________________
સન્નિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા
૭૫
આ સન્નિકર્ષાદિ અચેતન હોવાથી ખંભાદિની જેમ સ્વનિર્ણયમાં કરણ નથી, તથા અર્થનિર્ણયમાં પણ કરણ નથી કારણ કે સ્વનિર્ણયમાં જે અકરણ હોય છે તે કુંભાદિની જેમ ત્યાં પણ (અર્થ નિર્ણયમાં પણ) અકરણ જ હોય છે. પ/l
મ” એવું જે પદ છે તેનો અર્થ “સંગ્નિકર્ષાદિને' એમ કરવો. “રંપત્વિમ્' પદનો અતિશય સાધકતમ એવો અર્થ કરવો. બીજા સૂત્રમાં “નાવ્યર્થનિશ્ચિતૌ' એ પદની સાથે ની રાત્વમ્ પદ ઉપરના સૂત્રથી અનુવૃત્તિ લાવીને જોડવું. ‘તત્રાપિ' એવો જે શબ્દ છે તેનો અર્થ ‘ઈનિશ્ચિત વપ' એવો કરવો. શેષ સઘળો અર્થ સ્પષ્ટ છે.
ન્યાય-વૈશેષિકાદિ દર્શનકારોએ સક્સિકર્ષાદિને પ્રમાણ માન્યા છે. પરંતુ મરેલા માણસના મુખમાં બરફીનો ટુકડો મુકીએ તો ત્યાં “રસના અને બરફીનો’ સજ્ઞિકર્ષ છે. છતાં જ્ઞાન થતું નથી. માટે સક્સિક અચેતન હોવાથી પોતાનો કે પદાર્થનો બોધ કરાવવામાં કારણ બનતા નથી. તે જ આ બે સૂત્રોમાં સમજાવે છે. આ સમજાવવા માટે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે
(૧) સન્નિકર્ષાદિ (પક્ષ), સ્વનિર્ણય કરાવવામાં કરણ બનતા નથી (સાધ્ય) અચેતન હોવાથી (હેતુ), જે જે આવા (અચેતન) છે. તે તે તેવા (સ્વનિર્ણયમાં અકરણ) છે. જેમ કે સ્તંભ. આ સન્નિક પણ તેવા (અચેતન) છે. તેથી તે સશિકર્ષા નિયમો તેવા (સ્વનિર્ણયમાં અકરણ) જ છે.
(૨) તથા આ સન્નિકર્ષાદિ (પક્ષ), અર્થનિર્ણયમાં પણ કરણ નથી (સાધ્ય) કારણ કે સ્વનિર્ણયમાં અકરણ હોવાથી (હેતુ), જે જે આવા છે (સ્વનિર્ણયમાં અકરણ છે) તે તે તેવા (અર્થનિર્ણયમાં પણ અકરણ) છે. જેમ કે કુંભાદિ, આ સન્નિકર્ષાદિ યથોક્ત સાધન (સ્વનિર્ણયમાં અકરણતા) થી સંપન્ન છે. તેથી યથોક્ત સાધ્ય (અર્થનિર્ણયમાં અકરણતા) થી પણ યુક્ત છે. આ બન્ને અનુમાનપ્રયોગો વડે સજ્ઞિકર્ષાદિ સ્વ-અર્થનિર્ણયમાં અકરણ છે. માટે અપ્રમાણ છે. એમ સિધ્ધ કર્યું.
अत्र केचिद् यौगाः संगिरन्ते - "सन्निकर्षादिर्न प्रमाणव्यवहारभागित्यादि यदवादि, तत्रादिशब्दसूचितकारकसाकल्यादेः काममप्रामाण्यमस्तु । सन्निकर्षस्य तु प्रामाण्यापकर्षो नोऽमर्षप्रकर्षसिद्धये, तस्यार्थोपलब्धौ साधकतमत्वावधारणेन स्वार्थव्यवसितावसाधकतमत्वादित्यत्र हेत्वेकदेशस्यासिद्धेः । यत्तु तत्सिद्धौ साधनमधुनैवाभ्यधुः, तदसाधीयः, प्रदीपेन व्यभिचारात्, तस्य स्वनिश्चितावकरणस्याप्यर्थनिश्चितौ करणत्वादिति ।
અહીં કેટલાક તૈયાયિકો ઉપરોક્ત અમારા અનુમાન પ્રયોગોની સામે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org