________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬
વાદી અને પ્રતિવાદી એમ ઉભયને માન્ય એવા અને અજ્ઞાનાત્મક (જડાત્મક) એવા અર્થાન્તર એટલે ઘટપટાદિ પદાર્થો જડ હોવાથી સ્વનો અને પરનો બોધ કરાવવામાં સાધકતમ કારણ ન હોવાથી તે પદાર્થોમાં પ્રમાણતા માનવી એ જેમ યુક્તિની શોભાને પામતી નથી.અર્થાત્ ઘટ-પટ આદિ પદાર્થો જડ છે. સ્વ-પરના બોધમાં અસમર્થ છે. તેથી તેઓને પ્રમાણ કહેવા એ વાત જેમ યુક્તિયુક્ત નથી. તેવી જ રીતે સશિકúદિ પણ જડ હોવાથી સ્વ-પરના બોધમાં અસમર્થ હોવાથી પ્રમાણ નથી. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે
છે
૭૪
સજ્ઞિકર્ષાદિ (પક્ષ), પ્રમાણના વ્યવહારને ભજનારા નથી (સાધ્ય), કારણ કે સ્વ અને અર્થનો બોધ કરાવવામાં અસાધકતમ છે (હેતુ), જે જે આવું (વ્યવસાયમાં અસાધકતમ) હોય છે. તે તે તેવું (અપ્રમાણ) હોય છે જેમકે પટ, આ અન્વયવ્યાપ્તિ અને અન્વયદૃષ્ટાન્ત છે. આ સજ્ઞિકદિ પણ તેમ જ છે. (વ્યવસાયમાં અસાધકતમ જ છે) આ ઉપનય છે. અને તેથી આ સજ્ઞિકર્ષાદિ તેવા છે (અર્થાત્ અપ્રમાણ જ છે) આ નિગમન છે. આ અનુમાનથી ‘સજ્ઞિકર્ષાદિ અપ્રમાણ જ છે' એ સિધ્ધ થયું.
રત્નાકરાવતારિકા
अथास्य साधनस्यासिद्धिसम्बन्धवैधुर्यं व्यञ्जयन्तः सूत्रद्वयं ब्रुवते ।
હવે ઉપરોક્ત અનુમાનમાં કહેલા આ હેતુમાં અસિધ્ધિના (અસિધ્ધહેત્વાભાસના) સંબંધની રહિતતા વ્યંજિત કરતાં (અસિદ્ધ હેત્વાભાસ નથી, એમ જણાવતા) આચાર્યશ્રી બે સૂત્ર કહે છે -
न खल्वस्य स्वनिर्णीतौ करणत्वम्, स्तम्भादेरिवाचेतनत्वात् ॥५॥ नाप्यर्थनिश्चितौ स्वनिश्चितावकरणस्य कुम्भादेखि
तत्राप्यकरणत्वात् ॥६॥
अस्येति सन्निकर्षादेः, करणत्वं साधकतमत्वम् । नाप्यर्थनिश्चिताविति अस्य करणत्वमिति योगः । तत्रापीति अर्थनिश्चितावपीत्यर्थः । शेषमशेषमुत्तानार्थम् ।
प्रयोगौ तु - सन्निकर्षादिः स्वनिर्णीतौ करणं न भवति, अचेतनत्वात्, य इत्थं स इत्थं, यथा स्तम्भः, तथा चायम्, तस्मात् तथा । सन्निकर्षादिरर्थनिश्चितौ करणं न भवति, स्वनिश्चितावकरणत्वात् । य एवं स एवम् । यथा कुम्भः । यथोक्तसाधनसंपन्नश्चायम् । तस्माद् यथोक्तसाध्यः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org