________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬
રત્નાકરાવતારિકા
નૈયાયિક :- કદાચ હવે અહીં નૈયાયિક એમ બચાવ કરે કે “ચાક્ષુષજ્ઞાન' ઉત્પન્ન કરવામાં રૂપ એ સહકારિ કારણ છે. આકાશદ્રવ્ય અરૂપી છે. તેમાં રૂપગુણ નથી. તેથી ચક્ષુ અને આકાશનો સકિર્ષ હોવા છતાં પણ સહકારી કારણ જે રૂપ, તે ત્યાં આકાશમાં ન હોવાથી તે પ્રમાની ઉત્પત્તિ થતી નથી. અર્થાત્ સન્નિકર્ષ તો પ્રમાની ઉત્પત્તિમાં સાધકતમ કારણ છે જ. પરંતુ રૂપ નામના સહકારિકારણના અભાવથી પ્રમાની ઉત્પત્તિ થતી નથી.
જૈન :- જો સહકારી કારણ રૂપ જ્યાં હોય ત્યાં જ ચાક્ષુષપ્રત્યક્ષ થાય અને આકાશમાં રૂપ ન હોવાથી ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી એમ જ કહેશો તો થમતી ડપિ થાત્ રૂપગુણનું ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન કરવામાં આ પ્રમાની ઉત્પત્તિ કેવી રીતે થશે? જેમ ચક્ષુથી ઘટનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે. તે જ રીતે રૂપગુણનું પ્રત્યક્ષ જ્ઞાન પણ ચક્ષુથી જ થાય છે. અને રૂપગુણનું ચક્ષુથી જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે. ત્યારે રૂપમાં રૂપ તો છે જ નહિ, કારણ કે ગુણો હંમેશાં નિર્ગુણ જ હોય છે. ગુણો સદા દ્રવ્યમાં જ રહે છે. ગુણોમાં ગુણો રહેતા નથી. એટલે કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં જો રૂપ એ સહકારી કારણ હોય તો રૂપમાં રૂપ નથી છતાં રૂપનું પ્રત્યક્ષજ્ઞાન કેમ થાય છે?
નૈયાયિક :- જે રૂપગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તે રૂપગુણના આધારભૂત જે દ્રવ્ય છે તેમાં વિવક્ષિતરૂપનું ચાક્ષુષજ્ઞાન કરવામાં સહકારી કારણ બને એવું રૂપાતર (બીજુ રૂ૫) છે એમ અમે માનીશું. અર્થાત્ આધારભૂત એવા એક જ દ્રવ્યમાં બે રૂપ છે. જેમાંથી એક રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન કરવામાં બીજું રૂપ સહકારી કારણ બને છે એમ માનીશું.
જૈન :- ઉપરોક્ત તૈયાયિકની વાત વ્યાજબી નથી. કારણ કે તે વિવક્ષિત રૂપના આધારભૂત દ્રવ્યમાં આવા પ્રકારનું બીજું કોઈ રૂપ છે જ નહિ કારણ કે વાવ દ્રવ્યભાવિ એવા સજાતીય બે ગુણો એક સાથે એક દ્રવ્યમાં તમારા વડે સ્વીકારાયા જ નથી. વર્ણગંધ રસ અને સ્પર્શ એમ વિજાતીય ગુણો યુગપ એકત્ર સ્વીકારાય છે. પરંતુ સજાતીય બે પ્રકારનાં રૂપો, અથવા બે ગંધ, બે રસ સ્વીકારાયા નથી.
નૈયાયિક :- અવયવીના રૂપની ઉપલબ્ધિ કરવામાં અવયવમાં રહેલું રૂપ અમે સહકારી કારણ માનીશું. ઘટના રૂપનું ચાક્ષુષપ્રત્યક્ષ કરવામાં ત્યાં કપાલનું રૂપ સહકારી કારણ માનીશું. પટના રૂપમાં તત્ત્વનું રૂ૫ અમે સહકારી કારણ માનીશું.
જૈન - જો તમે અવયવના રૂપના પ્રત્યક્ષમાં અવયવના રૂપને સહકારી કારણ કહેશો તો ચણક નામના અવયવીના રૂપની ઉપલબ્ધિ કેમ થશે? કારણ કે તમારા મતે પરમાણુ અને યણુક અચાક્ષુષ છે અને ચણકાદિ ચાક્ષુષ છે. કયણુક અવયવ છે અને ચણુક અવયવી છે. ત્રણ હયણુક સાથે મળવાથી ચણુક થાય એમ તમે માનો છો. હવે કયણુકાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org