________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
જેમકે - આ સંસારમાં કોઈ સર્વજ્ઞ છે કારણ કે તેમાં બાધક પ્રમાણનો અસંભવ સુનિશ્ચિત છે. અર્થાત્ કોઈ બાધકપ્રમાણ નથી. અહીં બાધક પ્રમાણાભાવ હેતુના આશ્રયીભૂત ધર્મીપક્ષ “સર્વજ્ઞ' પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અસિધ્ધ હોવા છતાં મનના વિકલ્પોથી કલ્પીને મુકવામાં આવ્યો છે અને આ અનુમાનથી સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તથા નાવિન્દ્ર નાતિ, અને વનયમાવાન્ ઇત્યાદિ અનુમાનો દ્વારા નાસ્તિત્વ સિધ્ધ કરવા માટે અસિધ્ધઆશ્રયવાળો પણ પક્ષ હોઈ શકે છે. માટે “આશ્રયાસિધ્ધ હેત્વાભાસ' અમને હેત્વાભાસ તરીકે માન્ય જ નથી.
(૫) તથા ભિન્નાધિકરણહત્વાભાસ પણ અમને હેત્વાભાસ તરીકે માન્ય નથી. કારણ કે જે હેતુ સાધ્યની સાથે આવ્યભિચારી હોય તે હેતુ પક્ષથી ઇતરસ્થાનોમાં વર્તતો હોય તો પણ સાધ્યસિધ્ધિ કરાવે જ છે. હેતુ પક્ષમાત્રવૃત્તિ જ હોવો જોઈએ એવો નિયમ નથી. જેમકે - થોડા સમય પછી શકટનક્ષત્ર ઉદય પામશે કારણ કે હાલ કૃત્તિકા નક્ષત્ર હોવાથી, અહીં “કૃતિકાનો ઉદય રૂ૫ જે હેતુ છે તે “શકટ' પક્ષમાં વર્તતો નથી છતાં કૃતિકાની અનંતર શકટનક્ષત્ર આવતું હોવાથી કૃતિકાનો ઉદય ચાલુ હોવાના કારણે તે પૂર્ણ થયે છતે શકટ નક્ષત્ર ઉગશે એવું અનુમાન થઈ શકે છે. તેથી ભિન્નાધિકરણ એ હેત્વાભાસ નથી તેનાં બીજાં દ્રષ્ટાન્તો આ પ્રમાણે છે. ૩પરિ, વૃષ્ટ ય, નતીપુરાત્ર વર્ણનાત્ | શ્ર: ગષ્ટની પવિતા, મદ્ય સતt fથત્યાત્ ઇત્યાદિ હેતુઓ ભિન્નાધિકરણ હોવા છતાં પણ (સાધ્યના) ગમક તરીકે પંડિતપુરૂષોએ સ્વીકારેલાં છે. માટે આ આશ્રયાસિધ્ધ અને ભિજ્ઞાકિરણ જે હોય તે અસિધ્ધહેત્વાભાસ કહેવાય, એવો નિયમ નથી.
અથવા માનો કે આ બન્ને હેત્વાભાસને અમે જેનો સંમત થઈએ અને માન્ય રાખીએ તો પણ અમારા ચાલુ પ્રમાણના અનુમાનમાં આ બન્ને હેત્વાભાસોનો અહીં અવકાશ હોવાની શંકારૂપ શંકુ (ખીલી અથવા નડતર-વિદન)ની વાત કરવી નહિ. અર્થાતુ માનો કે આ બન્ને હેત્વાભાસ અમે માન્ય રાખીએ તો પણ અમારા અનુમાનમાં આ બન્ને હેત્વાભાસો લાગતા નથી. કારણ કે આ અનુમાનમાં કહેવાયેલો “પ્રમાણ' નામનો ધર્મી (પક્ષ) સર્વવાદીઓને અવિવાદનું સ્થાન છે. એટલે કે “પ્રમાણ” નામનો પક્ષ જગતમાં છે જ, તેમાં કોઈ વાદીને વિવાદ નથી માટે આશ્રયાસિદ્ધ હેત્વાભાસ લાગતો નથી. તથા તે પક્ષમાં પ્રમાણહેતુની વૃત્તિનો નિર્ણય પણ સર્વવાદીઓને માન્ય છે. અર્થાતુ હતુ જે પ્રમાણત્વ છે તે પ્રમાણ નામના પક્ષમાં સારી રીતે વર્તે જ છે. માટે ભિન્નાધિકરણ હેત્વાભાસ પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org