________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
જોઈને ‘ઘટોઘં’ એવું જે જ્ઞાન થયું તે જ્ઞાન ઘટનો સાક્ષાત્કાર કરાવે છે. તેમ નીલાદિદર્શન નીલપણાનું તેમાંરહેલું સ્વરૂપ જોતાંની સાથે જ જણાવે તે સ્વરૂપોપદર્શન કહેવાય છે અને પ્રથમ સમયે નીલદર્શન કર્યા પછી તેને જણાવનાર સમયાન્તરે ‘નીતજ્ઞાનમિમ્’આવા પ્રકા૨નો પ્રથમસમયના જ્ઞાનને અનુરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય છે. બીજા સમયમાં થનારા અનુરૂપવિકલ્પનો ઉત્પાદક પ્રથમસમયનું નીલદર્શન છે. માટે તે અનુરૂપવિકલ્પોત્પાદક હોવાથી પ્રમાણ છે. આ બેમાંથી કયો વિકલ્પ તમે સ્વીકારો છો ?
८८
જો પહેલો પક્ષ સ્વીકારશો તો ‘ક્ષણક્ષયમાં, અને સ્વર્ગપ્રાપણશક્તિ' વિગેરેમાં પણ પ્રમાણતા તમારે સ્વીકારવી પડશે તે આ પ્રમાણે - બૌધ્ધદર્શનના મતે ‘ક્ષણ=પદાર્થ’ પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાય છે જેમ ઘટ-પટ-ઇત્યાદિ, પરંતુ તે ક્ષણમાં (પદાર્થમાં) રહેલું ક્ષયિત્વ=વિનાશિત્વ=ક્ષણે ક્ષણે વિનાશ પામવાપણું એ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય નથી, પરંતુ અનુમાનગ્રાહ્ય છે. હવે જો નીલાદિ દર્શન સ્વરૂપોપદર્શક હોય તો તેમાં રહેલા નીલાદિમય પોતાના સ્વરૂપને જેમ તે જણાવે છે તેમ પોતાનામાં જ રહેલું પોતાનું જ ‘ક્ષણે ક્ષણે વિનાશ થવાવાળા પણું અર્થાત્ ક્ષણક્ષયિત્વ, તેને પણ પ્રત્યક્ષથી દેખાડે જ. તે નીલાદિનો આકાર દેખતાંની સાથે જ તેમાં જેમ પ્રત્યક્ષપ્રમાણતા આવી તેવી જ રીતે તેમાં રહેલા ક્ષણક્ષયિત્વને દેખતાંની સાથે જ તે પણ પ્રત્યક્ષપ્રમાણથી જ ગ્રાહ્ય બનશે. જે બૌધ્ધદર્શનને માન્ય નથી. કારણ કે તેઓ તે અનુમેય માને છે. માટે સ્વરૂપોપદર્શક જો કહેશો તો ક્ષણ જેમ પ્રત્યક્ષ છે તેમ ક્ષણક્ષયિત્વ પણ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય બનવાની તમને આપત્તિ આવશે.
તથા સ્વર્ગપ્રાપણશક્તિમાં પણ પ્રત્યક્ષપ્રમાણતા આવવાની આપત્તિ આવશે, અહિંસાના વિચારવાળું જે ચિત્ત તે અહિંસાચિત્ત, તથા દાનાદિ આપવાના વિચારવાળું જે ચિત્ત તે દાનચિત્ત, આ બન્ને ચિત્તો ધર્મમયપરિણામરૂપ હોવાથી સ્વર્ગપ્રાપ્તિમાં હેતુ છે. એટલે અહિંસાચિત્તમાં અને દાનચિત્તમાં સ્વર્ગપ્રાપણનું સામર્થ્ય રહેલું છે. હવે નીલાદિદર્શન પોતાના સ્વરૂપનું ઉપદર્શક હોવાથી પ્રત્યક્ષપ્રમાણ છે એમ જો કહેશો તો અહિંસાચિત્ત અને દાનચિત્ત પણ પોતાના સ્વરૂપનું ઉપદર્શન કરાવવા દ્વારા જ પ્રત્યક્ષપ્રમાણ છે. તેથી તેનું સ્વરૂપ પ્રત્યક્ષગ્રાહ્ય બનવાથી તે બન્ને ચિત્તમાં રહેલી સ્વર્ગપ્રાપણની શક્તિ પણ પ્રત્યક્ષગ્રાહ્ય બનવી જોઈએ. અને જો સ્વર્ગપ્રાપણશક્તિ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય હોય તો ચાર્વાકને સ્વર્ગપ્રાપ્તિ વિષે વિવાદ જ ન રહે કારણ કે તે પ્રત્યક્ષ દેખાય પછી વિવાદ શું ?
સારાંશ કે નીલાદિદર્શન પોતાના સ્વરૂપનું ઉપદર્શન કરાવે છે. તેથી ઘટ-પટ જેમ પ્રત્યક્ષપ્રમાણનો વિષય છે. તેમ આ નીલાદિદર્શન પણ પ્રત્યક્ષપ્રમાણનો જ વિષય છે. એમ જો કહેશો તો તમે બૌધ્ધોએ ક્ષણને (પદાર્થોને) પ્રત્યક્ષનો વિષય માન્યો છે. તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org