________________
પ્રમાણજ્ઞાન વ્યવસાય સ્વભાવવાળું જ છે તેની સિદ્ધિ
૮પ
તે જ્ઞાન સમારોપનું વિરોધી હોવાથી અથવા પ્રમાણ હોવાથી વ્યવસાય સ્વભાવવાળું
અહીં તત્ શબ્દથી પ્રમાણ તરીકે માનેલું જ્ઞાન સમજવું. આ પક્ષવાચી પદ છે. આ જ્ઞાન નામના પક્ષમાં વ્યવસાય સ્વભાવ સિદ્ધ કરે છે તેથી વ્યવસાયસ્વભાવ સાધ્ય છે. વ્યવસાય પદનો અર્થ નિશ્ચય અને સ્વભાવ પદનો અર્થ તે નિર્ણય સ્વરૂપ, તાદાત્મક અર્થાત્ નિશ્ચયાત્મક, સમાપ એટલે ભ્રમ સંશય-વિપર્યય, અને અનધ્યવસાય સ્વરૂપ જે અજ્ઞાન, જે ત્રણે અજ્ઞાનોનું હમણાં જ નિરૂપણ કરવામાં આવશે. (સૂત્ર ૮ થી ૧૫),તત્વરિપસ્થિત્વ = તેવા અજ્ઞાનનું જે વિરોધી, એટલે કે અજ્ઞાનથી વિરૂધ્ધસ્વભાવવાળું હોવાથી, અર્થાત્ જે વસ્તુ જેવી છે તેને તેવી જાણનારૂં. યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારૂં એવો અર્થ જાણવો. અથવા પ્રમાણ હોવાથી તે જ્ઞાન તેવું (વ્યવસાય સ્વભાવવાળું) છે એમ પણ જાણવું. મૂળસૂત્રમાં લખેલો વા શબ્દ વિકલ્પઅર્થનો સૂચક છે. તેથી જુદા-જુદા આ બન્ને હેતુઓ પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનના વ્યવસાય સ્વભાવને” સિધ્ધ કરવામાં સમર્થ છે. એકેક હેતુ સ્વતંત્રપણે સાધ્યની સિધ્ધિમાં શક્તિસંપન્ન છે.
બન્ને અનુમાનોનો પ્રયોગ આ પ્રમાણે છે - (૧) પ્રમાણ તરીકે સ્વીકારેલું જ્ઞાન (પક્ષ), વ્યવસાય સ્વભાવવાળું છે. નિશ્ચયાત્મક છે. (સાધ્ય), ભ્રમવિરોધી = અજ્ઞાનવિરોધી હોવાથી (એક હેતુ), અથવા પ્રમાણ હોવાથી (બીજો હેતુ), અન્વયવ્યાપ્તિ અને અન્વયદષ્ટાન્ત નથી તેથી તે બતાવાયાં નથી. જે જ્ઞાન આવું (વ્યવસાયસ્વભાવવાળું) નથી, તે જ્ઞાન તેવું (સમારોપપરિપબ્ધિ અથવા પ્રમાણ) પણ નથી. આ વ્યતિરેક વ્યક્તિ છે. જેમ કે ઘટ, આ ઘટ જડ છે માટે સમારોપપરિપબ્ધિ પણ નથી, અને પ્રમાણ પણ નથી તેથી વ્યવસાય સ્વભાવ પણ નથી જ. વ્યતિરેકવ્યાપ્તિમાં જો કે પ્રથમ સાધ્યાભાવ અને પછી સાધનાભાવ હોવો જોઈએ પરંતુ જ્યાં હીનાધિક દેશવૃત્તિ' હોય એટલે કે હેતુ હીનદેશવૃત્તિ અને સાધ્ય અધિકદેશવૃત્તિ હોય ત્યાં એમ સમજવું. જેમ કે “પર્વતો વદ્વિષાર્ ધૂમત્િ” પરંતુ હેતુ અને સાથે જ્યાં સમદેશવૃત્તિ હોય છે. ત્યાં આવું હોતું નથી પ્રથમ હેતુઅભાવ અને પછી સાધ્યાભાવ પણ કહી શકાય છે.
પ્રસાધનયધિર ચેમ્” આ પદ ઉપનય છે. આ જ્ઞાન ઉપરોક્ત બન્ને હેતુઓનું અધિકરણ છે. અર્થાત્ આ જ્ઞાન સમારોપપરિપબ્ધિ પણ છે અને પ્રમાણ પણ છે જ. તમન્ વ્યવસાયસ્વમratપતિ આ પદ નિગમન સૂચક છે. તેથી આ જ્ઞાન નિર્ણયાત્મક છે. આ બન્ને અનુમાનોથી પ્રમાણ તરીકે માનેલા જ્ઞાનમાં વ્યવસાય સ્વભાવનીનિર્ણયાત્મકપણાની સિધ્ધિ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org