________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬
રત્નાકરાવતારિકા
કહે છે - “સન્નિકર્ષાદિ પ્રમાણતાના વ્યવહારને ભજનારા નથી' એવું તમે જૈનોએ જે ઉપર કહ્યું, ત્યાં સકિર્યાદિ પદમાં રહેલા “મરિ' શબ્દથી સજ્ઞિકર્ષ વિનાના બીજાં જે અંજનભોજન ઇત્યાદિ પરંપરા કારણો છે તથા કર્મ-સંપ્રદાન-અપાદાન-આધાર ઇત્યાદિ કારકસાકલ્યતા છે, તે આદિ શબ્દથી સૂચવાયેલી કારક સાકલ્યતાદિમાં ભલે તમે તમારી ઇચ્છા પ્રમાણે અપ્રમાણતા હોય તેમ કહો તેમાં અમને કોઈ જાતનો વાંધો નથી. કારણ કે તે પરંપરાએ કારણ હોવાથી અપ્રમાણ ભલે કહો. પરંતુ સક્સિકર્ષમાં પ્રમાણતાનો અપકર્ષ (પ્રમાણરહિતતા-અપ્રમાણતા) જે કહો છો તે ન = અમારા ક્રોધના ઉત્કર્ષને કરવા માટે જ છે, કારણ કે તમારૂં તે કહેવું યોગ્ય નથી. તે આ પ્રમાણે -
તે સન્નિકર્ષ અર્થનો બોધ કરાવવામાં સાધકતમ કારણ જ છે. આવું અવધારણ (નિર્ણય) હોવાથી “સન્ન = પ્રમિયમ, સ્વાર્થવ્યવસિત સાધતHવીનુપત્તેિ” આવા પ્રકારનું ચોથા સૂત્રમાં તમે જે અનુમાન કહ્યું હતું. તેમાં જે હેતુ કહ્યો છે. તે એકદેશાસિધ્ધ હેત્વાભાવ છે. તે આ પ્રમાણે - “વાર્થવ્યવસિ સાધતમસ્વીત્' હેતુ તમે કહ્યો છે. એટલે કે સશિકર્યો સ્વનો બોધ કરાવવામાં, અને અર્થનો બોધ કરાવવામાં અસાધકતમ છે. એવો અર્થ આ પંક્તિનો થાય છે. આ હેતુમાં બે અંશો છે. સ્વવ્યવસાયમાં અસાધકતા, અને અર્થવ્યવસાયમાં અસાધકતા, આ બે અંશોમાંથી પ્રથમ અંશરૂપ હેતુ સજ્ઞિકર્ષમાં ઘટી શકે છે કારણ કે સન્નિકર્ષો પોતે પોતાનો પ્રકાશ કરાવી શકતા નથી. પરંતુ જે બીજો અંશ છે તે સન્નિકર્ષ નામના પક્ષમાં ઘટતો નથી. અર્થાત્ સકિર્યો પરપદાર્થનો વ્યવસાય કરાવવામાં અસાધકતમ નથી પરંતુ સાધકતમ કરણ છે. તેથી હેતુનો એક અંશ પક્ષમાં અવૃત્તિમાન્ હોવાથી એકદેશાસિધ્ધ હેવાભાવ થાય છે.
પ્રશ્ન:- કદાચ તમે જૈનો એવો પ્રશ્ન અમારી સામે કહો કે “સન્નિવર્ષાવિ, અનિશ્ચિત न करणं भवति, स्वनिश्चितौ अकरणस्य तत्रापि अकरणत्वात् कुम्भादिवत्' इत्यादि અનુમાન દ્વારા સૂત્ર ૬માં અમે કહ્યું જ છે કે આ સશિકર્ષાદિ અર્થનિર્ણયમાં પણ અકરણ જ છે. કારણ કે સ્વનિર્ણયમાં અકરણ હોવાથી' આ અનુમાનથી જ સકિર્યાદિ અર્થનિર્ણયમાં અકરણ છે તે સિધ્ધ થઈ જ જાય છે. માટે એકદેશાસિધ્ધ હેત્વાભાસ અમને જૈનોને કેમ લાગે?
ઉત્તર :- તમારૂં જૈનોનું આ પ્રમાણે કહેવું ઉચિત નથી કારણ કે યg - સજ્ઞિકર્યાદિ અર્થનિર્ણયમાં અકરણ છે તે સિધ્ધ કરવામાં તમે જે હેતુ હમણાં જ કહ્યો છે. તે તમારો હેતુ ખોટો છે કારણ કે પ્રદીપની સાથે વ્યભિચારદોષ આવે છે. કારણ કે તે પ્રદીપ સ્વનિર્ણયમાં અકરણ હોવા છતાં પણ અર્થનિર્ણયમાં અવશ્યકરણ બને જ છે. જે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org