________________
૭૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
તેથી અમારા હેતુમાં અન્નકાન્તિકતા સ્વરૂપવાળું પણ દૂષણ આવતું નથી. આ પ્રમાણે અમારા હેતુને અસિધ્ધ-વિરૂધ્ધ અને અનૈકાન્તિક નામના ત્રણ હેત્વાભાસ પૈકી એકપણ હેત્વાભાસના કલંકની કાલિમા લાગુ પડતી નથી. અર્થાત્ અમારો હેતુ સર્વથા નિર્દોષ છે.
निदर्शनं पुनर्नोपदर्शितमेवात्र, इति न तद्दोषोद्धारसंरम्भः । भवतु वा तदपि व्यतिरेकल्यं संशयघटादि । न चात्र कश्चिद् दूषणकणः । स खल्वसिद्धसाध्यव्यतिरेकः, પ્રસિદ્ધધનવ્યતિરે, રસિદ્ધમયવ્યતિરે, “દ્િધસાધ્યતિરે, “ધિसाधनव्यतिरेकः, संदिग्धोभयव्यतिरेकः, अव्यतिरेकः, अप्रदर्शित-व्यतिरेकः, 'विपरीतव्यतिरेको वा स्यात् ? । तत्र न तावदाद्याः षट्, घटादौ संशयादौ च साध्यसाधनव्यतिरेकस्य स्पष्टनिष्टङ्कनात् । नापि सप्तमः, व्याप्त्यात्र व्यतिरेकनिर्णयात् । नाप्यष्टमनवमौ, यत्र न स्वपरव्यवसायिज्ञानत्वं न तत्र प्रमाणत्वमिति व्यतिरेकोपदर्शनात् । इत्यतो निष्कलङ्कादनुमानात् तल्लक्षणसिद्धेरनवद्यमिदं लक्षमण् ॥२॥
તથા અમે કહેલા આ અનુમાનમાં અન્વય કે વ્યતિરેક દષ્ટાન્ત અમે આપેલ જ નથી. તેથી તે દૃષ્ટાન્તના દોષોનો ઉધ્ધાર કરવાનો પ્રયત્ન અમારે કરવાનો રહેતો જ નથી. અથવા આ અનુમાનમાં મિથ્યા-જ્ઞાનાત્મક સંશયાદિ અને જડાત્મક ઘટપટાદિમય વ્યતિરેકરૂપ તે દૃષ્ટાન પણ હો. તથાપિ અમને કોઈ દષ્ટાન્તના દોષોનો એક કણ પણ લાગતો નથી.
જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય તે અવયવ્યાપ્તિ, તેને સાધક જે દૃષ્ટાન્ત તે અન્વય દેખાત કહેવાય છે. તે અહીં નથી, કારણ કે પ્રમાણત્વહેતુ પક્ષમાત્રવૃત્તિ છે. તેથી હેતુ કેવળવ્યતિરેકી છે. માટે વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેકદૃષ્ટાન્ત છે. જેમ કે જ્યાં જ્યાં જ્ઞાનાભાવ છે ત્યાં ત્યાં પ્રમાણત્વાભાવ છે. જેમ કે સંશયાદિ અને ઘટપટાદિ. આ દૃષ્ટાન્તમાં દેખાતના એક પણ દોષો લાગતા નથી. તે આ પ્રમાણે - સૂત્ર ૬/૭૦ માં બતાવ્યા મુજબ ૯ પ્રકારના દેખાત્તદોષો હોય છે.
(૧) જેમાં સાધ્યનો અભાવ ન હોય તે અસિધ્ધસાધ્યવ્યતિરેક (૨) જેમાં સાધનનો અભાવ ન હોય તે “અસિધ્ધસાધનવ્યતિરેક (૩) જેમાં સાધ્ય-સાધન-ઉભયનો અભાવ ન હોય તે “અસિધ્ધોભયવ્યતિરેક' (૪) જેમાં સાધ્યના અભાવનો સંદેહ હોય તે “સંદિગ્ધસાધ્યવ્યતિરેક (૫) જેમાં સાધનના અભાવનો સંદેહ હોય તે “સંદિગ્ધસાધનવ્યતિરેક (૬) જેમાં સાધ્ય-સાધન ઉભયના અભાવનો સંદેહ હોય તે “સંદિગ્ધોભયવ્યતિરેક' (૭) જેમાં વ્યતિરેક વ્યાપ્તિ થતી જ ન હોય તે “અવ્યતિરેક’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org