________________
સજ્ઞિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા
થવાની, તેથી ચક્ષુર્જન્ય જ્ઞાન થશે નહિ. તમે “આસત્તિનો અભાવ' સહકારી કારણ માનો છો અને ચક્ષુઃ પ્રાણકારી હોવાથી સ્વગોચર એવા વિષયોમાં સર્વત્ર ચક્ષઃ સ્પર્શેલી જ છે માટે આસત્તિનો અભાવ નથી તેથી બોધ થશે નહિ.
(૪) હવે જો ચોથો પક્ષ કહો તો એટલે ચક્ષુનો શરીરમાં રહેલો જે ભાગ, તેની સાથે “આસત્તિનો અભાવ' સહકારી કારણ કહો તો આંખમાં રહેલા તે ભાગની સાથે સંયુકત થયેલી એવી અંજન આંજવાની સળીનો બોધ કેમ થાય છે ? સળી આંખ સાથે સંયુક્ત હોવાથી બોધ થવો જોઈએ નહિ.
હવે કદાચ તમે એમ કહો કે - અંજનશલાકાનો જે અંશ ચક્ષુની સાથે સંયુક્ત છે. તે અંશમાં આસત્તિ હોવાથી ઉપલબ્ધિ થતી નથી. પરંતુ તે જ અંજનશલાકાનો જે અંશ સંયુક્ત નથી તે અંશમાં આસત્તિનો અભાવ હોવાથી તેનો બોધ થઈ શકશે. આવું જો તમે તૈયાયિકો કહો તો - નૈવ = એમ કહેવું નહિ કારણ કે તમે અવયવીને નિરંશ સ્વીકારેલી છે એટલે અવયવી એવી સળીનો અમુક અંશ સંયુક્ત હોવાથી ન દેખાય અને અમુક અંશ અસંયુક્ત હોવાથી ન દેખાય એ વાત તમારા મતે ઉચિત નથી.
अपि च, कथमुदीची प्रति व्यापारितनेत्रस्य प्रमातुर्न काञ्चन काञ्चनाचलोपलब्धिमनुभवामः । न च दवीयस्त्वाद् न तत्र नेत्ररश्मयः प्रसर्तुं शक्ताः, तेषां शशाङ्केऽपि प्रसरणाभावापत्तेः । अथ तदालोकमिलितास्ते वर्धन्ते । तर्हि खरतरकरनिकरनिरन्तरापूरितविष्टपोदरे मरीचिमालिनि सति सुतरां सुराद्रिमभिसर्पतां तेषां वृद्धिर्भवेत् । न च दिनकरमरीचीनां नितरां कठोरत्वेन तैस्तेषां प्रतिघातः, तदाऽऽलोककलापाऽऽकलितकलशकुलिशादिपदार्थानामप्यनुपलम्भापत्तेः ।
વળી “આસત્તિનો અભાવ” જો ચાક્ષુષપ્રત્યક્ષ થવામાં સહકારી કારણ હોય તો (જે બાજુ મેરૂપર્વત છે તે બાજુની) ઉત્તર દિશા તરફ ઉપયોગ કર્યો છે નેત્રનો જેણે એવા પ્રમાતાને કાંચનાચલ (મેરૂપર્વત) સંબંધી (સ્જિન= ) કંઈપણ ઉપલબ્ધિ કેમ થતી નથી? બોધ કેમ થતો નથી કારણ કે મેરૂપર્વત અત્યંત દૂર છે. તેથી ‘આસત્તિનો અભાવ' ત્યાં છે તો તેનો બોધ થવો જોઈએ.
નૈયાયિક :- મેરૂપર્વત દૂર તો છે. પરંતુ વીર્વાન્ = અતિશય દૂર હોવાથી નેત્રરશ્મિઓ ત્યાં પહોંચવાને સમર્થ થતાં નથી. તેથી ‘આસત્તિ અભાવ હોવા છતાં પણ ચાક્ષુષ બોધ થતો નથી.
જૈન :- શશાંક (ચંદ્ર) પણ અતિશય દૂર છે. તેથી તે નેત્રરશ્મિઓનું ચંદ્ર પ્રત્યે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org