________________
જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા
૬૫
| (૨) વાદીને હેતુના સ્વરૂપની અપ્રતિપત્તિ (અજાણપણું) છે. અર્થાત્ આ પ્રમાણનું લક્ષણ રજુ કરનાર વાદી જૈન હેતુના સ્વરૂપને જાણતો નથી અને ગમે તેમ અસ્તવ્યસ્ત રજુ કરે છે. માટે “અપ્રતિપત્તિ' નામનો બીજો (બીજા નંબરનો) અસિધ્ધ હેત્વાભાસ થશે એમ કહેવું નહી. કારણ કે પ્રમાણના સ્વરૂપનો અપ્રતિપદ્યમાન (પ્રમાણના સ્વરૂપને નહી જાણતો અને નહી સ્વીકારતો) વાદી કોઈ પણ હોય તો અપ્રમાણિક જ કહેવાય. અને અપ્રમાણિક પુરૂષોને પ્રમાણિક પુરૂષોની સભામાં પ્રવેશ અને વચનોચ્ચારણ સંભવે નહિ અને આ વાદી જૈન અપ્રમાણિક નથી. માટે બીજો અપ્રતિપત્તિ નામનો અસિધ્ધ દોષ લાગતો નથી.
(૩) “સંદેહ' ના કારણે આ હેતુ અસિધ્ધ છે એમ ત્રીજો પક્ષ તમે કહો તો તે પણ ઉચિત નથી. સર્વથા જેણે પ્રમાણનું સ્વરૂપ જાણ્યું જ નથી તેવા પ્રમાણના અજ્ઞાની એવા પ્રમાતાને પ્રમાણ વિષયક જ્ઞાન ન હોવાથી ત્યાં સંદેહ ઉત્પન્ન થતો જ નથી. કારણકે સર્વકાળમાં જેણે સ્થાણુ જાણ્યું જ નથી એવા કોઈ પણ પ્રમાતાને “સ્થાણુત્વ અને પુરૂષત્વના ઉલ્લેખવાળો એટલે કે શું આ સ્થાણુ છે કે પુરૂષ છે? એવા ઉલ્લેખવાળો સંદેહ કદાપિ થતો નથી. તેવી જ રીતે જેણે પ્રમાણનું સ્વરૂપ બીલકુલ જાણ્યું નથી તેવા પ્રમાતાને પ્રમાણવિષયક સંદેહ કદાપિ થતો નથી.
અથવા કોઈ વખત જેણે પ્રમાણનું સ્વરૂપ જાણ્યું છે. (અર્થાત્ જેણે પ્રમાણનું સ્વરૂપ જાયું છેતેને પ્રમાણના સ્વરૂપમાં સંશય સર્વથા થાય જ કેમ ? જેણે સ્વરૂપ જાણ્યું જ નથી તેને સર્વથા અજ્ઞાન હોવાથી સંદેહ થતો નથી અને જેણે પ્રમાણનું સ્વરૂપ જાણી લીધું છે તેને જ્ઞાન હોવાથી સંદેહ થતો નથી માટે સંદેહથી પણ આ હેતુ અસિધ્ધ નથી. આ પ્રમાણે (૧) વિવાદ, (૨) અપ્રતિપત્તિ, (૩) સંદેહ એમ “સ્વરૂપઢારા' ના પ્રથમપક્ષના ત્રણે વિકલ્પોથી અમારો હેતુ અસિધ્ધ બનતો નથી. આ પ્રમાણે “સ્વરૂપ' વાળો પક્ષ સમાપ્ત થાય છે.
(૪) આશ્રય અસિધ્ધ, અને (૫) ભિન્નાધિકરણ આ બે અસિધ્ધ હેત્વાભાસ વાદી એવા જૈનને તમે આપો તો પણ તે અસિધ્ધ હેત્વાભાસ લાગતો નથી. કારણ કે “જે (પક્ષ) અર્થાત્ આશ્રય જગતમાં ન હોય તેને તમે આશ્રયાસિધ્ધ હેત્વાભાસ માનો છો. જેમ કે
નાવિન્દ્ર સુરખિ મવન્વત્વત્ પરંતુ અમે જૈનો જે પક્ષ જગતમાં ન હોય તેને આશ્રયાસિધ્ધ માનતા નથી. કારણ કે પક્ષ ન હોય તો પણ હેતુ સહેતુ હોય છે. અને અનુમાન પ્રમાણ પણ થાય છે. જ્યાં આશ્રય રૂપ પક્ષ ન હોય ત્યાં પણ મનના વિકલ્પથી કલ્પીને પક્ષ મુકવામાં આવે છે તેનું અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સમજાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org