________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
શત્વ એ પણ એકદેશ છે. અને અનિત્ય એ પણ એક દેશ છે. બન્ને પદો એકદેશ રૂપ હોવાથી સાધ્ય-અનિત્યને હેતુ બનાવીએ ત્યારે “પ્રતિજ્ઞાર્થેકદેશાસિધ્ધતા” જો થાય છે. તો તેની જેમ ધર્મી-પક્ષ એવા શબ્દને હેતુ બનાવે છતે પણ આ હેત્વાભાસ બનવાનો પ્રસંગ આવશે, પરંતુ આવા હેત્વાભાસો ન્યાયશાસ્ત્રોમાં ક્યાંય આવતા નથી. માટે તત્ત્વતઃ આ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ જ છે. અમારા ‘પ્રમાાં સ્વપરવ્યવસાયિક જ્ઞાનં' ઇત્યાદિ અનુમાનમાં સ્વરૂપાસિધ્ધ હેત્વાભાસ જે રીતે આવતો નથી, અર્થાત્ આ અનુમાનમાં આ દોષ જે રીતે સ્થિરતાને પામતો નથી તે હકીકત હમણાં જ પૂર્વે અન્યતરાસિધ્ધના પ્રથમવાદિ પક્ષના સ્વરૂપાસિધ્ધ આદિ પાંચ પક્ષો પાડવા દ્વારા પહેલા પક્ષ વડે ખંડન કર્યું જ છે.
૬૮
(૮) આ રીતે અમારો આ હેતુ વાદીને અસિધ્ધ નથી, તથા અમારો આ હેતુ પ્રતિવાદીને પણ અસિધ્ધ નથી. કારણ કે ત્યાં પણ આવા પ્રકારના જ પ્રકારો (ભેદો-પક્ષો) ની કલ્પનાની ગોઠવણી પ્રાયઃ સમાન જ છે. એમ વાદી તથા પ્રતિવાદીને અસિધ્ધ ન હોવાથી અન્યતરાસિધ્ધ હેત્વાભાસ થતો નથી.
(૯) ઉપર સમજાવ્યા મુજબ આ હેતુ વાદીને અસિધ્ધ નથી તથા પ્રતિવાદીને પણ અસિધ્ધ નથી તેથી ઉભયાસિધ્ધ નામનો હેત્વાભાસ તો આપોઆપ અહીં નથી જ. એ અર્થ સમજાઈ જ જાય છે. આ પ્રમાણે અમારો આ ‘પ્રમાળાત્કાચથાનુષપત્તે: ' હેતુ કોઈપણ રીતે અસિધ્ધિ નામના દોષના સંબંધને ધારણ કરતો નથી. અર્થાત્ આ હેતુ અસિદ્ધ હેત્વાભાસ નામના દોષથી દોષિત નથી.
नापि विरुद्धताबन्धकीसम्पर्ककलङ्कितमेतत्, विपक्षात् व्यावृत्तत्वात् । नापि व्यभिचारपिशाचसंचारदुस्संचरम् । यतो निर्णीतविपक्षवृत्तित्वेन, संदिग्धविपक्षवृत्तित्वेन वात्र व्यभिचारः प्रोच्येत । न तावदाद्येन, अनित्यः शब्दः प्रमेयत्वादित्यादिवद् विपक्षे वृत्तिनिर्णयाभावात् । स्वपरव्यवसायिज्ञानस्य हि विपक्षः संशयादिर्घटादिश्च । न च तत्र कदाचन प्रमाणता वरिवर्त्ति । नापि द्वितीयेन, विवादापन्नः पुमान् सर्वज्ञो न भवति, वक्तृत्वात् - इत्यादिवत् विपक्षे वृत्तिसन्देहस्यासंभवात्, संशयघटादिभ्यः प्रमाणत्वव्यावृत्तेर्निर्णीतत्वात् । तन्नानैकान्तिकत्वलक्षणमपि दूषणमत्रोपढौकते इति न हेतोरपि कलङ्ककलिकाऽपि प्रोन्मीलति ॥
(૧૦) તથા અમારો આ ‘પ્રમાળાન્યધનુષપત્તે: ' હેતુ વિરૂદ્ધતા હેત્વાભાસરૂપી બંધકી (વ્યભિચારિણી સ્ત્રી) ના સંપર્કથી કલંકિત પણ નથી. કારણ કે અમારો હેતુ વિપક્ષથી (સાધ્યાભાવથી-સ્વપરવ્યવસાયિજ્ઞાનના અભાવાત્મક-સંશયાદિથી) અત્યન્ત વ્યાવૃત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org