________________
૮૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
જે રીતે ઉપચારથી તે પ્રદીપ અર્થવ્યવસાયમાં કરણ બને છે. તે જ રીતે તે પ્રદીપ ઉપચારથી સ્વવ્યવસાયમાં પણ કરણ બને જ છે. કારણ કે તે દીપક જેમ ઘટ-પટને જણાવે છે તેમ તે જ દીપક પોતાને પણ જણાવે જ છે. તે દીપકનો ઉપલંભ કરવામાં અન્ય પ્રદીપની અપેક્ષા રહેતી નથી પરંતુ પોતાના વડે જ પોતાને આ પ્રદીપ જણાવે છે. તેથી વ્યભિચાર દોષ ક્યાં રહ્યો ? દીપક સ્વવ્યવસિતિમાં પણ કરણ છે માટે અર્થવ્યવસિતિમાં પણ કરણ બની શકે છે. તેમ જ્ઞાન પણ સ્વ-પર પ્રકાશક છે. તેથી અર્થબોધમાં સન્નિકર્ષની સાધકતમ કારણતા અસિધ્ધ છે.
આ જ દિશા પ્રમાણે-કારક સાકલ્યાદિને પણ અર્થવ્યવસાયમાં અસાધકતમપણું સમર્થન કરી લેવું. જેમ સજ્ઞિકર્ષ અર્થબોધમાં કારણ છે પરંતુ સાધકતમ કારણ (અસાધારણ કારણ) નથી. તે જ રીતે બીજા કારકો પણ અર્થબોધ કરાવવામાં અસાધારણ કારણ નથી. જેમ કે-જાણવા લાયક બ્રેય પદાર્થ, વર્તમાન કાલે વિદ્યમાન ન હોય તેવા ભૂત-ભાવિના પદાર્થોનું પણ જ્ઞાન થાય છે. માટે અસાધારણ કારણ નથી, પ્રકાશાદિ કારણો પણ અસાધારણકારણ નથી. તે ન હોય તો પણ અવધિજ્ઞાનાદિથી પદાર્થ જણાય છે. એમ શેષકારકોમાં પણ સ્વયં સમજી લેવું માટે “જ્ઞાન” જ અર્થબોધમાં સાધકતમ કારણ છે. નેપ-૬ll
अथ 'व्यवसायीति' विशेषणसमर्थनार्थमाहुः -
બીજા સૂત્રમાં જણાવેલા પ્રમાણના લક્ષણમાં “જ્ઞાન' પદની સાર્થકતા સમજાવીને હવે ‘વ્યવસાયિ' એવું વિશેષણરૂપે પદ જે મુકેલ છે તેનું સમર્થન કરતાં આચાર્યશ્રી જણાવે છે
तद् व्यवसायस्वभावम्, समारोपपरिपन्थित्वात् प्रमाणत्वाद् वा ॥७॥
तत् - प्रमाणत्वेन संमतं ज्ञानम् । व्यवसायस्वभावं निश्चयात्मकमित्यर्थः । समारोपः - संशयविपर्ययानध्यवसायस्वरूपोऽनन्तरमेव निरूपयिष्यमाणः । तत्परिपन्थित्वंतद्विरुद्धत्वम्-यथावस्थितवस्तुग्राहकत्वमिति यावत् । प्रमाणत्वाद् वा तत् तथाविधम् । वाशब्दो विकल्पार्थः । तेन प्रत्येकमेवामू हेतू प्रमाणत्वाभिमतज्ञानस्य व्यवसायस्वभावत्वसिद्धौ समर्थावित्यर्थः ।
__ प्रयोगौ तु - प्रमाणत्वाभिमतं ज्ञानं व्यवसायस्वभावम्, समारोपपरिपन्थित्वात्, प्रमाणत्वाद् वा, यत् पुनर्नैवम्, न तदेवम्, यथा घटः, प्रोक्तसाधनद्वयाधिकरणं चेदम्, तस्माद् व्यवसायस्वभावमिति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org