________________
આદિવાક્યની સાર્થકતા
४७
અવિરોધી કહેવાય છે. આ બૌધ્ધને સમ્મત ઉદાહરણથી વાચ્ય-વાચકમાં એવો શકિતસ્વભાવ છે કે જે પ્રતિનિયત અર્થને જ શબ્દ જણાવે છે અને ઘટ શબ્દથી ઘડો જ જણાય, તથા ઘડાને ઓળખવા ઘટ શબ્દ જ વપરાય, આવો આ બે વચ્ચે “વાચ્યવાચકભાવ સંબંધ' છે એવો જગના જીવમાત્રને કોઈ પણ જાતના બાધ વિના અનુભવ પણ છે.
(૨) નિત્યનિત્યસ્થ = વળી આ “વાવાચકભાવસંબંધ' તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આ સંબંધ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે માટે દ્રવ્યથી નિત્ય છે અને તે તે પર્યાયનો નાશ થયે છતે તત્તત્ સંબંધી સંબંધ નાશ પણ પામે છે. માટે અનિત્ય પણ છે. બૌધ્ધ પૂર્વે પાડેલા નિત્ય-અનિત્ય પક્ષમાં જે દોષો આપ્યા છે. તે ખોટા છે કારણ કે એકાન્તનિત્ય કે એકાન્ત અનિત્ય માનવામાં આવે તો જ તે દોષો આવે છે. વળી ઉભયના મિલનમાં જે ડબલદોષની વાત તેઓએ કરી છે. તે પણ ખોટી છે, કારણ કે બન્ને એકાત્તવાદો ભેગા થાય તો ડબલદોષ આવે, પરંતુ અપેક્ષાવિશેષે બન્ને વાદો ભેગા થાય તો એકપણ દોષ ન આવે, કારણ કે એકાન્તવાદમાં જે દોષો આવે છે તે સાથે બીજો વાદ નથી માન્યો માટે જ તે દોષો આવે છે. ઉભયાત્મક વસ્તુ માનતાં કોઈ દોષ આવતો નથી. (ચિત્રમાંનો ૧૭મો પક્ષ ઘટે છે)
(૩) વાચવવાઓ થઝિમિત્રશ્ય, વળી આ “સંબંધ” વાચ્યપદાર્થથી અને વાચકશબ્દથી કથંચિભિન્ન છે, (અર્થાત્ કથંચિત્ અભિન્ન પણ છે) તેઓએ આપેલા દોષો એકાતભિન્ન કે એકાન્તાભિન્નમાં ઘટે છે. કથંચિભિન્ન માનવામાં સર્વ દોષો ટળી જાય છે. (ચિત્રમાં આપેલો ૧૮મો પક્ષ નિર્દોષ છે)
(૪) સીમાવિશેષોમસ્વિમવેવસ્તુવર પરતરતામિત્રએ = વળી આ “સંબંધ” સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વભાવવાળી વસ્તુને જણાવવાથી પ્રગટ થયેલા સંકેતથી અભિવ્યક્ત થયેલો છે. એટલે કે આ વાચ્યવાચક ભાવવાળો સંબંધ સંકેતથી સહકૃત છે અને તે સંકેત ઉભયાત્મક વસ્તુને જણાવનારો છે, તેથી એક ઘટશબ્દનો સંબંધ વિવક્ષિતઘટવિશેષ સાથે પણ છે. એટલે વિવક્ષિત ઘટવિશેષને તો તે જણાવે જ છે છતાં તે વિશેષઘટ નાશ પામવા છતાં બીજા સર્વઘટને જણાવવાનો સંબંધ જીવિત રહે છે. કારણ કે આ સંબંધ સામાન્ય સઘળી ઘટજાતિને પણ જણાવે છે અને ઘટવિશેષને પણ જણાવે છે.
આવા પ્રકારના ઉપર જણાવ્યા મુજબના ચાર વિશેષણોવાળા એવા વાચ્યવાચકભાવસંબંધ” ના બળ વડે જ શબ્દોનું અર્થપ્રતિપાદકપણું સ્વીકારીને અમે શબ્દોનું પ્રમાણપણું સ્વીકાર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org