________________
જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા
જો હેતુ સાધ્યાભાવમાત્રમાં વર્તે તો વિરૂદ્ધ હેત્વાભાસ લાગે. આ હેતુ તો સાધ્યાભાવથી તદ્દન વ્યાવૃત્ત છે. સાધ્યવર્માત્ર વૃત્તિ છે. માટે વિરૂદ્ધ હેત્વાભાસ થતો નથી.
(૧૧) તથા આ હેતુ વ્યભિચારરૂપ પિશાચના સંચારથી દુઃસંચર છે. જેમ કોઈ અરણ્યમાં પિશાચનો સંચાર હોય તો તે અરણ્ય દુઃસંચર બને છે. ભૂત-પ્રેત અને પિશાચના સંચરવાથી લોકો માટે તે અરણ્ય સંચરવાને અનુચિત બને છે. તેમ અમારા હેતુમાં વ્યભિચારરૂપી પિશાચનો પ્રવેશ હોય તો તે દુષિત બને છે. પરંતુ તેમ નથી. કારણ કે વ્યભિચાર હેત્વાભાસના બે ભેદો છે. (૧) નિર્ણતવિપક્ષવૃત્તિ અને સંદિગ્ધવિપક્ષવૃત્તિ, સૂત્ર ૬પપ. આ બન્નેમાંના કયા હેત્વાભાસવડે અહીં વ્યભિચાર દોષ કહેવાય છે?
૧૨) ત્યાં નિર્ણતવિપક્ષવૃત્તિ નામના પ્રથમ વ્યભિચારવડે તમે હેતુને જો વ્યભિચારી કહો તો તે વ્યાજબી નથી. કારણ કે જેમ “શબ્દઃ નિત્યઃ પ્રમેયત્વીત્' આ અનુમાનમાં પ્રયિત્વ હેતુ “મનિત્ય' નામના સાધ્યના અભાવાત્મક નિત્ય એવા આકાશાદિરૂપ વિપક્ષમાં વૃત્તિ ધરાવે છે. તેની જેમ અમારા પ્રસાત્વિ' હેતુની વિપક્ષ એવા સંશયાદિમાં ક્યાંય વૃત્તિના નિર્ણયનો અભાવ છે. અર્થાત્ અમારો હેતુ ક્યાંય વિપક્ષમાં અંશતઃ પણ વર્તતો નથી જ. કારણ કે સ્વપરવ્યવસાયિ જ્ઞાન એ અમારૂ સાધ્ય છે. તેનો વિપક્ષ = અજ્ઞાનાત્મક (મિથ્યાજ્ઞાનાત્મક) સંશયાદિ હોય છે. અને અજ્ઞાનાત્મક (જ્ઞાનરહિત-જડસ્વરૂ૫) ઘટાદિ હોય છે. તે બન્નેમાં અર્થાત્ સંશયાદિમાં અને ઘટ-પટાદિમાં પ્રમાણતા કોઈ પણ દિવસ વર્તતી નથી. (અહીં વરિવર્ત રૂપ વૃત્ ધાતુનું યલુબનત વર્ત. તૃતીય. પુરૂષ એ.વ. છે.)
(૧૩) તથા અમારા આ હેતુમાં “સંદિગ્ધવિપક્ષવૃત્તિ” નામનો બીજો વ્યભિચાર હેત્વાભાસ તમે કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જે હેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) હોવાનો સંદેહ હોય, અથવા છે જ એવો નિર્ણય પણ ન હોય, તેમ નથી જ એવો નિર્ણય પણ ન હોય પરંતુ કદાચ હોઈ પણ શકે તેવો સંદેહ થાય તેને “સંદિગ્ધવિપક્ષવૃત્તિ' કહેવાય છે. જેમકે “વિવાપન્નઃ પુન સર્વ મવતિ વત્વ" આ અનુમાનમાં “અસર્વજ્ઞ' સાધ્ય છે. તેનો અભાવ અર્થાત્ સર્વજ્ઞતા એ વિપક્ષ-સાધ્યાભાવ કહેવાય છે. તેમાં વકતૃત્વ હેતુ હોઈ પણ શકે, કારણ કે વસ્તૃત્વ અને સર્વજ્ઞત્વ એ કંઈ નિત્ય-અનિત્યની જેમ પરસ્પર અત્યંત વિરોધી નથી. તેથી હેતનું વિપક્ષમાં હોવાપણું સંદેહાત્મક છે. તેથી સંદિગ્ધવિપક્ષવૃત્તિ હેત્વાભાસ કહેવાય છે. તેની જેમ અમારો પ્રમાણત્વ” હેતુ સાધ્યાભાવ = વિપક્ષ એવા સંશયાદિમાં અને ઘટાદિમાં વર્તતો પણ હોય અને વર્તતો ન પણ હોય એવો સંદેહ નથી જ. કિન્તુ અવૃત્તિ જ છે. માટે અમારા હેતુમાં “સંદિગ્ધવિપક્ષવૃત્તિ’ નામનો વ્યભિચાર હેત્વાભાસ પણ લાગતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org