________________
સકિર્યો સ્વ-પરના નિર્ણયમાં અકરણ હોવાથી પ્રમાણ નથી
૭૩
મૂળસૂત્રમાં લખેલો દિ શબ્દ યાત્ અર્થમાં છે. જે કારણથી પ્રમાણ જ ઇષ્ટઅનિષ્ટ વસ્તુનો સ્વીકાર-તિરસ્કાર કરાવવામાં સમર્થ છે. આ કારણથી આ જ્ઞાન જ પ્રમાણ થવાને યોગ્ય છે. અર્થાતુ આ જીવને જ્ઞાન જ ઈષ્ટાનિસ્ટમાં પ્રવર્તક નિવર્તક હોવાથી જ્ઞાન જ પ્રમાણ કહેવાય છે. પરંતુ અજ્ઞાનાત્મક એવા સંનિકર્ષ આદિ પ્રમાણ કહેવાતા નથી. કારણ કે તે સજ્ઞિકર્ષાદિ જડ હોવાથી ઇષ્ટાનિસ્ટમાં પ્રવર્તક-નિવર્તિક નથી.
તેનો અનુમાન પ્રયોગ (તર્કશાસ્ત્રને અનુસારે) આ પ્રમાણે છે . પ્રમvi (પક્ષ), જ્ઞાનમેવ (સાધ્ય), મમતામતવસ્તુસ્વીરતિરક્ષાત્ (હેતુ), = પ્રમાણ, જ્ઞાન જ હોય છે. કારણ કે તે જ ઇષ્ટ વસ્તુના સ્વીકારમાં અને અનિષ્ટ વસ્તુના તિરસ્કારમાં સમર્થ છે. હેતુ પક્ષમાત્રવૃત્તિ હોવાથી અવયવ્યાપ્તિ અને અન્વયદેષ્ટાન્ત નથી. પરંતુ જે આવું (જ્ઞાનસ્વરૂ૫) નથી, તે તેવું (ઈષ્ટાનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તક પણ) નથી, જેમ સ્તંભ, આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક દૃષ્ટાન્ન છે. તથા ચેમ્ - ઉપનય છે. આ વ્યતિરેક ઉપનય-નિગમન હોવાથી “તથા નેમ, અને તમાત્ર તથા'' આવો અર્થ કરવો. જેમ સ્તંભ ઇનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તક નથી. તેમ આ પ્રમાણ ઇનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તિક નથી એમ નહિ પરંતુ પ્રવર્તક-નિવર્તક છે. તમાત્ તથા આ નિગમન છે. તેથી સ્તંભ જેમ જ્ઞાનમય નથી, તેમ આ પ્રમાણ જ્ઞાનમય નથી એમ નહિ અર્થાત્ આ પ્રમાણ જ્ઞાનમય જ છે. જ્ઞાન એ જ પ્રમાણ છે.
उपपत्त्यन्तरं प्रकटयन्ति -
“પ્રમાણ સદાકાળ જ્ઞાન જ હોય છે. પરંતુ અજ્ઞાનરૂપ સન્નિકર્ષાદિ પ્રમાણ હોતા નથી” આ બાબતમાં બીજી પણ યુક્તિ ગ્રન્થકારશ્રી જણાવે છે -
___न वै सन्निकर्षादेरज्ञानस्य प्रामाण्यमुपपन्नम्, तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसितौ साधकतमत्वानपपत्तेः ॥४॥
अयमर्थ : - यथा संप्रतिपन्नस्य पटादेरर्थान्तरस्याज्ञानरूपस्य स्वार्थव्यवसितौ साधकतमत्वाभावात् प्रामाण्यं नोपपत्तिश्रियमशिश्रियत्, तथा सन्निकर्षादेरपि । प्रयोगः यथा - सन्निकर्षादिर्न प्रमाणव्यवहारभाक् स्वार्थव्यवसितावसाधकतमत्वात् । यदेवं तदेवं यथा पटः । तथा चायम् । तस्मात् तथा । ॥४॥
અજ્ઞાનાત્મક એવા સજ્ઞિકર્ષાદિને પ્રમાણતા પ્રાપ્ત થતી નથી. (સન્નિકર્ષાદિ પ્રમાણ કહેવાતાં નથી.) કારણ કે અર્થાન્તર એવા ઘટ-પટાદિ પદાર્થોની જેમ તે સત્રિકષદમાં પણ સ્વ અને પરનો વ્યવસાય કરાવવામાં સાધકતમતા ઘટી શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org