________________
સજ્ઞિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા
જે અવયવત્રિક, તેમાં વર્તતું જે રૂપ, તે તો ચાક્ષુષપ્રત્યક્ષ થતું જ નથી કે જેથી સહકારી કારણ બને? અને તેના સહકારના અભાવે ચણકાત્મક અવયવનું રૂપ પણ પ્રત્યક્ષ કેમ
થશે ?
નૈયાયિક :- યમુકાત્મક અવયવોમાં રહેલું અનુપલભ્યમાન એવું પણ તે અવયવગત રૂપ ત્યાં (અવયવીના રૂપના પ્રત્યક્ષમાં) સહકારી કારણ બને છે એમ અમે માનીશું જેથી ચણકાત્મક અવયવીના રૂપનો ઉપલંભ થવામાં કંઈ જ આપત્તિ નહી આવે.
જૈન :- તો તHપથસિ = તપેલા-ગરમાગરમ ફળફળતા પાણીમાં રહેલ ‘અગ્નિ દ્રવ્યના ઉપલંભનો સંભવ કેમ નહી થાય? કારણ કે તે “અગ્નિ' નામના અવયવી દ્રવ્યના અવયવોમાં અનુપલભ્યમાન રૂપ તો ત્યાં છે જ, તેથી જેમ અનુપલભ્યમાન કયણુક અવયવના રૂપના સહકારથી ચણકાત્મક અવયવીનું રૂપ ચાક્ષુષપ્રત્યક્ષ થાય એમ તમે માનો છો તો તેની જેમ અગ્નિકણાત્મક અવયવોનું પાણીમાં રહેલું અનુપલભ્યમાન જે રૂપ છે તેના સહકારથી “અગ્નિ” અવયવી દ્રવ્યનું રૂપ પણ પ્રત્યક્ષ થવું જોઈએ, તે કેમ થતું નથી ? માટે તમારી આ વાત ઉચિત નથી.
તથા વળી જો રૂપ સહકારી કારણ કલ્પાય તો વ્યાપ્ત કર્યો છે સમગ્ર નેત્રના ગોળાનો (કીકીનો) ભાગ જેણે એવો દૂરતિમિર અને આસન્નતિમિર સ્વરૂપ જે રોગાત્મક અવયવી છે તેનું ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન કેમ થતું નથી ? આંખમાં ઉત્પન્ન થયેલ જે તિમિરનો રોગ (મોતીયો-ઝામર ઇત્યાદિ) દૂરનું જોવાનું રૂકાવટ કરે તે દૂરતિમિર કહેવાય છે. અને જે તિમિરનો રોગ નજીકનું જ જોવાનું રૂકાવટ કરે તે આસન્નતિમિર કહેવાય છે. જે માણસની આંખમાં આવો ગમે તે તિમિરનો રોગ (મોતીયો) જે ઉત્પન્ન થયો છે તે રોગ (મોતીયાનો દાણો) અવયવી છે. તેમાં રૂપ પણ છે. કારણ કે આ રોગાત્મક દાણો પુગલનો બનેલો છે. જેમ આકાશમાં રૂપ નથી માટે ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી, અને ઘટ-પટ અવયવીમાં તેનું રૂપ સહકારી કારણ છે માટે પ્રત્યક્ષ થાય છે એમ તમે કહો છો તો પછી આ રોગાત્મક અવયવીમાં પોતાનું રૂપ (અને તે રોગના કણ-કણાત્મક અવયવો જે છે તે અવયવોનું રૂપ પણ) સહકારી કારણ વિદ્યમાન છે. છતાં ચક્ષુથી મોતીયો કેમ દેખાતો નથી? ત્યાં સક્સિકર્ષ પણ છે. માટે દેખાવો જોઈએ. પરંતુ મોતીયો દેખાતો નથી માટે તમારી રૂપને સહકારી કારણ માનવાની વાત ઉચિત નથી.
अथात्यन्तासत्त्यभावोऽपि सहकारी । न चासौ तिमिरेऽस्तीति चेत् ? नन्वियमासत्तिरात्मापेक्षया, शरीरापेक्षया, लोचनापेक्षया, तदधिष्ठानापेक्षया वा विवक्षांचक्रे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org