________________
“જ્ઞાન” એ જ પ્રમાણ છે. તેનું નિરૂપણ
કાષ્ઠને જ બાળે છે. તે ન્યાયને અનુસાર જે વાદીઓને જે વિષય અમાન્ય છે તે વાદીઓને તે તે વિષય સમજાવવા માટે તે તે પદો વિધેય (કર્તવ્ય) બને છે.
(૧) કેટલાક દર્શનકારો (નૈયાયિક-વશેષિકો) જ્ઞાનને પરપ્રકાશક માત્ર માને છે. એટલે જ્ઞાનથી ઘટ-પટ પદાર્થો જણાય છે પરંતુ જ્ઞાન સ્વયં જણાતું નથી જ્ઞાનને જાણવું હોય તો સમયાન્તરવર્તી ઈતરજ્ઞાનથી પ્રથમજ્ઞાન જાણી શકાય છે એટલે જ્ઞાન સ્વપ્રકાશક નથી આવું માનનારા દર્શનકારોને સમજાવવા માટે મૂળ સૂત્રમાં “સ્વ” શબ્દ વિધેય છે.
(૨) કેટલાક દર્શનકારો (જ્ઞાનમાત્રવાદી બૌધ્ધો) આ જગતમાં જ્ઞાન માત્ર જ છે પરપદાર્થ કંઈ છે જ નહિ એવું માનનારા યોગાચારવાદી બૌધ્ધને સમજાવવા “પર” શબ્દ વિધેય છે એમ જાણવું. આ જ હકિકત ટીકામાં જણાવે છે કે અહીં “અદગ્ધદહન' ના ન્યાયે એટલે અગ્નિ ન બળેલાને જ બાળે છે એ ન્યાયે જેટલું જેટલું “અપ્રાપ્ત અર્થાત્ અજ્ઞાત' છે તેને સમજાવવા માટે તેટલું તેટલું વિધેય સમજવું કારણ કે બળેલાને બાળવું જેમ નિરર્થક છે તેમ જે વાદીઓ જે વિષય માનતા હોય તે વાદીઓને તે વિષય જણાવવો નિરર્થક છે, માટે જ્ઞાનને સ્વવ્યવસાયિ માનવામાં, અને જ્ઞાન પરપ્રકાશક પણ છે એ માનવામાં જે વાદીઓ વિવાદવાળા છે, તેઓને આશ્રયીને મૂળસૂત્રમાં અનુક્રમે “સ્વ-પર” ઇત્યાદિ પદો કહેલ છે તથા -
(૩) જે શિષ્યો “અવ્યુત્પન્ન' છે, પ્રમાણ કોને કહેવાય તે જાણતા નથી તેવા અવ્યુત્પન્ન (પ્રમાણના સ્વરૂપના અજાણ) શિષ્યોને સમજાવવા માટે મૂળસૂત્રમાં “પ્રHIST' શબ્દ વિધેય સમજવો, જે જ્ઞાન સ્વ-પરનું પ્રકાશક હોય છે તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે એમ આ પદ વડે પ્રમાણનું લક્ષણ (સ્વરૂપ) સમજાવ્યું, તથા -
(૪) જે દર્શનકારો પ્રમાણ અને પ્રમેય આ બન્નેનો અપલાપ કરે છે. એવા સર્વશૂન્યતાવાદી માધ્યમિક બૌધ્ધ આદિને સમજાવવા માટે બન્ને પદો વિધેય છે. ત્યાં પ્રમેયને સમજાવવા “વપર' શબ્દો છે અને પ્રમાણને સમજાવવા ‘પ્રમાા ' શબ્દ છે.
આ પ્રમાણે જે જે દર્શનકારોને જે જે વિષય અમાન્ય હોય તેઓને તે તે વિષય સમજાવવા માટે માથદન' ના ન્યાયે તે તે પદો વિધેય સમજવાં અને જે વિષય તેઓને માન્ય હોય તેને સમજાવનારાં સૂત્રગત પદો તે વાદીને આશ્રયી અનુવાદ્ય સમજવાં, વાદીએ માનેલી વાતનું અનુવાદન = પ્રતિપાદન માત્ર કરનારાં સમજવાં.
વિધેય = અમાન્ય વસ્તુને માન્ય કરાવવા યથાર્થ નિરૂપણ કરવું. અનુવાદ્ય = માન્ય વસ્તુને સ્પષ્ટપણે પુનઃ પ્રતિપાદન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org