________________
સગ્નિકર્ષાદિ પ્રમાણ નથી તેની ચર્ચા
સ્વનિર્ણયમાં અકરણ હોય તે તે અર્થનિર્ણયમાં પણ અકરણ હોય છે એવી તમારી વ્યાપ્તિ પ્રદીપમાં લાગુ પડતી નથી. કારણ કે પ્રદીપ સ્વનિર્ણયમાં અકરણ છે. છતાં પણ અર્થનિર્ણય કરાવે છે. જેમકે ભીંતના આંતરે રહેલો પ્રદીપ કદાચ ન દેખાય તો પણ તેના પ્રકાશથી ઘટ-પટ પદાર્થો દેખી શકાય છે. તેની જેમ સન્નિકર્ષ સ્વનિર્ણયમાં ભલે અકરણ હોય પરંતુ અર્થનિર્ણયમાં કરણ બની શકે છે. આ પ્રમાણે દીપકની સાથે વ્યભિચારદોષ હોવાથી તમારૂં જૈનોનું બીજુ અનુમાન ખોટું છે.
तदेतत् त्रपापात्रम्, अर्थोपलब्धौ सन्निकर्षस्य साधकतमत्वासिद्धेः । यत्र हि प्रमात्रा व्यापारिते सत्यवश्यं कार्यस्योत्पत्तिः, अन्यथा पुनरनुत्पत्तिरेव, तत् तत्र साधकतमम् । यथा छिदायां दात्रम् । न च नभसि नयनसन्निकर्षसम्भवेऽपि प्रमोत्पत्तिः । त्यस्य सहकारिणोऽभावात् तत्र तदनुत्पत्तिरिति चेत् - कथमसौ स्पे-ऽपि स्यात् ? न हि स्पे रूपमस्ति निर्गुणत्वाद् गुणानाम् । नापि तदाधारभूते द्रव्ये रूपान्तरमस्ति यावद्दव्यभाविसजातीयगुणद्वयस्य युगपदेकत्र त्वयाऽनभ्युपगमात् । अवयवगतं रूपमवयविरूपोपलब्धौ सहकारि समस्त्येवेति चेत् - कथं त्र्यणुकावयविख्योपलम्भो भवेत् ? न हि द्वयणुकलक्षणावयवत्रयवर्तिरूपमुपलभ्यते, यतःसहकारि स्यात् । अनुपलभ्यमानमपि तत् तत्र सहकारीति चेत् - तर्हि कथं न तप्तपाथसि पावकोपलम्भसम्भवः, तदवयवेष्वनुपलभ्यमानस्य रूपस्य भावात् । यदि च त्यं सहकारि कल्प्यते, तदा समाकलितसकलनेत्रगोलकस्य दूरासन्नतिमिररोगावयविनः कथं नोपलब्धिः ? ।
નૈયાયિકોનું ઉપરોક્ત કથન લજ્જાસ્પદ છે. કરૂણા ઉપજે તેવું છે. કારણ કે સન્નિકર્ષ અર્થનો બોધ કરાવવામાં સાધકતમ કારણ સિધ્ધ થતો નથી. તે આ પ્રમાણે - જ્યાં પ્રમાતા એવા આત્મા વડે વિષયબોધ કરવામાં જે કારણનો ઉપયોગ કરાય છતે અવશ્ય કાર્યની ઉત્પત્તિ થાય જ, અને અન્યથા = જે કારણનો ઉપયોગ ન કરાયે છતે કાર્યની અનુત્પત્તિ જ થાય છે કારણ તે કાર્યમાં સાધકતમ છે એમ સમજવું, જેમ છેદનક્રિયા કરવામાં કર્તા દાત્રનો ઉપયોગ કરે તો અવશ્ય છેદનકાર્ય થાય જ છે. અને દાત્રનો ઉપયોગ જો ન કરે તો છેદનક્રિયા થતી નથી. માટે છેદનક્રિયામાં દાત્ર સાધકતમ કારણ કહેવાય છે. પરંતુ સગ્નિકર્ષમાં આવી સાધકતમતા ઘટતી નથી. જ્યારે નભસુમાં (આકાશમાં) નયનથી જોઈએ ત્યારે “નભસુનો અને નયનનો સજ્ઞિકર્ષ હોવા છતાં પણ પ્રમાની (જ્ઞાનની) ઉત્પત્તિ થતી નથી. જ્યારે રસ્તા ઉપર ઉભા રહી આકાશમાં દૃષ્ટિ નાખીએ ત્યારે તૈયાયિકની દૃષ્ટિએ ચક્ષુ અને આકાશનો સંયોગ હોવા છતાં પણ આકાશ દેખાતું નથી. માટે સકિર્ષ એ સાધકતમ કારણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org