________________
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
अत्रैकदेशेन पक्षस्य प्रत्यक्षप्रतिक्षेपमाचक्षते भिक्षवः । तथाहि - संहृतसकलविकल्यावस्थायां नीलादि-दर्शनस्य व्यवसायवन्ध्यस्यैवानुभवात् पक्षीकृतप्रमाणैकदेशस्य प्रत्यक्षस्य व्यवसायस्वभावत्वसाधनमसाधीयः।
तदसाधिष्ठम् - यतः - केन प्रत्यक्षेण तादृक्षस्य तस्यानुभवोऽभिधीयते ? ऐन्द्रियेण, मानसेन, योगिसत्केन, स्वसंवेदनेन वा ? नाद्येन - तत्रेन्द्रियकुटुम्बस्य व्यापारपराङ् मुखत्वात् । न च द्वितीयेन, तस्येन्द्रियज्ञानपरिच्छिन्न-पदार्थानन्तरक्षणसाक्षात्कारदक्षत्वात् । न तृतीयेन, अस्मादृशां योगिप्रत्यक्षस्पर्शशून्यत्वात् । योगी तु तथा जानाति, इति कोशपानप्रत्यायनीयम् । नापि तुर्येण, यतः - तत् स्वस्त्योपदर्शनादेव प्रमाणं स्यात्, अनुरूप-विकल्पोत्पादकत्वाद् वा, आद्ये पक्षे - प्रत्यक्षं क्षणक्षयस्वर्गप्रापणशक्त्यादावपि प्रमाणतामास्कन्देत् । द्वितीय-पक्षोऽप्यक्षमः, संहृतसकलविकल्पावस्थाभाविनीलादिदर्शनानन्तरं 'नीलादिरयम्' इत्यर्थोल्लेखशेखरस्यैव विकल्पस्य प्रायेणानुभवात् । यत्रापि नीलादिज्ञानं ममोत्पन्नमिति ज्ञानोल्लेखी विकल्पः, तत्रापि ज्ञानमात्रोल्लेखित्वादस्य तत्रैव दर्शनस्य प्रामाण्यं स्याद्, न तु तन्निर्विकल्पकत्वे ।
બૌધ્ધ - જૈન દર્શનકારોએ ઉપર કહેલા બન્ને અનુમાનોમાં બૌધ્ધદર્શનકારો પ્રત્યક્ષપ્રતિક્ષેપ = પ્રત્યક્ષપ્રમાણથી બાધ” દોષ આપે છે. તે બૌધ્ધદર્શનકારો (ભિક્ષુઓ) આ પ્રમાણે કહે છે કે તમારા (જૈનોના) કરેલા પક્ષમાં એકદેશથી બાધા = પ્રત્યક્ષબાધદોષ આવે છે. જેમ વહ્નિ અનુષ્ઠા:, વ્યત્વાન્ આવું અનુમાન કરીએ તો પ્રત્યક્ષવિરોધ આવે છે કે વદ્વિ અનુષ્ણ નથી પણ ઉષ્ણ છે. તે જ રીતે સંપૂર્ણપક્ષમાં પ્રત્યક્ષબાધ આવતો નથી. પરંતુ પક્ષના એકદેશમાં પ્રત્યક્ષબાધ આવે છે. અહીં “પ્રમા' એ પક્ષ છે. તે દ્વિવિધ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ, તત્રાપિ પ્રત્યક્ષ દ્વિવિધ છે. નિર્વિકલ્પક અને સવિકલ્પક આ તમામ ભેદ-પ્રતિભેદો પ્રમાણ-નામક પક્ષના પેટા ભેદો છે. તેથી તે પક્ષનો જે એકદેશ = નિર્વિકલ્પ પ્રત્યક્ષ = જેમાં સર્વે પણ વિકલ્પોવાળી અવસ્થા સંહત થઈ ચુકી છે = વિકલ્પોવાળી અવસ્થા છે જ નહિ એવી નિર્વિકલ્પકાવસ્થામાં જે નીલાદિનું દર્શન થાય છે તે પક્ષનો એકદેશ છે છતાં વ્યવસાયવધ્ય જ અનુભવાય છે. નિર્વિકલ્પાત્મક હોવાથી વ્યવસાયસ્વભાવવાળું નથી. જેમ કે “દં નીત્વમ્' આવા પ્રકારનું થયેલું નીલાદિદર્શન નિર્વિકલ્પકપ્રત્યક્ષ પ્રમાણ છે છતાં વ્યવસાયવધ્ય છે. તેમાં નીલાદિ વિકલ્પનો જે ઉલ્લેખ છે તે સમજાવનાર વક્તાની અપેક્ષા છે. શ્રોતાની અપેક્ષાએ નથી. શ્રોતાને નીલાદિ પદાર્થ નો જે બોધ થાય છે. તે આ કંઈક છે એ ભાવે નીલાદિપદાર્થનું જ્ઞાન થાય છે માટે પક્ષકૃત જે પ્રમાણ, તેનો એકદેશ જે પ્રત્યક્ષ પ્રમાણ, તેનો પણ એકદેશ જે નિર્વિકલ્પકપ્રત્યક્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org