથી થનારા પ્રત્યક્ષવડે ‘આ નીલાદિદર્શન વ્યવસાયવધ્ય છે' એવો અનુભવ થાય છે એમ જો કહો તો તમારી તે વાત ઉચિત નથી. કારણ કે “આ નીલાદિદર્શન એ એક પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાન અતીન્દ્રિય છે. ઘટ-પટાદિ પદાર્થોની જેમ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. માટે નીલાદિ દર્શન વ્યવસાયવધ્ય છે કે વ્યવસાયાત્મક છે એવો અનુભવ ઇન્દ્રિયપ્રત્યક્ષથી કરી શકાશે નહી. કારણ કે તે અતીન્દ્રિય હોવાથી ત્યાં પાંચ ઇન્દ્રિયનો સમૂહ વ્યાપારથી પરાંમુખ છે. ત્યાં ઇન્દ્રિયોથી જાણવાનો વ્યવહાર નથી.
(૨) જો બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે તમારા મતે ઇન્દ્રિયજ્ઞાનોથી જે પદાર્થ જાણ્યો હોય, તે જાણેલા પદાર્થોનું અવ્યવહિત બીજા ક્ષણે સાક્ષાત્કાર કરાવવામાં તે માનસશાન કુશલ છે. પરંતુ નીલાદિન તો ઇન્દ્રિયોનો વિષય જ નથી. તો તેના અનારક્ષણે આવનારા માનસપ્રત્યક્ષનો વિષય ક્યાંથી બનવાનું હતું ?
(૩) “યોગીઓને આ પ્રત્યક્ષ છે' એમ કહેવું એ ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે આપણે લોકો છઘસ્થ છીએ. એટલે આપણા જેવા લોકોને યોગીઓના પ્રત્યક્ષજ્ઞાનનો તો સ્પર્શ પણ થતો નથી તો તે યોગિપ્રત્યક્ષને કેમ માની લેવાય? તેથી “યોગી પુરુષો તેવું જાણે છે” એવું બોલવું તે તો કોશપાનદ્વાર (સોગન આપવા દ્વારા) જબરજસ્તીથી સ્વીકાર કરાવવા જેવું છે.
(૪) ચોથો પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે “આત્મ અનુભવથી તમે તેને વ્યવસાયવધ્ય છે અને પ્રમાણ છે” એમ જો કહેતા હો તો અમે તમને પુછીએ છીએ કે શું આ આત્માનુભવ એટલે સ્વરૂપોપદર્શન સમજવું કે અનુરૂપવિકલ્પોત્પાદકતા સમજવી? આ બન્નેમાંથી કયો અર્થ “આત્માનુભવનો' તમે સ્વીકારો છો? સ્વરૂપદર્શન એટલે કે વસ્તુ જે સ્વરૂપે છે તે વસ્તુ તે સ્વરૂપે દેખાય તે, નીલાદિદર્શન નીલવિષયક છે. માટે હું નીલવિષયક જ્ઞાન છું એમ તે જ્ઞાન પોતાની જાતને જણાવે છે, જેમ કે સામે પડેલ ઘટને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org